ભરૂચ: સહકાર મંત્રી ઈશ્વરસિંહ પટેલ પંડવાઈ સુગરમાં સત્તત છઠ્ઠી ટર્મમાં ચેરમેન બન્યા

|

Dec 15, 2020 | 1:46 AM

પંડવાઈ સુગરના ચેરમેન તરીકે ફરી સહકાર મંત્રી ઈશ્વરસિંહ પટેલે સત્તત છઠ્ઠી ટર્મ માટે ચેરમેન તરીકેનો પદભાર સંભાળ્યો છે. તાજેતરની ચૂંટણીમાં ઈશ્વર પટેલની આખી પેનલ બિનહરીફ વિજેતા બની. આજની બોર્ડ મિટિંગમાં સહકાર મંત્રી ઈશ્વર પટેલ ચેરમેન, ઉપપ્રમુખ તરીકે અનિલ પટેલની નિમણૂંક કરવામાં આવી છે. રાજ્યના સહકાર મંત્રી અને પંડવાઈ સુગરના ચેરમેન ઈશ્વરસિંહ પટેલની આગેવાની હેઠળ ખેડૂત […]

ભરૂચ: સહકાર મંત્રી ઈશ્વરસિંહ પટેલ પંડવાઈ સુગરમાં સત્તત છઠ્ઠી ટર્મમાં ચેરમેન બન્યા

Follow us on

પંડવાઈ સુગરના ચેરમેન તરીકે ફરી સહકાર મંત્રી ઈશ્વરસિંહ પટેલે સત્તત છઠ્ઠી ટર્મ માટે ચેરમેન તરીકેનો પદભાર સંભાળ્યો છે. તાજેતરની ચૂંટણીમાં ઈશ્વર પટેલની આખી પેનલ બિનહરીફ વિજેતા બની. આજની બોર્ડ મિટિંગમાં સહકાર મંત્રી ઈશ્વર પટેલ ચેરમેન, ઉપપ્રમુખ તરીકે અનિલ પટેલની નિમણૂંક કરવામાં આવી છે. રાજ્યના સહકાર મંત્રી અને પંડવાઈ સુગરના ચેરમેન ઈશ્વરસિંહ પટેલની આગેવાની હેઠળ ખેડૂત ખાંડ ઉદ્યોગ સંઘ પંડવાઈ સુગરની ચૂંટણીમાં પેનલ ઉતારવામાં આવી હતી.  પ્રથમ વખત ખાંડ ઉદ્યોગ સંઘની ચૂંટણી બિનહરીફ રહી હતી….

Nita Ambani luxury car : સીટ પર લખેલું છે નામ... સૌથી અનોખો રંગ! નીતા અંબાણીની લક્ઝરી કાર છે ખાસ
શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

પંડવાઈ સુગરની કુલ 16 સભ્યો માટે જેમાં 15 ઉત્પાદક અને 1 બિનઉત્પાદક સભ્યો માટે ચૂંટણી યોજવામાં આવી હતી. સુરત અને ભરૂચ જિલ્લાના 6 તાલુકાના 400થી વધુ ગામોમાં 29,000 થી વધુ સભાસદ સાથે મળી 6,000 હજાર ઉત્પાદક સભાસદ ધરાવે છે. સહકાર ક્ષેત્રના નવા નિયમના આધારે યોજાઈ રહેલ ચૂંટણી બિનહરીફ રહી હતી. જે બિનહરીફ નીવડ્યા બાદ ચૂંટાયેલા સભ્યોની પ્રથમ બોર્ડ મીટીંગ આજ રોજ મળી હતી.

જેમાં પંડવાઈ સુગરના ચેરમેન તરીકે ફરી સહકાર મંત્રી ઈશ્વરસિંહ પટેલની તેમજ ઉપપ્રમુખ તરીકે અનિલ પટેલની વરણી કરવામાં આવી હતી. પંડવાઈ સુગરની 1990માં સ્થાપના બાદ 1995થી સુગર ફેક્ટરી કાર્યરત છે. રાજ્યના સહકાર મંત્રી ઈશ્વરસિંહ પટેલની પેનલ છેલ્લા 23 વર્ષથી સત્તા રૂઢ છે.  પંડવાઈ સુગર ઈતિહાસમાં પ્રથમ વખત કોઈપણ પેનલ બિનહરીફ બની છે.

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

પંડવાઈ સુગરના છઠી વખત ચેરમેન તરીકે સત્તા સંભાળતા સહકાર મંત્રી ઇશ્વરસિંહ પટેલે જણાવ્યું હતું કે, ગત 5 વર્ષમાં 40 કરોડનું દેવું ઉતારી સુગર દેવા મુક્ત બનાવી સુશાસન સાથે પ્રોડક્શન કેપેસીટી વધારાઈ છે. આવનારા દિવસોમાં પણ ખેડૂત વધુ પોષણ ક્ષમ્ય ભાવ મળે તેવા પ્રયત્ન આગામી 5 વર્ષ સુધી કરવાની તેમણે ખાતરી ઉચ્ચારી હતી.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

Published On - 8:39 pm, Mon, 14 December 20

Next Article