ભરૂચની મહિલાએ પરંપરાગત સાડી પહેરી વિશ્વનું ચોથું સૌથી ઊંચું શિખર સર કર્યું, 5895 મીટરની ઉંચાઈએ તિરંગો લહેરાવ્યો

|

Apr 05, 2022 | 6:33 PM

સીમા ભગતે જણાવ્યું હતું કે પર્વત ઉપર અચાનક ઠંડી અને ક્યારેક અસહ્ય ગરમી પડકાર બનતી હતી. પર્વતારોહણ સમયે યાત્રામાં પરિવારનો સપોર્ટ મળ્યો હતો. ક્યારેક તાપમાન -6 થી −20 ° C સુધી ઘટી જતું હતું.

ભરૂચની મહિલાએ પરંપરાગત સાડી પહેરી વિશ્વનું ચોથું સૌથી ઊંચું શિખર સર કર્યું, 5895 મીટરની ઉંચાઈએ તિરંગો લહેરાવ્યો
મહિલાએ સાડી પહેરી વિશ્વનું ચોથું સૌથી ઊંચું શિખર

Follow us on

ભરૂચ(Bharuch)ના મૂળ નેત્રંગના મોઝા ગામની 37 વર્ષીય આદિવાસી યુવતીએ તાંઝાનિયા(tanzania) દેશમાં સ્થિત વિશ્વનું ચોથું સૌથી ઊંચું શિખર માઉન્ટ કિલીમંજારો (Mount Kilimanjaro)નું પર્વતારોહણ કર્યું છે. પરંપરાગત સાડી(Saree)માં 5895 મીટર ઊંચા પર્વતને 4 રાત અને 5 દિવસમાં સર કરી ટોચ ઉપર પોહચી સીમા ભગતે તિરંગો(Indian Flag) લહેરાવી ત્યાં બેસી ડો. બાબા સાહેબ આંબેડકર (Dr Babasaheb Ambedkar)નું પુસ્તક પણ વાંચ્યું હતું.તાંઝાનિયા દેશમાં સ્થિત કિલીમંજારો માઉન્ટનું સાડી પહેરી પર્વતારોહણ કરનાર પ્રથમ ભારતીય અને ગુજરાતી મહિલા તરીકે સીમા દિલીપ ભગતે સિધ્ધિ હાંસલ કરી છે . ભારતીય સંસ્કૃતિનીની ઓળખ સમાન સાડી અને આદિવાસી પરંપરાગત ઘરેણાંથી સુસજ્જ થઈ તિરંગો લેહરાવ્યો હતો . ડો . બાબાસાહેબ આંબેડકરની નજીકના સમયમાં આવી રહેલ જન્મ દિનની જયંતિના ઊજવણી ના ભાગરૂપે મહિલાએ ડૉ . આંબેડકરનું ભારત નામનું પુસ્તક પર્વતની ટોચ ઉપર વાંચ્યું હતું.

સાડી પહેરી પર્વતારોહણ કર્યું

તાંઝાનિયા દેશમાં માઉન્ટ કિલીમંજારોએ આફ્રિકાનો સૌથી ઊંચો પર્વત આવેલો છે. ઊંચાઈ ની દ્રષ્ટિ એ સમગ્ર વિશ્વમાં ચોથા નંબરનું સ્થાન ધરાવતી ફ્રી – સ્ટેન્ડિંગ પર્વતમાળા છે . જે લગભગ 5,895 મીટર ( 19,340 ફૂટ ) ઊંચાઈએ છે. કિલીમંજા૨ો માઉન્ટનું પર્વતારોહણ ભારતીય અને ગુજરાતી મહીલા સીમા દિલીપ ભગતે અનોખો અનુભવ ગણાવ્યો હતો.

અદાણી લાંચ કેસમાં માત્ર કાકા-ભત્રીજા જ નહીં, આ 7 લોકો પણ ફસાયા
'કાચા બદામ ગર્લ' અંજલિ અરોરા માટે દિવાળી હતી પીડાદાયક, ખુદ જણાવી ઘટના
IPL Mega Auction : આ ટીમ રૂપિયા ખર્ચવામાં નંબર-1
IPL 2025 Auction : જાણો ક્યાં મફતમાં ઓક્શન લાઈવ જોઈ શકાશે
કાજોલે આ કારણથી શાહરૂખ ખાનની ફિલ્મ કરી હતી રિજેક્ટ, બાદમાં એશ્વર્યાને મળ્યો રોલ
સૌથી સસ્તી Tata Car ની કાર કેટલાની આવે ? જાણો તેની કિંમત

અન્યથી અલગ પડવાની ભાવના દાખવતી સીમાને ભારતના પરંપરાગત પોશાકની ઓળખ સમાન સાડી અને આદિવાસી પરંપરાગત ઘરેણાંથી સુસજ્જ થઈ પર્વતારોહણ શરૂ કર્યું હતું . રસપ્રદ બીજું એ પણ છે કે ડો . બાબાસાહેબ આંબેડકરની આવનારી જન્મ દિનની જયંતિના ઊજવણીના ભાગરૂપે બંધારણની યાદમાં ડૉ . આંબેડકર નું ભારત નામનું પુસ્તક પણ સાથે રાખ્યું હતું.

તાપમાનમાં સૌથી મોટી અડચણ

સીમા ભગતે જણાવ્યું હતું કે પર્વત ઉપર અચાનક ઠંડી અને ક્યારેક અસહ્ય ગરમી પડકાર બનતી હતી. પર્વતારોહણ સમયે યાત્રામાં પરિવારનો સપોર્ટ મળ્યો હતો. ક્યારેક તાપમાન -6 થી −20 ° C સુધી ઘટી જતું હતું. ગુજરાતથી અચાનક વિપરિત વાતાવરણના માઉન્ટ ઉપર ચઢાણ કરવુ ઘણુ અઘરું પણ લાગ્યું હતું.

દક્ષિણ આફ્રિકામાં આ એકમાત્ર એવો પર્વત છે જે બરફના ગ્લેશિયરથી ઢંકાયેલો છે. વાતાવરણમાં અચાનક પલટો આવતાં ગરમી વધી જાય સૂર્યના કિરણો સીધા પડતાં ગરમી સહન કરવી અસહ્ય બની જતી હતી. બીજી તરફ અચાનક -20 ડિગ્રી માઈન્સ સુધી તાપમાન ઓપન પોહચી જતુ છે. પ્રતિકુળ સંજોગો વચ્ચે પણ અમારી ટીમ સાથે રાત્રે પણ ચઢાણ કર્યું હતું.

 

આ પણ વાંચો : Rajkot: નરેશ પટેલના જુના નિવેદનને લઈને વિવાદ સર્જાયો, કોળી સમાજની 9 સંસ્થાને પત્ર લખી નિવેદન પાછુ ખેંચવા માગ કરી

 

આ પણ વાંચો : Ahmedabad: તબીબોની હડતાળના પગલે સિવિલ હોસ્પિટલમાં દૈનિક સર્જરીની કામગીરીને અસર, 20 ટકા ઓપરેશન રદ કરવા પડ્યા

વધુ સમાચાર વાંચવા માટે અમારી ટ્વીટર કોમ્યુનિટીમાં જોડાવા અહીં ક્લિક કરો- https://twitter.com/i/communities/15101570974255

 

Published On - 6:29 pm, Tue, 5 April 22

Next Article