બ્રેકિંગ ન્યૂઝ : પીરિયડ્સના દુખાવામાં ‘મેફ્ટાલ સ્પાસ’દવા લેનારી મહિલાઓ સાવધાન ? સરકારે આપી ચેતવણી

|

Dec 09, 2023 | 2:56 PM

ભારતીય ફાર્માકોપિયા કમિશને તાજેતરમાં લોકોને સાવધાન કરતી જાહેર નોટિસ બહાર પાડી છે. IPC મુજબ પેટના દુખાવાથી સાંધાના દુખાવાથી તાત્કાલિક રાહત મેળવવા માટે મેફ્ટલનું સૌથી વધુ સેવન કરવામાં આવે છે. જો કે તેના સેવનથી તમને ઘણા ગંભીર નુકસાન થઈ શકે છે.

બ્રેકિંગ ન્યૂઝ : પીરિયડ્સના દુખાવામાં ‘મેફ્ટાલ સ્પાસ’દવા લેનારી મહિલાઓ સાવધાન ? સરકારે આપી ચેતવણી

Follow us on

મહિલાઓને પીરિયડ્સ દરમિયાન શરીરમાં દુખાવો રહેતો હોય છે. જેમાંથી રાહત મેળવવા તે દવા લેતી હોય છે. ખાસ કરીને મહિલાઓ ‘મેફ્ટલ સ્પાસ’ નામની મહિલાનું સેવન કરતી હોય છે. મોટાભાગના ઘરોમાં આ દવા જોવા મળતી જ હોય છે. જો કે તાજેતરમાં જ પેઈન રિલીવર મેફ્ટલને લઈને એક ચિંતાજનક સમાચાર સામે આવ્યા છે. ભારતીય ફાર્માકોપિયા કમિશને આ દવાને લઈને ચેતવણી જાહેર કરી છે.

અન્ય દુખાવામાં પણ લોકો લે છે આ દવા

આ આ દવાનો ઉપયોગ મહીલાઓ પીરિયડ્સમાં તો કરે જ છે. સાથે સંધિવા, હાડકાના રોગ, હળવાથી મધ્યમ દુખાવો, સોજો, તાવ અને દાંતના દુઃખાવાની સારવારમાં પણ થાય છે. જો કે હવે પેઈન રિલીવર મેફ્ટાલ સ્પાસને લઈને એક ચિંતાજનક સમાચાર સામે આવ્યા છે. ભારતીય ફાર્માકોપિયા કમિશને આ દવાને લઈને એલર્ટ જાહેર કર્યું છે.

લોકોને સાવધાન કરતી નોટિસ જાહેર

ભારતીય ફાર્માકોપિયા કમિશન દ્વારા તાજેતરમાં લોકોને સાવધાન કરતી એક જાહેર નોટિસ બહાર પાડવામાં આવી છે. IPCની આ નોટિસમુજબ પેટના દુખાવાથી સાંધાના દુખાવાથી તાત્કાલિક રાહત મેળવવા માટે મેફ્ટલનું સૌથી વધુ સેવન કરવામાં આવે છે. જો કે તેના સેવનથી તમને ઘણા ગંભીર નુકસાન થઈ શકે છે. આ દવામાં Mefanamic acid નામનું મીઠું હોય છે, જેની શરીરમાં ખતરનાક આડઅસર થઈ શકે છે. આ મીઠાના કારણે DRESS Syndromeનું જોખમ રહેલું છે.

આજનું રાશિફળ તારીખ : 22-12-2024
નવા વર્ષમાં મુકેશ અંબાણીના Jio એ યુઝર્સને આપી ભેટ, 20GB ઇન્ટરનેટ મળશે ફ્રી
સારા તેંડુલકરે લિઝાર્ડ આઈલેન્ડથી શેર કરી સિઝલિંગ તસવીરો, જુઓ
ગુજરાતના જામનગરમાં આ સ્થળો પર ફરવા જાય છે અમીર લોકો, જાણો નામ
Narsingh Mantra : આ એક મંત્રથી ભૂત પ્રેત ભાગી જશે, દેવરાહા બાબા એ જણાવ્યો
Jaggery Tea : શિયાળામાં ગોળ વાળી ચા પીવાના અનેક ફાયદા ? જાણો બનાવવાની રીત

IPC એટલે કે ભારતીય ફાર્માકોપિયા કમિશને તેની નોટિસમાં જણાવ્યું છે કે જો તમે મેફ્ટલ લીધા પછી કોઈપણ પ્રકારની સમસ્યાનો સામનો કરી રહ્યા છો, તો વધુ વિલંબ કર્યા વિના તરત જ IPC વેબસાઇટ – http://www.ipc.gov.in પર જાઓ. કૃપા કરીને આ વિશે જાણ કરો. એવું જરૂરી નથી કે આ રિએક્શન દરેક લોકોને થાય. જો કે દર એક હજાર લોકોમાંથી 5 લોકોને આ દવા લીધા પછી ગંભીર સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે.

DRESS Syndrome શું છે?

DRESS સિન્ડ્રોમનું પૂરું નામ ડ્રગ રેશ વિથ ઇઓસિનોફિલિયા અને સિસ્ટેમિક સિમ્પ્ટમ્સ સિન્ડ્રોમ છે. સામાન્ય ભાષામાં સમજીએ તો એક પ્રકારની એલર્જી છે, જે કોઈ ચોક્કસ દવા ખાધા પછી થાય છે, તે દવા સાથે પ્રતિક્રિયા કરતી રોગપ્રતિકારક શક્તિને કારણે થાય છે. જેને કારણે અતિસંવેદનશીલતા પ્રતિક્રિયા થાય છે, તે તમારી ત્વચા અને શરીરના અન્ય ભાગોને અસર કરી શકે છે. સાથે જ જો તેની સમયસર સારવાર ન કરવામાં આવે તો તે જીવલેણ પણ બની શકે છે.

IPCના જણાવ્યા પ્રમાણે જો મેફ્ટલનું સેવન કર્યા પછી તમને તાવ આવવો, ત્વચા પર નિશાન, શરીરના કોઈપણ ભાગ પર કોઈ કારણ વગર સોજો વગેરે જેવા લક્ષણો દેખાય છે, તો તમારે તરત જ સતર્ક રહેવાની જરૂર છે, અને તેના સેવનથી પણ ઘટાડો થાય છે. પેટમાં પ્રવાહીતા પણ ઘટી જાય છે, જેના કારણે પેટમાં અલ્સર કે એસિડિટીનું જોખમ પણ વધી જાય છે. આ સિવાય કેટલાક લોકોને શ્વાસ લેવામાં તકલીફ થઈ શકે છે અને લાંબા સમય સુધી ઉપયોગથી કિડનીને નુકસાન થવાનું જોખમ પણ રહે છે.

દેશભરના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Published On - 2:34 pm, Sat, 9 December 23

Next Article