BHARUCH : ભરૂચ જિલ્લાની આજની આ 5 મુખ્ય ખબરો તમારી જાણમાં છે?

|

Feb 08, 2022 | 6:31 PM

ભરૂચ(Bharuch ) જિલ્લામાં કોરોના દર્દીઓની સંખ્યામાં સતત ઘટાડો થઇ રહ્યો છે. આ ઉપરાંત ભરૂચ(Bharuch ) - અંકલેશ્વર(Ankleshwar) માં વહેલી સવારે છવાયેલ ધુમ્મ્સએ લોકોને પરેશાન કર્યા હતા અને ખોડિયાર જયંતીની ઉજવણી ધાર્મિક વાતાવરણ વચ્ચે ઉજવણી કરવામાં આવી હતી.

BHARUCH : ભરૂચ જિલ્લાની આજની આ 5 મુખ્ય ખબરો તમારી જાણમાં છે?
ભરૂચની મુખ્ય ખબરો ઉપર એક નજર

Follow us on

BHARUCH :ભરૂચ જિલ્લામાં કોરોના દર્દીઓની સંખ્યામાં સતત ઘટાડો થઇ રહ્યો છે જોકે સાથે ત્રીજી લહેરમાં વધી રહેલો મૃતકઆંક ચિંતાનો વિષય પણ બન્યો છે. આ ઉપરાંત ભરૂચ(Bharuch ) – અંકલેશ્વર(Ankleshwar) માં વહેલી સવારે છવાયેલ ધુમ્મ્સએ લોકોને પરેશાન કર્યા હતા અને ખોડિયાર જયંતીની ઉજવણી ધાર્મિક વાતાવરણ વચ્ચે ઉજવણી કરવામાં આવી હતી.

કોરોના દર્દીઓની સંખ્યામાં ઘટાડો

કોરોનની ત્રીજી લહેર(corona third wave) ની અસર ધીમે ધીમે ઓછી થતી નજરે પડી રહી છે. દરરોજના ૨૦૦થી વધુ કેસોની સરેરાશ સામે છેલ્લા ૨૪ કલાકમાં માત્ર ૨૬ કેસ(corona cases in bharuch ) નોંધાયા હતા. સારવાર હેઠળના દર્દીઓની સંખ્યા પણ ઘટીને ૩૪૮ થઇ છે. ૧૪૮ દર્દીઓએ કોરોનને માટે આપી હતી. આ સામે ત્રીજી લહેરમાં મૃતકોની સંખ્યા ૧૯ સુધી પહોંચી હતી. મોટી ઉપરના દર્દીઓને સંક્રમણ બાદ રિકવર થવામાં તકલીફ પડી રહી છે જેના કારણે દર્દીઓની સંખ્યા ચિંતાજનક સ્તરે પહોંચી છે. જોકે દર્દીઓની સંખ્યામાં ઘટાડા સાથે મૃતકોની સંખ્યામાં પણ ઘટાડો થવાની આશા સેવાઈ રહી રહી છે.

બંધ મકાનમાં આગથી દોડધામ

નંદેલાવ(Nandelav) ગ્રામ પંચાયતની હદમાં આવેલી જવાહર સોસાયટી ના બંધ મકાનમાં આગ લગતા દોડધામ મચી હતી. બપોરના સુમારે અચાનક બંધ મકાનમાંથી ધુમાડાના ગોટા ઉડતા નજરે પડતા પાડોશીઓ દોડી આવ્યા હતા. મકાનમાં કોઈ રહેતું ન હોવા છતાં ધુમાડા નજરે પડતા પોલીસ અને ફાયરબ્રિગેડને ઘટનાની જાણ કરાઈ હતી. ભરૂચ નગર પાલિકાના ફાયર બ્રિગેડના લાશ્કરોએ આગ ઉપર કાબુ મેળવ્યો હતો. આગ લાગવાનું પ્રાથમિક કારણ શોર્ટ સર્કિટ હોવાનું અનુમાન લગાવાઈ રહ્યું છે.

શું મગફળી ખાવાથી વજન વધે છે? જાણો એક્સપર્ટ શું કહે છે
આજનું રાશિફળ તારીખ : 05-05-2024
આંખના નંબર ઓછા કરવામાં મદદ કરનાર લીલા ધાણાને ઘરે ઉગાડો, આ સરળ ટીપ્સ અપનાવો
મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund
ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો


વહેલી સવારે ભરૂચ – અંકલેશ્વરમાં ગાઢ ધુમ્મ્સ છવાયું

ફરીએકવાર આજે ભરૂચ – અંકલેશ્વર બંને નગર ધુમ્મ્સની ચાદર(fog early in the morning) તળે ઢંકાયા હતા. વિઝિબ્લિટી પણ ખુબ ઓછી હતી અને વાહન વ્યવહારને પણ અસર પહોંચી હતી. વાહનચાલકોને ફરજીયાત વાહન લાઈટ સાથે અને અત્યંત ધીમી ગતિએ હંકારવાની ફરજ પડતી હતી. બીજીતરફ આંબાવાડીના ખેડૂતો ચિંતાતુર બન્યા હતા. આંબા ઉપર લગતા કેરીના મોરમાં ફૂગની બીમારીથી મોર ખરી જવાનો ભય ઉભો થયો હતો. આ વાતાવરણના કારણે કેરી મોડી આવી શકે છે.

અંકલેશ્વરમાં  ખોડીયાર જયંતિની ઉજવણી કરાઈ

આજે ઉદ્યોગનગરી અંકલેશ્વર(Ankleshwar)માં ખોડિયાર જ્યંતીની ઉજવણી કરવામાં આવી હતી. ધાર્મિક અવસરે સુરવાડી ખાતે આવેલ ખોડિયાર માતાના મંદિરે વિવિધ ધાર્મિક કાયકમો યોજાયા હતા. મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓએ માતાના દર્શન કરી આશીર્વાદ મેળવ્યા હતા.

જંબુસરમાં સતત બીજા દિવસે દબાણ હટાવાયા

જંબુસર(Jambusar) નગર પાલિકાનું ઓપરેશન ડિમોલિશન(demolition) સતત બીજા દિવસે પણ ચાલુ રહ્યું હતું.આજે પણ જંબુસરમાં  દબાણ હટાવવાની કામગીરી યથાવત રહી હતી. જંબુસર શહેરમાં ડાભા ચોકડીથી એસ.ટી.ડેપો સુધીના વિસ્તારમાં દબાણો દુર કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.જંબુસર નગરપાલિકા મુખ્ય અધિકારી દ્વારા નગરમાં જાહેર માર્ગ ઉપરના દબાણો દુર કરવાઝુંબેશ શરૂ કરાઈ છે. ગઈકાલે પાલિકા દવારા દબાણ દૂર કરવાની શરૂઆત સાથે લોકોએ સ્વૈચ્છીક દબાણ દૂર કરી દીધા હતા.આજે જાહેર રસ્તા ઉપર રહેલ કેબિનો દૂર કરી તેમજ જાહેર રસ્તા ઉપર કરેલ બાંધકામ જે.સી.બી. થી તોડી દૂર કરવામાં આવ્યું હતું. કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે દબાણો દૂર કરાયા હતા.

Published On - 5:50 pm, Tue, 8 February 22

Next Article