ભરૂચ વહેલી સવારે ગાઢ ધુમ્મ્સ તળે ઢંકાયું, વિઝિબ્લિટીમાં ઘટાડો થવાથી વાહનવ્યવહાર પ્રભાવિત, જુઓ વિડીયો

|

Apr 19, 2022 | 8:17 AM

ખેડૂતોમાં ધુમ્મ્સને લઇ ચિંતિત થયા છે. ધુમ્મ્સના કારણે આંબાવાડીના મલિક નિરાશ છે. આબમાં ઝાકળના કારણે ફુગજન્ય રોગના કારણે મોર ખરી જવાનો ભય રહેતો હોવાનું ખેતી નિષ્ણાંત નિર્મલસિંહ યાદવ જણાવી રહ્યા છે.

ભરૂચ વહેલી સવારે ગાઢ ધુમ્મ્સ તળે ઢંકાયું, વિઝિબ્લિટીમાં ઘટાડો થવાથી વાહનવ્યવહાર પ્રભાવિત, જુઓ વિડીયો
ભરૂચમાં ગાઢ ધુમ્મ્સ છવાયું

Follow us on

ભરૂચ(Bharuch)માં આજે વહેલી સવારથીવાતાવરણમા ધુમ્મ્સ(Fog)થી ચાદર છવાયેલી જોવા મળી હતી. ગુલાબી ઠંડક વચ્ચે વાતાવરણમાં છવાયેલા ધુમ્મ્સના કારણે વિઝિબ્લિટીમાં ઘટાડો(low visibility) થયો હતો. વાહન વ્યવહાર(Transportation)ને પણ અસર પહોંચી હતી.આજે સૂર્યોદય સાથે ભરૂચમાં વાતાવરણમાં ઘુમ્મ્સનું સફેદ આવરણ નજરે પડ્યું હતું. ભરૂચમાં એક તરફ ધુમ્મ્સના કારણે નયનરમ્ય દ્રશ્યો જોવા મળ્યા તો સાથે કેટલીક સમસ્યાઓ પણ નજરે પડી હતી. વાહનવ્યવહાર ધીમો પડ્યો હતો. ભરૂચ જિલ્લામાંથી પસાર થતા નેશનલ હાઇવે 48 અને દહેજ હાઇવે ઉપ્પર વાહન વ્યવહાર ધીમો પડ્યો હતો. સદનશીબે વિઝિબ્લિટી ઘટવાના કારણે જિલ્લામાં માર્ગ અકસ્માતની કોઈ ઘટના સામે આવી નથી.

આંબાવાડીના મલિક ચિંતાતુર

ખેડૂતોમાં ધુમ્મ્સને લઇ ચિંતિત થયા છે. ધુમ્મ્સના કારણે આંબાવાડીના મલિક નિરાશ છે. આબમાં ઝાકળના કારણે ફુગજન્ય રોગના કારણે મોર ખરી જવાનો ભય રહેતો હોવાનું ખેતી નિષ્ણાંત નિર્મલસિંહ યાદવ જણાવી રહ્યા છે. ચાલુ મહિનામાં ઝાકળનું પ્રમાણ વધુ રહેવાથી કેરીના પાકને માઠી અસર પડી રહી છે.આજ સ્થિતિ રહી તો હજુ એક મહિના સુધી કેરીની મીઠાશ માનવ માટે રાહ જોઈ પડશે તેવી ચિંતા ખેતી નિષ્ણાંત દ્વારા વ્યક્ત કરવામાં આવી રહી છે.

અદાણી લાંચ કેસમાં માત્ર કાકા-ભત્રીજા જ નહીં, આ 7 લોકો પણ ફસાયા
'કાચા બદામ ગર્લ' અંજલિ અરોરા માટે દિવાળી હતી પીડાદાયક, ખુદ જણાવી ઘટના
IPL Mega Auction : આ ટીમ રૂપિયા ખર્ચવામાં નંબર-1
IPL 2025 Auction : જાણો ક્યાં મફતમાં ઓક્શન લાઈવ જોઈ શકાશે
કાજોલે આ કારણથી શાહરૂખ ખાનની ફિલ્મ કરી હતી રિજેક્ટ, બાદમાં એશ્વર્યાને મળ્યો રોલ
સૌથી સસ્તી Tata Car ની કાર કેટલાની આવે ? જાણો તેની કિંમત

વાહનવ્યવહાર પ્રભાવિત થયો

વાહનવ્યવહાર ઉપરાંત રેલ વ્યવહારને પણ સામાન્ય અસર પહોંચી હતી. ધુમ્મ્સના કારણે વાહનચાલકોને સમસ્યાઓનો સામનો કરવો પડ્યો હતો જોકે સમય વીતતા સૂર્યનારાયણ જેમ જેમ ઉપર ચઢતા ગયા તેમતેમ ધુમ્મ્સની અસર ઓછી થવા સાથે સ્થિતિ સામાન્ય થવા તરફ આગળ વધી હતી.

આ પણ વાંચો : BHARUCH : SP ડો. લીના પાટીલના રાજમાં બુટલેગરોમાં ફફડાટ,અંકલેશ્વરમાં દારૂ ભરેલો ટેમ્પો ડિલિવરી કરી ન શકતા બિનવારસી છોડી ફરાર થયા

વધુ સમાચાર વાંચવા માટે અમારી ટ્વીટર કોમ્યુનિટીમાં જોડાવા અહીં ક્લિક કરો

Published On - 8:14 am, Tue, 19 April 22

Next Article