Bharuch: જિલ્લામાં કપાસ સહિતની ખેતીને ભારે નુકશાન, રાસાયણિક પ્રદુષણના કારણે ખેડૂતોને માથે હાથ દેવાનો વારો

|

Aug 03, 2021 | 7:40 AM

કપાસ, તુવેર, વાલ સહિત શાકભાજીના હજારો હેકટરમાં વાવેતર બાદ પાકની વૃદ્ધિ અટકી જતા ખેડૂતોને બિયારણ, ખાતર, મજૂરી અને મહેનત સાથે ચોમાસામાં પાક નિષફળ જવાની ભીતિ વ્યક્ત કરી રહ્યા છે

Bharuch: જિલ્લામાં કપાસ સહિતની ખેતીને ભારે નુકશાન, રાસાયણિક પ્રદુષણના કારણે ખેડૂતોને માથે હાથ દેવાનો વારો
ભરૂચ, વાગરા, આમોદ અને જંબુસર તાલુકામાં રાસાયણિક પ્રદુષણ (chemicle pollution)ના કારણે કપાસ સહિત અન્ય પાકોમાં નુકશાન જોવા મળી રહ્યું છે

Follow us on

Bharuch: કોટન હબ (Cotton hub) તરીકે ઓળખાતા ભરૂચ જિલ્લાના ભરૂચ, વાગરા, આમોદ અને જંબુસર તાલુકામાં રાસાયણિક પ્રદુષણ (chemical pollution)ના કારણે કપાસ સહિત અન્ય પાકોમાં નુકશાન જોવા મળી રહ્યું છે. સમસ્યા દિવસે ને દિવસે વિકટ બનતા ખેડૂતો આંદોલન (Farmer Protest)ની ચીમકી ઉચ્ચારી રહ્યા છે.

કપાસ, તુવેર, વાલ સહિત શાકભાજીના હજારો હેકટરમાં વાવેતર બાદ પાકની વૃદ્ધિ અટકી જતા ખેડૂતોને બિયારણ, ખાતર, મજૂરી અને મહેનત સાથે ચોમાસામાં પાક નિષ્ફળ જવાની ભીતિ વ્યક્ત કરી રહ્યા છે જિલ્લાના ચાર તાલુકામાં કપાસ સહિતના પાકોની રસાયણિક પ્રદુષણના કારણે દુર્દશાને લઈ ભરૂચ જિલ્લા ખેડૂત સમાજ છોડવાઓ લઈ ન્યાય માટે કલેક્ટરને રજૂઆત કરવા પહોંચ્યો હતો.

જિલ્લા સમાહર્તાને ખેડૂતોએ આવેદન આપી પાકોમાં રસાયણના કારણે ઊભા થયેલા સંકટ માટે ગુજરાત પ્રદુષણ નિયંત્રણ બોર્ડ દ્વારા તપાસ કરાવી ખેડૂતોને વળતર ચુકવવાની માંગણી કરી હતી. સાથે જ જવાબદારો સામે કાર્યવાહી કરી ભવિષ્યમાં આવી સ્થિતિ ન સર્જાઈ તે માટે યોગ્ય કાર્યવાહી કરવા જિલ્લા ખેડૂત સમાજના પ્રમુખ મહેન્દ્રસિંહ કરમરીયા , ખેડૂત આગેવાન હસુ પટેલ અને સુલેમાન પટેલ સહિતે ઉગ્ર રજુઆત કરી હતી.

આજનું રાશિફળ તારીખ : 02-05-2024
હાર્દિક પંડ્યાના કારણે ટીમનું વાતાવરણ બગડી રહ્યું છે, મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન પર મોટો હુમલો
કેનેડામાં વિદ્યાર્થીઓની વધી મુશ્કેલી, બદલાયો આ નિયમ
ઉનાળામાં કેરી ખાધા પછી શું ન ખાવું જોઈએ?
હવે આખું વર્ષ મોબાઈલ રિચાર્જની ઝંઝટ ખતમ, આ છે Jio અને Airtelના સૌથી સસ્તા વાર્ષિક પ્લાન
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો

બે વર્ષથી કોરોનાકાળના કારણે પેહલે થી જ ખેડૂતોની હાલત કફોડી બની છે હવે રસાયણના પ્રદુષણના કારણે ચોમાસામાં પાકોનો વિકાસ રૂંધાતા સિઝન ફેઈલ જવાનો દર ઉભો થયો છે જેને લઈ ખેડૂતો દેવાના ડુંગરમાં ધકેલાઈ પાયમાલ બનવાની દહેશત વ્યક્ત કરી રહ્યાં છે.

ચાર તાલુકામાં ખેતી ઉપર આવેલી અદ્રશ્ય આફતની તંત્ર તપાસ કરાવી થયેલી નુક્શાનીનું વળતર નહિ આપે તો ખેડૂતોને ગંભીર પરિસ્થિતિનો સામનો કરવો પડશે તેવો ભય આ તબક્કે જિલ્લા ખેડૂત સમાજે આવેદન આપી રજૂ કર્યો છે ત્યારે તંત્રની તપાસમાં પાકો ઉપર ઉભો થયેલો ખતરો ઉદ્યોગોના પ્રદુષણ કે અન્ય કોઈ કારણને લઈને છે તે પરીક્ષણ બાદ જ બહાર આવી શકે તેમ છે.

આ પણ વાંચો: SURENDRANAGAR : ધ્રાંગધ્રા સીવીલ હોસ્પિટલની ઘોર બેદરકારી, PM રૂમમાં ચાર દિવસ સુધી મૃતદેહ પડ્યો રહ્યો અને જીવાત પડી ગઈ

આ પણ વાંચો: Horoscope Today: દૈનિક રાશિફળ, મકર 03 ઓગસ્ટ: બેંક અથવા રોકાણ સાથે સંબંધિત કોઈપણ કામ ખરાબ થઈ શકે

આ પણ વાંચો: Insurance privatisation અંગે મોટા સમાચાર, લોકસભાની જનરલ ઇન્શ્યોરન્સ કંપનીના ખાનગીકરણ માટે લીલી ઝંડી

Next Article