Bharuch : તોફાને ચડેલા કપિરાજે 15 લોકોને ઘાયલ કર્યા, આખરે વનવિભાગે પાંજરામાં કેદ કર્યા

|

Mar 30, 2022 | 7:40 AM

એનટીપીસી ટાઉનશીપ અને આસપાસના વિસ્તારમાં છેલ્લા ઘણા દિવસથી આતંક મચાવી 15 જેટલા કોલોનીના લોકોને ઘાયલ કરનાર કપિરાજને પાંજરે પુરવા વન વિભાગને જાણ કરવામાં આવી હતી.

Bharuch : તોફાને ચડેલા કપિરાજે 15 લોકોને ઘાયલ કર્યા, આખરે વનવિભાગે પાંજરામાં કેદ કર્યા
કપિરાજે સ્થાનિક વિસ્તારમાં ભારે આતંક મચાવ્યો હતો

Follow us on

ભરૂચના ઝનોર સ્થિત NTPC કોલોનીમાં આફત બનેલા કપિરાજ(Monkey )ને વનવિભાગે (Forest Department)પાંજરે પૂર્વની ફરજ પડી છે. આ કપિરાજ છેલ્લા ઘણા સમયથી સ્થનિક રહેવાસીઓ અને રાહદારીઓ ઉપર હુમલા કરવા લાગ્યા હતા. વાત એ હદે વણસી હતી કે કેટલાક લોકો વાનર ના હુમલાના કારણે તબીબી સારવાર લેવી પડે તે હદે ઈજાગ્રસ્ત થયા હતા. આખરે કંટાળેલા સ્થાનિકોએ વનવિભાગને ફરિયાદ કરતા પાંજરા ગોઠવવામાં આવ્યા હતા. આજે આ હુમલાખોર વાનર પાંજરે પુરાતા સ્થાનિકો અને વનવિભાગે રાહતનો દમ લીધો હતો.ઘટતા જંગલો અને વનરાજીના કારણે માનવ વસ્તીમાં દીપડા, મગર તેમજ અન્ય વન્ય પ્રાણીઓ ખોરાક-પાણીની શોધમાં વનની આસપાસના વિસ્તારોમાં આવી ચઢે છે.

લીલી વનરાજી અને નજીકમાં નદી કિનારો પશુઓ માટે આકર્ષણનું કેન્દ્ર બની જાય છે. હરિયાળી ટાઉનશીપ જોઈ એક કપિરાજ ટાઉનશીપ કે અંદર આવી ચઢ્યો હતો. પ્રારંભે આકર્ષણનું કેન્દ્ર બનેલ આ પ્રાણી બાદમાં આફત બન્યો હતો.

ભરૂચના નેશનલ હાઇવે 48 નજીક આવેલા ઝનોર ગામ સ્થિત NTPC કંપનીની કોલોનીમાં પણ કપિરાજનો મુકામ લોકો માટે આફત બની ગયો હતો. ટાઉનશીપમાં ફુલઝાડ, વૃક્ષો અને હરિયાળીને લઈ વાનરને મનપસંદ સ્થળ મળી ગયું હતું. જોકે બાદમાં આ ટાઉનશીપમાં રહેતા લોકો ઉપર વાનરે હુમલા કરવાનું શરૂ કર્યું હતું. આ વાનરે લોકોને ઇજા પોહચડવાનું અને બચકાં ભરવાના શરૂ કરતાં ટાઉનશીપના રહીશોમાં ભય વ્યાપી ગયો હતો.

SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો
શું મગફળી ખાવાથી વજન વધે છે? જાણો એક્સપર્ટ શું કહે છે
આજનું રાશિફળ તારીખ : 05-05-2024

એનટીપીસી ટાઉનશીપ અને આસપાસના વિસ્તારમાં છેલ્લા ઘણા દિવસથી આતંક મચાવી 15 જેટલા કોલોનીના લોકોને ઘાયલ કરનાર કપિરાજને પાંજરે પુરવા વન વિભાગને જાણ કરવામાં આવી હતી. ઝનોર ખાતે એન.ટી.પી.સી. કંપનીની ટાઉનશીપ આવેલી છે. નદી કિનારો અને ટાઉનશીપમાં લીલાછમ વૃક્ષોની હરિયાળીને લઈ છેલ્લા કેટલાક દિવસથી એક કપિરાજ ઘુસી આવ્યો હતો. જેને પકડવા હવે વન વિભાગે કવાયત હાથ ધરી હતી.

કપિરાજે ટાઉનશીપમાં આતંક મચાવી 15 જેટલા લોકોને ઘાયલ કરી દેતા લોકોમાં ભારે ભય ફેલાયો હતો. આતંક મચાવતા કપિરાજને પકડવા વન વિભાગને જાણ કરાતા પાંજરું મુકાયું હતું. મંગળવારે વન વિભાગ અને નેચર પ્રોટેક્શન ટ્રસ્ટ દ્વારા કપિરાજને પાંજરે પુરવામાં આવતા લોકોએ હાશકારો અનુભવ્યો હતો. પાંજરે પુરાયેલા કપિરાજને જોવા લોકોના ટોળે ટોળા ભેગા થઈ ગયા હતા.સ્થાનિકોએ હાશકારો અનુભવ્યો હતો કે ટાઉનશીપમાં આવી ચઢેલો વાનર ફરી તેના કુદરતી નિવાસ સ્થાન ભેગો થઈ જશે.

 

આ પણ વાંચો : Gujarat Assembly Election 2022: કોંગ્રેસને વધુ એક ઝટકો લાગવાની તૈયારી, ખેડબ્રહ્માના ધારાસભ્ય અશ્વિન કોટવાલ પંજો છોડી કમળ પકડી શકે છે

આ પણ વાંચો : Ahmedabad : ઓઢવના વિરાટનગરની દિવ્યપ્રભા સોસાયટીમાં એક જ પરિવારના ચાર સભ્યોના મૃતદેહ મળી આવ્યા

Next Article