BHARUCH : સી.આર.પાટીલે DyCM નીતિન પટેલના નિવેદનને સમર્થન આપ્યું, જાણો શું કહ્યું

| Edited By: | Updated on: Aug 29, 2021 | 12:21 PM

બે દિવસ અગાઉ DyCM નીતિન પટેલે ગાંધીનગર ખાતે ભારત માતા મંદિરમાં એક કાર્યક્રમ દરમિયાન કહ્યુ હતું કે હિન્દુઓની બહુમતી છે ત્યાં સુધી દેશમાં કાયદો અને બંધરણ ટકેલા છે.

BHARUCH : નવસારીના સાંસદ તેમજ ભારતીય જનતાપાર્ટીના પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલે નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલના હિંદુ બહુમતી વાળા નિવેદનને સમર્થન આપ્યું છે. આજે 29 ઓગષ્ટે કેન્દ્રીય આરોગ્યપ્રધાન મનસુખ માંડવીયા દ્વારા અંકલેશ્વરમાં બનેલી ભારત બાયોટેકની કોરોના વેક્સિન કોવેક્સીનનો પ્રથમ જથ્થો રીલીઝ કરવામાં આવ્યો. આ પ્રસંગે હાજર રહેલા સી.આર.પાટીલે મીડિયા સાથેની વાતચીતમાં DyCM નીતિન પટેલના નિવેદનને સમર્થન આપ્યાનું જણાવ્યું હતું.

DyCM નીતિન પટેલના હિંદુ બહુમતી વાળા નિવેદનને સમર્થન આપતા સી.આર.પાટીલે કહ્યું કે અફઘાનિસ્તાનમાં જે સ્થિતિ સર્જાઈ છે..તે જોતા નિતિન પટેલે આપેલું નિવેદન યોગ્ય છે.ઉલ્લેખનિય છે કે બે દિવસ અગાઉ ગાંધીનગર ખાતે ભારત માતા મંદિરમાં એક કાર્યક્રમ દરમિયાન કહ્યુ હતું કે હિન્દુઓની બહુમતી છે ત્યાં સુધી દેશમાં કાયદો અને બંધરણ ટકેલા છે.. નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલ શુક્રવારે આપેલા ચોંકાવનારા નિવેદન પર અડગ છે. ગાંધીનગરમાં ભારત માતાના મંદિરમાં મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવમાં નિવેદન આપ્યું હતું કે હિન્દુ બહુમતી છે ત્યાં સુધી બંધારણ, ધર્મનિરપેક્ષતા અને કાયદો છે. જો હિંદુઓની સંખ્યા ઘટી જશે તો કંઈ નહીં રહે.

આ ઉપરાંત ગઈકાલે 28 ઓગષ્ટના રોજ ઝવેરચંદ મેઘાણીની 125મી જન્મજયંતી પ્રસંગે ઉપક્રમે ડો.બાબાસાહેબ આંબેડકર યુનિવર્સિટી ખાતે આયોજિત કસુંબીનો રંગ-ઉત્સવ કાર્યક્રમમાં હાજરી આપ્યા બાદ નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલે પોતાના ઉક્ત નિવેદન અંગે સ્પષ્ટતા કરી હતી.

નીતિન પટેલે સ્પષ્ટતા કરી છે તેમનો કહેવાનો સંદર્ભ હાલની પરિસ્થિતિ છે તેમણે કહ્યું હતું દુનિયામાં જે ચિત્ર ઉપસી રહ્યું છે તે જોઈને અનેક લોકો પણ તેમના એ નિવેદન સાથે સંમત થશે. તેમણે તાલીબાનનું ઉદાહરણ આપતા કહ્યું કે કેવી રીતે ત્યાં તાલીબાનનું શાસન આવતા જ મહિલાઓની સ્વતંત્રતા સહીત બધું જ છીનવાઈ ગયું.

આ પણ વાંચો : Bharuch : કેન્દ્રીય પ્રધાન મનસુખ માંડવિયાના હસ્તે અંકલેશ્વરમાં નિર્માણ પામેલ કોવેકસીનની પહેલી બેચ રિલીઝ કરાઈ