ભરૂચ(Bharuch)માં પ્રતિષ્ઠિત કંપનીના 1 લાખનો પગારદાર મેનેજરે(Manager) પ્રતિષ્ઠિત નોકરી છોડી વિદેશ જવાની ધેલછામાં જવેલર્સની દુકાન(Jewellery Shop)માં લૂંટ(Robbery)નો પ્લાન ઘડતો હોવાની ચોંકાવનારી ઘટના સામે આવી છે. રાતોરાત પૈસા એકઠા કરી વિદેશ પલાયન થઇ જવાના પ્લાન ઉપર પોલીસે(Bharuch Police)પાણી ફેરવી દીધું હતું અને મેનેજરે બે સાગરીતો સાથે જેલના સળિયા ગણવાનો વારો આવ્યો છે.
ગુરુવારે ભરૂચ શહેરના ઝાડેશ્વર રોડ ઉપર આવેલા શ્રીનિકેતન કોમ્પ્લેક્ષમાં સુંદરમ જવેલર્સ(Sundaram Jewellers)ની દુકાનમાં લૂંટનો નિષ્ણફળ પ્રયાસ થયો હતો. ભરૂચના ઝાડેશ્વર રોડ પર શ્રી નિકેતન પ્લાઝા શોપિંગ સેન્ટરમાં સ્થિત સુંદરમ જ્વેલર્સના માલિકનું મોઢું દબાવી લૂંટનો પિસ્તોલ સાથે 3 લૂંટારુઓએ પ્રયાસ કર્યો હતો. જોકે જવેલર્સે બુમરાણ મચાવતા લૂંટારુ નાસી છૂટ્યા હતા.
સવારે જ ભરચક ઝાડેશ્વર રોડ ઉપર લૂંટના પ્રયાસને લઈ ખળભળાટ મચી ગયો હતો.સવારે 9.30 કલાકમાં 3 લૂંટારુઓ ગ્રાહકના સ્વાંગમાં આવ્યા હતા. જવેલર્સ દુકાન ખોલી શાંતિથી ખુરશી ઉપર પગ ઉપર પગ ચઢાવી આરામથી બેઠો હતો. અચાનક બાદ એક હાથમાં થેલી મોઢા ઉપર માસ્ક, જેકેટ, સ્વેટર, ટોપી પહેરીને 3 લૂંટારું દુકાનમાં પ્રવેશ કરતા જવેલર્સ ખુરશી ઉપરથી ઉભો થયો તુરંત હુમલો થયોહતો. જવેલર્સ ટેબલ ઉપર મુકેલો પોતાનો મોબાઈલ પકડી ચેક કરવા જતાં તરત જ એક લૂંટારુંએ પાછળથી ઉભા થઇ જવેલર્સનું મોઢું દબાવવાનો પ્રયાસ કર્યો હતો. અન્ય બે એ હાથમાં પિસ્તોલ જેવું હથિયાર બહાર કાઢ્યું હતું. જવેલર્સ નું મોઢું દબાવી તેને ટેબલ ઉપર સુવાડી દેવાના પ્રયાસમાં જવેલર્સે પ્રતિકાર કરી બુમરાણ મચાવતા ત્રણેય લૂંટારું પકડાઈ જવાના ભયથી શો રૂમમાંથી બહાર નાસી ગયા હતા. જેની પાછળ જવેલર્સ પણ દોડ્યો હતો.
ઝાડેશ્વર રોડ ઉપર બહાર શોપિંગ સેન્ટરમાં જવેલર્સની બુમરાણ અને 3 આરોપીની નાસભાગ વચ્ચે જોતજોતામાં ટોળે ટોળા ભેગા થઈ ગયા હતા. સ્થળ ઉપર તત્કાલિક પોલીસે આવી જઇ આ ત્રણ લૂંટારુંઓ પૈકીના એક લૂંટારુંને પોલીસે તુલસીધામ નજીક ભીડમાંથી ઝડપી લઈ તેની પૂછપરછ હાથ ધરી હતી. જોકે લૂંટના આ પ્રયાસની તમામ ગતિવિધિઓ CCTV કેમેરામાં કેદ થઈ ગઈ હતી. ભરૂચ પોલીસે લૂંટારુઓને ઝડપી પાડવા તપાસ હાથ ધરી છે. લૂંટારૃઓના એકબીજા સાથેના સંપર્ક કરવાના પ્રયાસ અને નાકાબંધીના પગલે અન્ય બે લૂંટારુઓ પણ ઝડપાઇ ગયા હતા.
