BHARUCH : કોરોનાના કેસની સંખ્યામાં વધારા સાથે તંત્ર એલર્ટ બન્યું, 57 ટેસ્ટિંગ સેન્ટર શરૂ કરાયા

આજે ભરૂચ સિવિલ હોસ્પિટલની જિલ્લા કલેકટર તુષાર સુમેરાએ પણ સરપ્રાઈઝ વિઝીટ કરી પરિસ્થિતિનું નિરીક્ષણ કર્યું હતું

BHARUCH : કોરોનાના કેસની સંખ્યામાં વધારા સાથે તંત્ર એલર્ટ બન્યું, 57 ટેસ્ટિંગ સેન્ટર શરૂ કરાયા
57 testing centers were started in bharuch
| Edited By: | Updated on: Jan 08, 2022 | 5:37 PM

ગુજરાત સહીત દેશમાં કોરોના સંક્રમણ ફરી ચિંતાજનક સ્તરે પહોંચ્યું છે ત્યારે વહીવટીતંત્ર સજ્જ બન્યું છે. કોરોના કેસની સંખ્યામાં સતત વધારો થઇ રહ્યો છે. ભરૂચમાં માત્ર ચાર દિવસમાં 136 કેસ સામે આવ્યા છે. સરકારી આંકડા અનુસાર કેસના ડબલિંગ રેટમાં આંશિક ઘટાડો થયો છે પરંતુ વાસ્તવિક ને સરકારી ચોપડે નોંધાયેલા કેસની સંખ્યામ અંતર હોઈ શકે છે.

 

માત્ર શુક્રવરનીજ જો વાત કરીએ તો ભરૂચ જિલ્લામાં ૨૪ કલાકમાં ૫૦ પોઝીટીવ કેસ નોંધાયા હતા. ભરૂચ જિલ્લામાં ૫ જાન્યુઆરીએ ૩૯ , ૬ જાન્યુઆરીએ ૪૩ અને ૭ જાન્યુઆરીએ ૫૦ કેસ નોંધાયા હતા. કેસની સંખ્યા વધતા કન્ટેન્ટમેન્ટ ઝોન પણ વધ્યા છે. ગઈકાલે ૧૬ નવા કન્ટેન્ટમેન્ટ ઝોન જાહેર કરવામાં આવ્યા હતા. જેમાં સૌથી વધુ કન્ટેન્ટમેન્ટ ઝોન ભરૂચ શહેરમાં ૮ જાહેર થયા છે.

કોરોના સંક્રમણ ફેલાતું અટકાવવા માટે તેનું ડિટેક્શન ખુબ જરૂરી છે. સંક્રમિતોને શોધી અલગ પાડવા માટે ફ્રી ટેસ્ટિંગ ફેસિલિટી પણ વધારવામાં આવી છે. ભરૂચ શહેરના તમામ CHC અને PHC સેન્ટર સહીત કુલ ૫૭ સ્થળોએ કોરોના ટેસ્ટિંગ ફેસિલિટી શરૂ કરવામાં આવી છે.

આજે ભરૂચ સિવિલ હોસ્પિટલની જિલ્લા કલેકટર તુષાર સુમેરાએ પણ સરપ્રાઈઝ વિઝીટ કરી પરિસ્થિતિનું નિરીક્ષણ કર્યું હતું સાથે સરકારી હોસ્પિટલમાં ઉપલબ્ધ સુવિધાઓ અને તૈયારીઓનો તાગ મેળવ્યો હતો.

 

આ પણ વાંચો : BHARUCH : સુરતમાં ગેસ ગળતરથી 6 લોકોના મોતની ઘટનામાં તપાસનો રેલો ભરૂચ પહોંચ્યો, ભરૂચ ક્રાઇમ બ્રાન્ચે 5ની અટકાયત કરી

 

આ પણ વાંચો : Vadodara: કોરોનાના કેસ વધતા વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન સહિત પોલીસ એક્શનમાં, સંક્રમણ રોકવા કવાયત હાથ ધરી