અંકલેશ્વરમાં સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયાના એટીએમને તોડી ચોરીનો પ્રયાસ થતા પોલીસતંત્ર દોડતું થઇ ગયું હતું. ઘટનાના સીસીટીવી ફૂટેજ સામે આવતા ક્રાઇમ બ્રાન્ચ સહીત અંકલેશ્વર શહેર એ ડિવિઝન પોલીસે તપાસ શરૂ કરી હતી. ગણતરીના સમયમાં તસ્કર અંકલેશ્વરના નવી દીવી ગામમાં હોવાની પોલીસને બાતમી મળતા ક્રાઇમ બ્રાન્ચ અને અંકલેશ્વર શહેર એ ડિવિઝન પોલીસે જોઈન્ટ ઓપરેશન હાથ ધરી એટીએમ ચોરીનો પ્રયાસ કરનાર ચોરને ઝડપી પાડ્યો છે. આરોપી મન ઉર્ફે ગોલુ તુકારામ વેડેકરને સોમનાથની જાત્રા કરવા માટે રૂપિયા 5000 ની જરૂર હતી જેણે 5000 રૂપિયા મેળવવા એટીએમ તોડવાનો પ્રયાસ કર્યો હતો.
પોલીસ મહાનિરીક્ષક સંદીપ સિંહ તથા ભરૂચ પોલીસ અધિક્ષક ડૉ.લીના પાટીલ સાહેબ તરફથી મિલકત સંબંધી ગુનાઓમાં નિયંત્રણ લાવવાના ઉદેશની જીલ્લા પોલીસને અસરકારક નાઇટ પેટ્રોલીંગ રાખવા તથા વણશોધાયેલ ગુનાઓ શોધી કાઢવા જરૂરી એકશન પ્લાન તૈયાર કરી તે દિશામાં અસરકારક અને પરીણામલક્ષી કામગીરી કરવા સુચના આપવામાં આવી છે. ગત 10/02/2023 ના રોજ વહેલી સવારે અંકલેશ્વર શહેર ભરૂચી નાકા પાસે રમણ મુળજીની વાડીમાં આવેલ SBI ATM તોડી રોકડ રકમ કાઢવાનો પ્રયાસ થયો હોવાનું સામે આવ્યું હતું. બનાવની ગંભીરતાને ધ્યાને લઇ નાયબ પોલીસ અધિક અંકલેશ્વર વિભાગ ચિરાગ દેસાઈ , પોલીસ ઇન્સ્પેકટર આર.એચ.વાળા અંકલેશ્વર શહેર એ ડિવિઝન પોલીસ સ્ટેશન તથા પોલીસ ઇન્સ્પેક્ટર ઉત્સવ બારોટ એલ.સી.બી. ભરૂચ નાઓએ જુદી-જુદી ટીમો બનાવી ઉપરોકત ગુનાના આરોપીને શોધી કાઢવા માટે કાર્યવાહી હાથ ધરી હતી.
પોલીસ ટીમ દ્વારા ઉપરોકત બનાવવાળી જગ્યા વિઝિટ કરી સીસીટીવી ફુટેજ મેળવેલ તેમજ હ્યુમન ઇન્ટેલીજન્સ તથા ટેકનીકલ સર્વેલન્સ અધારે પોલીસ ટીમને માહિતી મળેલ કે ઉપરોકત ગુનાને અંજામ આપનાર આરોપી અંકલેશ્વર નવીદીવી ગ્રાઉન્ડ ખાતે જોવા મળેલ છે જે બાતમી આધારે ટીમ દ્વારા તાત્કાલીક જગ્યા પર જઇ શંકાસ્પદ ઇસમ મન ઉર્ફે ગોલુ તુકારામ વેડેકરને પકડી પાડી અંકલેશ્વર શહેર એ ડીવી. પો.સ્ટે ખાતે લાવી પુછપરછ કરતા પોતે ગુનો કર્યાની કબુલાત કરી હતી. આરોપીને સોમનાથ ભોલેનાથના દર્શન કરવા હતા જેણે ઈચ્છા પુરી કરવા ચોરી કરી હતી.
ગુનાનો ભેદ ઉકેલવામાં પી.એસ.આઇ. એ.એસ.ચૌહાણ અંક્લેશ્વર શહેર એ ડીવીઝન પોલીસ સ્ટેશન, પી.એસ.આઇ. જે.એન.ભરવાડ, એલ.સી.બી. ભરૂચ સાથે પો.કો રીધ્ધીરાભાઇ, નૈલેશદાન, માવજીભાઇ, યુવરાજસિંહ, બુધાભાઈ, અનિલભાઇ, શામજીભાઇ , હે.કો.ચંદ્રકાન્તભાઈ, પરેશભાઈ, અજયભાઇ એલ.સી.બી. દ્વારા જહેમત ઉઠાવવામાં આવી હતી
Published On - 12:06 pm, Sat, 11 February 23