ભરૂચ પોલીસે અંકલેશ્વરના અમરતપુરા ગામની સીમમાં ધમધમતી દેશી દારૂની મીની ફેકટરીઓ ઉપર એકસમયે એકસાથે દરોડા પાડી 22 આરોપીઓને ઝડપી પાડ્યા છે. પોલીસે ગામમાં દરોડા પાડી દારૂની ભઠ્ઠીઓ જેસીબીની મદદથી તોડી પાડી હતી. અંકલેશ્વર શહેર બી ડિવિઝન પોલીસે આ મેગા ઓપરેશન હાથ ધર્યું હતું. પોલીસે દરોડા પડ્યા ત્યારે અખાદ્ય ચીજો પણ મળી આવી હતી જેનો દારૂ બનાવવામાં ઉપયોગ થતો હોય છે. ઉલ્લેખનીય છે કે આઇપીએસ અધિકારી ડો. લીના પાટીલે ભરૂચ એસપી તરીકે ચાર્જ લીધી બાદ પણ આ વિસ્તારમાં દારૂની ભઠ્ઠીઓ તોડી પડાવી હતી. ફરીએકવાર બુટલેગરો બેફામ બનતા આજે રાઉન્ડ -2 હાથ ધરાયો હતો.
પોલીસ મહાનિદેશક અને મુખ્ય પોલીસ અધિકારી ગુજરાત રાજ્ય ગાંધીનગરનાઓ દ્વારા આગામી હોળી-ધુળેટી તહેવારો દરમ્યાન દારૂની હેરાફેરી તથા સેવનની શક્યતાને ધ્યાને લઇ પ્રોહિબીશનની પ્રવૃતિ અંકુશમાં લેવા તથા રાજ્યમાં કાયદો અને વ્યવસ્થા જળવાઇ રહે તે માટે પ્રોહીબિશનની સ્પેશિયલ ડ્રાઇવ માટે સૂચના આપવામાં આવી છે. ડ્રાઇવ અંતર્ગત પોલીસ મહાનિરીક્ષક સંદીપ સિંહે અસરકારક અને પરીણામલક્ષી કામગીરીનો લક્ષયાંક આપ્યો હતો.
પોલીસ અધિક્ષક ભરૂચ ડો.લીના પાટીલ દ્વારા પ્રોહીબિશનની સ્પેશિયલ ડ્રાઇવ અંતર્ગત પરીણામલક્ષી કામગીરી માટે અમરતપુરા ગામમાં એકસાથે ટિમો રવાના કરી હતી.નાયબ પોલીસ અધિક્ષક ભરૂચ સી કે પટેલ અને અંકલેશ્વર ડીવાયએસપી ચિરાગ દેસાઈના સુપરવિઝન હેઠળ અલગ અલગ ટીમો બનાવી ભરૂચ અંકલેશ્વરમાં કુલ૫૪ કેસ દાખલ કરાયા છે. આ પૈકી 31 કેસ માત્ર અંકલેશ્વર બી ડિવિઝન પોલીસે દાખલ કર્યા છે. પોલીસે અમરતપુરા ગામમાં એકસાથે 31 ભઠ્ઠીઓ ઉપર રેડ કરી 22 આરઓઈપોની ધરપકડ કરી છે. ગામમાં ખુબ મોટી માત્રામાં દારૂ બનાવી જિલ્લાભરમાં રવાનાકરાતો હોવાની પોલીસ પાસે માહિતી હતી. પોલીસે ગામમાં દરોડા પાડી દારૂની ભઠ્ઠીઓ જેસીબીની મદદથી તોડી પાડી હતી.
આઇપીએસ અધિકારી ડો. લીના પાટીલે ભરૂચ એસપી તરીકે ચાર્જ લીધા બાદ બેનંબરિયાઓ અને તેમને છાવનારાઓ સામે કડક હાથે કામ લીધું છે. અગાઉ પણ ભરૂચ એસપીએ મોટાપાયે દારૂની બદી સામે ઝુંબેશ શરૂ કરાવી હતી જે બાદ આ ગુનેગારો ભૂગર્ભમાં ઉતરી ગયા હતા. અન્ય કાયદો અને વ્યવસ્થાની કામગીરીમાં પોલીસ વ્યસ્ત થતા ફરી ગુનેગારો માથું ઉંચકતા ભરૂચ એસપીએ ઝુંબેશનો રાઉન્ડ 2 શરૂ કરાવી બુટલેગરો સામે કડક કાર્યવાહી સાથે 12 લોકોને એકજ દિવસમાં પાસા હેઠળ જેલ હલાવે કરી દીધા છે.
Published On - 5:24 pm, Fri, 3 March 23