ગુજરાત સહીત દેશમાં કોરોનની ત્રીજી લહેર દસ્તક આપી રહી છે. ઓમિકરોનના કેસ પણ ચિંતાજનક સ્તરે વધી રહ્યા છે ત્યારે ફરી આયોગ્યતંત્ર સાબદું બન્યું છે. કોરોના નિયંત્રણ માટે કડક પગલાં અમલી બનાવાઈ રહ્યા છે તે વચ્ચે ભરૂચમાં સરકારી હોસ્પિટલમાં કોરોનને આમંત્રણના દ્રશ્યો સામે આવ્યા છે.
ભરૂચની સિવિલ હોસ્પિટલમાં અલગ અલગ તકલીફોના ઈલાજ માટે આવેલા દર્દીઓની કતાર અને ભીડ જોવા મળી હતી. સિવિલ હોસ્પિટલમાં ગણતરી ના લોકોને પ્રવેશ આપવામાં વતા ઘણા લોકો ભાર લાંબી કતારમાં ઉભા રહી પોતાનો વારો આવવાનો ઇંતેજાર કરતા નજરે પડ્યા હતા.
સિવિલ હોસ્પિટલમાં તમામ દર્દીઓ એકજ કતારમાં હતા. આ કતારમાં સગર્ભા મહિલાઓથી લઈ બાળકો અને વૃદ્ધો તેમજ અલગ – અલગ બીમારીઓના દર્દીઓ એકજ કતારમાં ઉભેલા નજરે પડયા હતા. દર્દીઓની સ્થિતિ જોતા સંક્રમને આમંત્રણ અપાતું હોય તેમ લાગી રહ્યું હતું.
હોસ્પિટલમાં સારવાર માટે પહોંચેલા દર્દીઓ એક થી દોઢ કલાલ પોતાનો હોસ્પિટલ બિલ્ડિંગમાં પ્રવેશ માટે વારો આવવાના ઈન્તેજારમાં ઉભા રહ્યા હતા. અશક્ત દર્દીઓ આ પ્રકારની મુશ્કેલીઓ માટે તંત્ર સામે નારાજગી વ્યક્ત કરી હતી તો એકસાથે તમામ દર્દીઓને એકજ કતારમાં ઉભા રાખવાથી તેમણે સંક્રમણનો ભય વ્યક્ત કર્યો હતો.
આ પણ વાંચો : કેવી રીતે સૌ ભણે, સૌ આગળ વધે? ગુજરાતના આ ગામમાં વાલીઓએ બાળકોને શાળામાં મોકલવાનું જ બંધ કર્યું, જાણો કારણ
આ પણ વાંચો : 15થી 18 વર્ષના બાળકોના વેક્સિનેશનનો મુખ્યમંત્રીએ કરાવ્યો પ્રારંભ, જાણો રસીકરણ માટેની આ મહત્વની સૂચનાઓ