Bharuch : દહેજમાં સુરક્ષા વિના ભૂગર્ભ ગટરમાં ઉતરેલા ત્રણ કામદારોના ગૂંગળાઈ જવાથી મોત નિપજ્યા, કોની લાપરવાહી ઘટના પાછળ જવાબદાર?

|

Apr 04, 2023 | 7:03 PM

સાંજે દહેજ ગ્રામ પંચાયતે નિવેદન જાહેર કર્યું હતું જેમાં સરપંચ જયદીપસિંહ રણાનું કહેવું છે કે કામદારો ગટર સાફ કરવા ઉતર્યા તેની પંચાયતને જાણ જ નથી. આજે રજાના દિવસે કામદારો કોની સૂચનાથી અને કેમ ગટરમાં ઉતર્યા તેના સરપંચ સામે પ્રશ્નો ઉભા કરી જવાબદારીથી હાથ ખેંચવા મથતા નજરે પડયા હતા.

Bharuch : દહેજમાં સુરક્ષા વિના ભૂગર્ભ ગટરમાં ઉતરેલા ત્રણ કામદારોના ગૂંગળાઈ જવાથી મોત નિપજ્યા, કોની લાપરવાહી  ઘટના પાછળ જવાબદાર?

Follow us on

ભરૂચના દહેજમાં દુર્ઘટનામાં ત્રણ લોકોએ જીવ ગુમાવ્યા છે. ગટરમાં સાફ સફાઈ કરવા માટે ઉતરેલા 5 પૈકી 3 કામદારોના ગૂંગળાઇ જવાના કારણે મોત નિપજતા ચકચાર મચી જવા પામી છે. કોઈપણ પ્રકારની સુરક્ષાના સાધનો વિના ગટરમાં ઉતારાયેલા કામદાર ગૂંગળાઈ ગયા હતા.બહાર કામ કરતા કામદારોને કોઈ પ્રત્યુત્તર ન મળતા રેસ્ક્યુ ટીમની મદદથી જયારે તેમને બહાર કાઢવામાં આવ્યા ત્યારે ત્રણ લોકો મૃત્યુ પામ્યા હોવાનો ઘટસ્ફોટ થયો હતો. પોલીસ સહીત અલગ-અલગ એજન્સીઓએ ઘટનાની તપાસ શરુ છે તો સામે ગામના સરપંચ આ કામદારો કોની સૂચનાથી ગટરમાં ઉતર્યા તેનો સામે પ્રશ્ન કરી જવાબદારીથી હાથ ખેંચી રહ્યા છે.

 

કરોડોની માલકીન કથાકાર જયા કિશોરી તેના પૈસા ક્યાં ખર્ચે છે? જાણી લો
નવી હેરસ્ટાઈલમાં જોવા મળી અંબાણી પરિવારની નાની વહુ રાધિકા, પહેલીવાર જોવા મળ્યો આવો લુક
Green Peas Benefits: લીલા વટાણાને કાચા ખાવાથી પણ થાય છે ગજબના ફાયદા
અભિનેત્રીએ 1 કરોડ રૂપિયાની લક્ઝરી કાર ખરીદી, જુઓ ફોટો
રતન ટાટા પાસે હતી આ 5 મોંઘી વસ્તુઓ, આટલી છે તેની કિંમત !
ભારતની 7 પ્રખ્યાત 'રમ', જે આખી દુનિયાના લોકોની છે ફેવરિટ

 

આ પણ વાંચો : બળાત્કારી પાપ ધોવા દેવ દર્શને પહોંચ્યો પણ પોલીસે દ્વાર ઉપરથી ધરપકડ કરી લીધી, 14 વર્ષ પછી ગુનેગાર તેના કર્મોની સજા ભોગવશે

જિલ્લા કલેટર અને એસપી ઘટનાસ્થળે પહોંચ્યા

ભરૂચના દહેજમાં ભૂગર્ભ ગટરની સફાઈ માટે ઊતરેલા 5 કામદારોમાંથી ત્રણ કામદારોનાં ગૂંગળાઈ જવાથી મૃત્યુ પામ્યા છે. પાંચેય કામદારો ભૂગર્ભ ગટરની સફાઈ માટે એકબીજાના હાથ પકડીને ગટરમાં ઊતર્યા બાદ ગૂંગળામણ અનુભવવા લાગ્યા હતા. આ ઘટનામાં ત્રણનાં મોત નીપજ્યાંછે જ્યારે બે કામદારોને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે.કામદારોના મોતના પગલે હોબાળો મચ્યો હતો. મૃતક કામદાર મૂળ દાહોદના અને હાલ દહેજમાં રહેતા 30 વર્ષીય ગલસિંગ મુનિયા,પરેશ કટારા અને 24 વર્ષીય અનિલ પરમારનો સમાવેશ થાય છે. મૃતકોના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ભરૂચ સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. બનાવની જાણ થતાની સાથે જિલ્લા પોલીસ વડા ડો. લીના પાટીલ અને જિલ્લા કલેકટર તુષાર સુમેર પણ ઘટના સ્થળે દોડી ગયા હતા.

આ પણ વાંચો : Surat: વોર્ડ નંબર 5માં દૂષિત તેમજ ઇયળ વાળું પાણી આવતા રહીશો પરેશાન, SMCના અધિકારીઓએ લીધી ટીમ સાથે મુલાકાત

સુરક્ષાવિના કામદારો ગટરમાં ઉતર્યા

દહેજ પોલીસે અકસ્માત મોત નોંધ હેઠળ ઘટનાની તપાસ શરુ કરી છે. ગુજરાત સરકારના એસ.સી. સેલના ડેપ્યુટી ડિરેક્ટર  આર બી વસાવા પણ ભરૂચ દોડી આવ્યા હતા. વસાવાએ તપાસ અધિકારીઓને કામદારોને સુરક્ષાઅવિના ઉતારવાના મામલાને તપાસનો ભાગ બનાવવા સૂચનાઓ આપી હતી. ઘટનાસ્થળને સીલ કરવામાં આવ્યું છે.

કામદારો કેમ ગટરમાં ઉતર્યા હતા તેની પંચાયતને ખબર જ નથી  : સરપંચ

સાંજે દહેજ ગ્રામ પંચાયતે નિવેદન જાહેર કર્યું હતું જેમાં સરપંચ જયદીપસિંહ રણાનું કહેવું છે કે કામદારો ગટર સાફ કરવા ઉતર્યા તેની પંચાયતને જાણ જ નથી. આજે રજાના દિવસે કામદારો કોની સૂચનાથી અને કેમ ગટરમાં ઉતર્યા તેના સરપંચ સામે પ્રશ્નો ઉભા કરી જવાબદારીથી હાથ ખેંચવા મથતા નજરે પડયા હતા.

Published On - 7:03 pm, Tue, 4 April 23

Next Article