ઝીંગા ઉછેર માટે રાજ્યના વેપારીઓને જંબુસરથી સ્થાનિક કક્ષાએ બિયારણ ઉપલબ્ધ થશે, પુરુષોત્તમ રૂપાલાએ પ્લાન્ટનું કર્યું ઉદ્ઘાટન

|

Aug 09, 2022 | 8:41 PM

આ પ્રસંગે કેન્દ્રિય મંત્રીએ કેન્દ્ર સરકારની અનેકવિધ યોજનાઓની વિગતવાર સમજ આપીને તેનો બહોળો લાભ લેવા અનુરોધ કર્યો હતો .

ઝીંગા ઉછેર માટે રાજ્યના વેપારીઓને જંબુસરથી સ્થાનિક કક્ષાએ બિયારણ ઉપલબ્ધ થશે, પુરુષોત્તમ રૂપાલાએ પ્લાન્ટનું કર્યું ઉદ્ઘાટન
The plant was inaugurated by Union Minister Purushottam Rupala

Follow us on

કેન્દ્રીય મંત્રી પુરુષોત્તમ રૂપાલા(Parshottam Rupala)ના વરદહસ્તે જબુસર તાલુકાના દહેગામ ખાતે વૈષ્ણવી એકવાટેક બીએમસી બ્રુડર મલ્ટીપ્લીકેશન સેન્ટરનું ઉદ્દઘાટન કરાયું હતું. ગુજરાતમાં એક માત્ર પ્લાન્ટ ધરાવતા વૈષ્ણવી એકવાટેક આખા વિશ્વમાં ગુજરાત સહિત જંબુસરથી નિકાસ કરશે. કેન્દ્રીય પશુપાલન , મત્સ્યોદ્યોગ અને ડેરી વિભાગના મંત્રી પુરુષોત્તમ રૂપાલા ના વરદહસ્તે જંબુસર તાલુકાના દહેગામ ખાતે વૈષ્ણવી એકવાટેકના મલ્ટીપ્લીકેશન સેન્ટરનું ઉદ્દઘાટન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે કેન્દ્રીય મંત્રીએ પવિત્ર શ્રાવણ માસની તેમજ મહોરમના પર્વની શુભેચ્છાઓ પાઠવતા જણાવ્યું હતું કે ગુજરાતમાં એક માત્ર પ્લાન્ટ ધરાવતા વૈષ્ણવી એકવાટેક આખા વિશ્વમાં ગુજરાત સહિત જંબુસરનું નામ રોશન કરશે. કાપડ અને હીરા ઉદ્યોગ પછી મત્સય ઉદ્યોગ ઝડપી વિક્સ પામી રહ્યો છે. ઝીંગા બીજ માટે ગુજરાતમાંથી અન્ય રાજ્યોમાં જતા વેપારીઓને મોટી રાહત થશે. ગુજરાતના વેપારીઓને સ્થાનિક કક્ષાએ બિયારણ મળી રહેશે.

આ પ્રસંગે કેન્દ્રિય મંત્રીએ કેન્દ્ર સરકારની અનેકવિધ યોજનાઓની વિગતવાર સમજ આપીને તેનો બહોળો લાભ લેવા અનુરોધ કર્યો હતો . આ પ્રસંગે જિલ્લા પંચાયતના પ્રમુખ અલ્પાબેન પટેલ , પૂર્વ મંત્રી છત્રસિંહ મોરી , એપીએમસીના ચેરમેન વનરાજસિંહ મોરી , નાયબ કલેકટર કલસરીયા , સુપ્રિન્ટેન્ડન્ટ ઓફ ફિશરીઝ એચ.વી.મહેતા તેમજ ખેડૂત પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા. તેમણે ઉમેર્યું હતું કે ગુજરાત હવે કાપડ અને હીરા ઉધોગની જેમ ઝીંગા ઉછેર અને બિયારણ ક્ષેત્રે પણ વિશ્વ અને દેશમાં નામના મેળવશે. ભરૂચ જિલ્લાના જંબુસર તાલુકાના દહેગામ ગામે મત્સ્યઉધોગ કેન્દ્રીય મંત્રીના હસ્તે ઝીંગા ઉછેર બિયારણ કેન્દ્રનું લોકપર્ણ કરવામાં આવ્યું હતું.

કાપડ ઉધોગ અને હીરા ઉધોગ પછી મત્સય ઉધોગ વિકસી રહયો છે. જિંગાના બીજ માટે ગુજરાતમાંથી અન્ય રાજ્યોમાં જતા વેપારીઓને મોટી રાહત થશે. ગુજરાતના વેપારીઓને અહીંયાથી બિયારણ મળી રહેશે તેમ જણાવ્યું હતું. આ વેળાએ કેન્દ્રિય મંત્રીએ સરકારની અનેકવિધ યોજનાઓની માહિતી આપી હતી.

IPL 2024માં સુનિલ નારાયણની બેટિંગનો જાદુ, જુઓ ક્યારે શું કર્યું
રસોડાના ફ્લોર પર પડેલા સિલિન્ડરના ડાઘ આ રીતે કરો સાફ
SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો

પવિત્ર શ્રાવણ માસમાં કેન્દ્રીય પશુપાલન , મત્સ્યોદ્યોગ અને ડેરી વિભાગના મંત્રી જંબુસર તાલુકાના કાવી – કંબોઈ ખાતે સ્તંભેશ્વર મહાદેવના પૂજન અર્ચન અને દર્શન કરી શિવજીની આરતી ઉતારી હતી . આ પ્રસંગે સ્તંભેશ્વર આશ્રમના વિદ્યાનંદજી મહારાજે મંત્રી પુરુષોત્તમ રૂપાલાનું ફૂલહાર પહેરાવી સ્વાગત કર્યું હતું. તેમણે સ્તંભેશ્વર મહાદેવના પૌરાણિક અને ઐતિહાસિક મહત્વની જાણકારી આપી હતી . પવિત્ર શ્રાવણ માસમાં અતિ પૌરાણિક મહત્વ ધરાવતા સ્તંભેશ્વર મહાદેવનું પૂજન અર્ચન કરતા કેન્દ્રીય મંત્રીએ સ્તંભેશ્વર મહાદેવના દર્શન કરી ધન્યતા અનુભવી હોવાનું જણાવી સ્તંભેશ્વર તીર્થના વિકાસથી પ્રભાવિત થયા હતા.

Published On - 8:40 pm, Tue, 9 August 22

Next Article