ગુનાનો માસ્ટર માઇસ અમનકુમારસિંગ કૌશલ કિશોર સીંગ રાજપૂત હતો. મૂળ બિહારનો અને વર્ષ 2015 થી ભરૂચ જિલ્લામાં રહેતો અશક્ષ અલગ અલગ કંપનીમાં મેનેજર પડે ફરજ બજાવી ચુક્યો છે. 31 વર્ષનો અમનકુમારસિંગ કૌશલ કિશોર સીંગ રાજપૂત વિદેશમાં કોઈ કંપનીમાં તેની નોકરી માટે પ્રયાસ કરી રહ્યો હતો. દહેજની બિરલા ગ્રાસીમ કંપનીમાંથી વર્ષ 2021 માં મેનેજર પદેથી રાજીનામુ આપી દીધું હતું. રૂપિયા 90 હજાર થી 1 લાખની નોકરી આ યુવાને છોડી દીધી હતી. તે કંપનીમાં નોટિસ પિરિયડ ઉપર હતો અને વિદેશ જવા પ્રયત્નો કરી રહ્યો હતો.
ગણતરીઓ ખોટી પડતા અમનકુમારસિંગ કૌશલ કિશોર સીંગ રાજપૂતજોકે લોકડાઉનના લીધે વિદેશ જઈ શક્યો ન હતો. તે આર્થિક ભીંસમાં આવી જવા સાથે વિદેશ જવા માટે મૂડી ભેગી કરવા માટે લૂંટનો પ્લાન ઘડી કાઢ્યો હતો. બિહારથી બે સાગરીતો 21 વર્ષીય ચંદનકુમાર સુભાષ કુશવાહ અને મુકેશ કુમાર સોનીને બોલાવી વડદલા ગામે રૂમ ભાડે અપાવી હતી. લૂંટ માટે ભરૂચના ભોલાવ સ્થિત એસ.ટી. ડેપો પાસેથી અપાચી બાઇક ચોરી કરી હતી. જે બાદ ચાઈનીઝ બનાવટની બનાવતી પિસ્તોલ, ચપ્પુના જોરે ગુરુવારે લૂંટ કરવા ત્રણેય ઝાડેશ્વર સુંદરમ જવેલર્સને ત્યાં ગયા હતા. જોકે હાજર કર્મચારીની સમયસૂચકતા અને બહાદુરીના કારણે લૂંટનો ખેલ ઊંધો પડ્યો હતો. ત્રણેયને ભાગવાનો વારો આવ્યો હતો.
ઘટનામાં બે જાગૃત લોકોની સતર્કતા અને સી ડિવિઝન પોલીસ, ડી સ્ટાફ સહિતની સમયસૂચકતાથી એક આરોપી સ્થળ નજીકથી જ્યારે એક અંકલેશ્વર રેલવે સ્ટેશન અને ત્રીજો ભરૂચની શ્રવણ ચોકડીથી માત્ર પોણા બે કલાકમાં ઝડપાઇ ગયો હતો. ભરૂચ જિલ્લા પોલીસની આ કામગીરીની ગુહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ પણ સરાહના કરી છે.
ભરૂચના ઝાડેશ્વરમાં જ્વેલર્સની દુકાનમાં સોના-ચાંદીના ઘરેણાંની લૂંટનો પ્રયાસ કરવામાં આવ્યો, ત્યારે આ બનાવના બે કલાકની અંદર જ ભરૂચ પોલીસ દ્વારા ટેકનિકલ સર્વેલન્સ, હ્યુમન ઇન્ટિલિજેન્સ અને ટીમ વર્કની મદદથી આરોપીઓને ઝડપી પાડયા. આવા દુષ્કૃત્યોને જરા પણ ચલાવી લેવાશે નહીં.
— Harsh Sanghavi (@sanghaviharsh) January 27, 2022
આ અંગે ભરૂચ જિલ્લા ASP વિકાસ સુંડાએ પત્રકાર પરિષદ યોજી સી ડિવિઝન સહિત જિલ્લા પોલીસ અને 2 જાગૃત લોકોની કામગીરીને બિરદાવી છે. જેમાં બન્ને જાગૃત નાગરિકનું સન્માન કરવાનું ભરૂચ જિલ્લા પોલીસ વડા SP રાજેન્દ્રસિંહ ચુડાસમા એ જાહેરાત કરી છે.ત્રણેય આરોપીઓની ધરપકડ સાથે તેમની પાસેથી 3 મોબાઈલ, ચોરીની બાઇક, ચપ્પુ અને ચાઈનીઝ પિસ્તોલ કબ્જે કરાઈ છે.
આ પણ વાંચો : ગાંધીનગર મહાનગર પાલિકામાં સફાઈ કર્મચારીઓનું આંદોલન, 400થી વધુ કર્મચારીઓએ અર્ધનગ્ન અવસ્થામાં વિરોધ નોંધાવ્યો