વડોદરા-મુંબઈ એક્સપ્રેસ વે માટે પુનગામને એકરે રૂપિયા 1.67 કરોડનો આર્બીટ્રેશન એવોર્ડ ઈશ્યુ કરાતા ખેડૂતોમાં ખુશીની લહેર ફેલાઈ

|

Nov 02, 2022 | 7:24 AM

ડબલ એન્જીન સરકારમાં ભરૂચ જિલ્લાના એક્સપ્રેસ વે ના ખેડૂતોને હવે આર્બીટરી એવોર્ડ મળવાની શરૂઆત થઈ છે. ભરૂચ જિલ્લા આર્બીટ્રેટર અને કલેકટર તુષાર સુમેરા દ્વારા પુનગામ માટે આર્બીટ્રેશન એવોર્ડ રૂપિયા 142 પ્રતિ ચોરસ મીટર થી વધારી  રૂપિયા 640 જાહેર કરવામાં આવ્યો છે.

વડોદરા-મુંબઈ એક્સપ્રેસ વે માટે પુનગામને એકરે રૂપિયા 1.67 કરોડનો આર્બીટ્રેશન એવોર્ડ ઈશ્યુ કરાતા ખેડૂતોમાં ખુશીની લહેર ફેલાઈ
Farmers' government reformed Diwali

Follow us on

ભરૂચ જિલ્લાના 3 તાલુકાના 32 ગામના 1300 ખેડૂતોની સરકારે દિવાળી સુધારી નાખી છે. ભારત માલા પ્રોજેકટમાં સમાવિષ્ટ દિલ્હી-મુંબઈને જોડતા દેશના સૌથી લાંબા એક્સપ્રેસ વે માં ભરૂચ જિલ્લાના જમીન ગુમાવનારા ખેડૂતોને જમીન સંપાદનનું યોગ્ય વળતર મળી રહે તે માટે ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલને સાથે રાખી ભરૂચ જિલ્લાના પ્રતિનિધિ મંડળ જિલ્લા પ્રમુખ મારૂતિસિંહ અટોદરિયા, સાંસદ મનસુખ વસાવા, ધારાસભ્યો ઇશ્વરસિંહ પટેલ, દુષ્યંત પટેલ, અરૂણસિંહ રણાએ દિલ્હી દરબારમાં ચાર વખત ધામાં નાખી યોગ્ય નિર્ણય માટે રજૂઆતો કરી હતી.આખરે  ડબલ એન્જીન સરકારમાં ભરૂચ જિલ્લાના એક્સપ્રેસ વે ના ખેડૂતોને હવે આર્બીટરી એવોર્ડ મળવાની શરૂઆત થઈ છે. ભરૂચ જિલ્લા આર્બીટ્રેટર અને કલેકટર તુષાર સુમેરા દ્વારા પુનગામ માટે આર્બીટ્રેશન એવોર્ડ રૂપિયા 142 પ્રતિ ચોરસ મીટર થી વધારી રૂપિયા 640 જાહેર કરવામાં આવતા ખેડૂતોમાં આનંદની લાગણી ફેલાઈ છે.

ખેડૂતોની સમસ્યાનેલી ભરૂચના પ્રતિનિધિ મંડળે દિલ્હી ખાતે કેન્દ્રીય માર્ગ પરિવહન મંત્રી નીતિન ગડકરી સાથે રૂબરૂ મુલાકાત કરી હકીકત વર્ણવી હતી. જિલ્લાના એક્સપ્રેસ વે ના 1300 અસરગ્રસ્ત ખેડૂતોની NHAI સામે દક્ષિણ ગુજરાતના અન્ય જિલ્લા સુરત, નવસારી સહિતના પ્રમાણે જમીન સંપાદન વળતર ચૂકવવાની માંગણી પાછલા ચાર વર્ષથી ચાલી રહી હતી.

ખેડૂત સમન્વય સમિતિ અને જિલ્લા કિસાન સંઘના કાર્યકારી પ્રમુખ નિપુલ પટેલ સાથે જિલ્લા ભાજપ સંગઠને જિલ્લાના ખેડૂતોને તેઓની મહામૂલી જમીનનું યોગ્ય વળતર અપાવવા બાંહેધરી આપી રાજ્ય સરકારમાં પણ રૂબરૂ રજુઆત કરી હતી.

ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
પરશુરામના એ ત્રણ શિષ્યો જેમણે લડ્યુ હતુ મહાભારતનું યુદ્ધ, જાણો કોણ હતા એ!
શું મધ ક્યારેય એક્સપાયર થાય છે ? કેવી રીતે નક્કી કરશો મધ અસલી છે કે નકલી ?

ડબલ એન્જીન સરકારમાં ભરૂચ જિલ્લાના એક્સપ્રેસ વે ના ખેડૂતોને હવે આર્બીટરી એવોર્ડ મળવાની શરૂઆત થઈ છે. ભરૂચ જિલ્લા આર્બીટ્રેટર અને કલેકટર તુષાર સુમેરા દ્વારા પુનગામ માટે આર્બીટ્રેશન એવોર્ડ રૂપિયા 142 પ્રતિ ચોરસ મીટર થી વધારી  રૂપિયા 640 જાહેર કરવામાં આવ્યો છે.

આ નિર્ણય બાદ પુનગામના 34 ખેડૂતો માં હવે દિવાળીની ખુશી પ્રસરી છે. આજે ખેડૂતોએ રૂબરૂ મળી ભાજપ જિલ્લા પ્રમુખ મારૂતિસિંહ અટોદરિયા, ધારાસભ્યો, મહામંત્રી, પ્રદેશ પ્રમુખ સહિતનો આભર વ્યક્ત કર્યો હતો. પુનગામના ખેડૂતોને હવે એકરે રૂપિયા 1.67 કરોડ મળશે. ગામની કુલ 40.90 એકર જમીન સંપાદિત કરાઈ છે. આ સાથે જ જિલ્લા ભાજપ દ્વારા સૂચન પણ કરાયું છે કે આ એવોર્ડ સામે NHAI કોર્ટમાં નહિ જાય. અન્ય 31 ગામોના પણ આર્બીટ્રેશન એવોર્ડ હવે આવવા લાગતા ખેડૂતોમાં ડબલ એન્જીનની સરકારના નિર્ણયને લઈ ખુશીનો માહોલ છવાઈ ગયો છે.

Next Article