જાતિવાચક શબ્દો બોલવા ‘બબીતા’ને પડી ગયા ભારે, Taarak Mehta Ka Ooltah Chashmah ના મેકર્સે લીધો આ મોટો નિર્ણય

તાજેતરમાં જાતિવાચક શબ્દોને લઈને બબીતા એટલે કે મુનમુનનો ખબ વિરોધ થયો હતો. આ વિરોધ અને તેના પર થયેલા કેસને જોતા શોના મેકર્સે મોટો નિર્ણય લીધો છે.

જાતિવાચક શબ્દો બોલવા 'બબીતા'ને પડી ગયા ભારે, Taarak Mehta Ka Ooltah Chashmah ના મેકર્સે લીધો આ મોટો નિર્ણય
After Babita ji casteist controversy now the show producer of Taarak Mehta Ka Ooltah Chashmah took this big decision
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 25, 2021 | 1:39 PM

તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા (Taarak Mehta Ka Ooltah Chashmah) શોએ વર્ષોથી ચાહકોમાં પોતાની ખાસ ઓળખ જાળવી રાખી છે. આ શોને ચાહકોમાં ખૂબ પસંદ કરવામાં આવે છે. ચાહકોને શોના બધા સ્ટાર્સ પણ ખૂબ ગમે છે. જો કે તાજેતરમાં જ શોમાં બબીતા ​​જીની (Babita Ji) મહત્વની ભૂમિકા નિભાવનાર મુનમમ દત્તા વિવાદોમાં ફસાયેલા હતા.

એક વિડીયોમાં મુનમુન (Munmun Dutta) એટલે કે બબીતા જાતિસૂચક શબ્દ બોલી હતી. જે બાદ તેન વિરોધ થયો હતો ઉપરાંત ઘણી જગ્યાએ ફરિયાદ પણ થઇ હતી. વિવાદ થતા જ બબીતાએ વિડીયો હટાવ્યો હતો અને તે માટે માફી પણ માંગી હતી. જે બાદ સોશિયલ મીડિયા પર અભિનેત્રીની ઘણી ટીકા થઈ હતી. આટલું જ નહીં, તેની સામે એફઆઈઆર નોંધવામાં આવી હતી. હવે શોના નિર્માતાઓએ આ ઘટનાથી પાઠ લીધો છે.

મેકર્સ દ્રારા લેવાયો આ નિર્ણય

નાળિયેર પાણીમાં લીંબુનો રસ ભેળવીને પીવાથી થાય છે આ ગજબના ફાયદા, જાણો અહીં
ઉનાળામાં આ વસ્તુઓનું સેવન કરશો તો ડિહાઇડ્રેશનનો શિકાર નહીં બનો
પ્રાઇવેટ જેટ.. દુબઈમાં વિલા મુકેશ અંબાણી છે આ 10 મોંઘી વસ્તુઓના માલિક
મુકેશ અંબાણી રિલાયન્સ ગુપ સાથે ક્યારે જોડાયા?
30 લાખની હોમ લોન પર કેટલી EMI ચૂકવવી પડશે, જાણી લો ગણિત
વિરાટ કે રોહિત નહીં, આ છે કથાકાર જયા કિશોરીનો ફેવરિટ ક્રિકેટર

આ ઘટના પછી મુનમુન જાહેરમાં માફી માંગી ચૂકી છે, પરંતુ હવે શોના નિર્માતાઓ આવી ઘટનાઓથી બચવા માટે વિશેષ રીત લઇને આવ્યા છે. હવે અંડરટેકિંગ પર શોના કલાકારો દ્વારા સહી કરાવવામાં આવશે, જેથી ભવિષ્યમાં આવી કોઈ ઘટના ન બને.

અહેવાલો અનુસાર અસિત મોદીનું માનવું છે કે મુનમુન દત્તાની માફી પછી પણ આ વિવાદ શાંત નથી થયો. જેના કારણે નિર્માતાઓ દ્વારા શોના કલાકારો પાસે અંડરટેકિંગ પર હસ્તાક્ષર કરવામાં આવી રહ્યા છે જેથી તેઓ સોશિયલ મીડિયા પર કોઈ ખોટી ભાષા, જાતિવાદી અથવા અપમાનજનક શબ્દોનો ઉપયોગ ન કરે.

એટલું જ નહીં, એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે અસિત મોદી ઇચ્છે છે કે મુનમુન દત્તાનો ટ્રેક થોડા દિવસો માટે ન લખાય જેથી સેટ પર કોઈ હંગામો ન થાય. તાજેતરમાં એવા સમાચાર પણ આવ્યા હતા કે મુનમુને તારક મહેતા શોને વિદાય આપી છે. જોકે આ માત્ર એક અફવા હતી.

તારક મહેતા શો ઘણીવાર ટીઆરપીમાં પ્રથમ ક્રમે રહે છે. ચાહકોને શોની ક્લીન કોમેડી પસંદ છે. આ શોએ વર્ષોથી ટીઆરપીમાં પણ પોતાનું સ્થાન જાળવી રાખ્યું છે. ભલે આ શોની મુખ્ય અભિનેત્રી દયાબેન ઘણા સમયથી આ શોમાંથી ગેરહાજર છે, તેમ છતાં શો ચાહકોને ખૂબ પસંદ આવી રહી છે.

આ પણ વાંચો: બોલીવૂડની બ્યૂટી સંગ બિઝનેસમેન: આ 13 અભિનેત્રીના બિઝનેસમેન પતિ પાસે છે અબજોની સંપત્તિ

આ પણ વાંચો: પૂનમ અને સાગરિકા બાદ વધુ એક મોડલે Raj Kundra પર લગાવ્યા આરોપ, કહ્યું આટલી રકમની કરી હતી ઓફર

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">