Bharuch : જંબુસરમાં બે દિવસથી ભારે વરસાદ, નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા

|

Jul 25, 2021 | 6:57 PM

જેમાં ભરૂચના જંબુસરમાં છેલ્લા બે દિવસથી ભારે વરસાદ પડી રહ્યો છે. જંબુસરમાં ભારે વરસાદના પગલે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા છે.

ગુજરાતમાં સાર્વત્રિક વરસાદ પડી રહ્યો છે. તેવા સમયે દક્ષિણ ગુજરાતમાં  પણ વરસાદે જમાવટ કરી છે. જેમાં ભરૂચ(Bharuch) ના જંબુસરમાં છેલ્લા બે દિવસથી ભારે વરસાદ પડી રહ્યો છે.  જંબુસરમાં ભારે વરસાદ(Rain) ના પગલે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા છે. તેમજ વરસાદી પાણી ભરાતા લોકોને તકલીફોનો સામનો કરવો પડી રહ્યો છે. તેમજ પરિવહનમાં પણ મુશ્કેલી ઉભી થઈ છે.ગુજરાતના અત્યાર સુધી કુલ 182 તાલુકામાં વરસાદ વરસ્યો છે . જેમાં 45 તાલુકામાં 1 ઈંચથી વધુ વરસાદ પડ્યો છે. જયારે છોટાઉદેપુર અને જૂનાગઢમાં ધોધમાર વરસાદ પડ્યો છે . જેમાં સૌથી વધુ છોટાઉદેપુરના ક્વાંટમાં 5 ઈંચથી વધારે વરસાદ
નોંધાયો છે.

આ પણ વાંચો : Tokyo Olympics: મનુ ભાકરની પિસ્તોલે એવો તે શુ દગો આપ્યો કે, સહેજ માટે મેડલની રેસમાંથી બહાર થવુ પડ્યુ, જાણો

આ પણ વાંચો : જાતિવાચક શબ્દો બોલવા ‘બબીતા’ને પડી ગયા ભારે, Taarak Mehta Ka Ooltah Chashmah ના મેકર્સે લીધો આ મોટો નિર્ણય

Published On - 6:54 pm, Sun, 25 July 21

Next Video