અમદાવાદ શહેરની સુંદરતામાં થશે વધારો, બોપલમાં આકાર પામ્યો ઇકોલોજી પાર્ક

|

Oct 26, 2021 | 4:24 PM

બોપલમાં તૈયાર કરવામાં આવેલા ઇકોલોજી પાર્કમાં અંદાજીત 8215 ચો.મી. વિસ્તારમાં 150થી વધુ પ્રકારના 1200થી વધુ વૃક્ષો ઉગાડવામાં આવશે. જેમાં સિઝનેબલ ફૂલ-છોડનો અહીં ઉછેર કરવામાં આવશે.

અમદાવાદ શહેરની સુંદરતામાં થશે વધારો, બોપલમાં આકાર પામ્યો ઇકોલોજી પાર્ક
Beauty of Ahmedabad city will increase Ecology Park has taken shape in Bopal

Follow us on

અમદાવાદ(Ahmedabad)શહેરની સુંદરતામાં(Beauty)વધારો કરવા અને પર્યાવરણની જાળવણી સાથે ગ્રીન સ્પેશ વધારવા માટે કોર્પોરેશન તંત્ર કાર્યરત છે. જે અંતર્ગત હાલ નવા પશ્ચિમ ઝોન વિસ્તારના બોપલમાં(Bopal)કોપોરેશને 5. 5 કરોડના ખર્ચે ઇકોલોજી પાર્ક(Ecology Park)બનાવ્યો  છે. આ સ્થળે એક સમયે કચરાના ડુંગરો જોવા મળતા હતા ત્યાં અત્યારે સુંદર ઇકોલોજી પાર્ક આકાર પામ્યો છે.

જેમાં બોપલમાં તૈયાર કરવામાં આવેલા ઇકોલોજી પાર્કમાં અંદાજીત 8215 ચો.મી. વિસ્તારમાં 150થી વધુ પ્રકારના 1200થી વધુ વૃક્ષો ઉગાડવામાં આવશે. જેમાં સિઝનેબલ ફૂલ-છોડનો અહીં ઉછેર કરવામાં આવશે. બાળકોને રમવા માટેનું મેદાન અને વિશાળ તળાવ બનાવાયા છે. તેમજ કસરત માટે ઓપન જિમની પણ  સુવિધા ઊભી કરવામાં આવશે.

Navratri: નવરાત્રી દરમિયાન ભૂલથી પણ આ વસ્તુઓ ન ખરીદો, તમારા જીવનમાં ગરીબી છવાઈ જશે!
તુલસીના છોડમાં કીડીઓનું નીકળવું કઈ વાતનો આપે છે સંકેત?
ચૈત્ર નવરાત્રી આજથી શરૂ ! આ 5 રાશિઓનું ભાગ્ય ચમકી ઉઠશે
Plant in pot : ઘરે જ તૈયાર કરો જૈવિક ખાતર, આ રહી સાચી અને સરળ રીત
આજનું રાશિફળ તારીખ : 30-03-2025
શુભમન ગિલે IPLમાં નવો રેકોર્ડ બનાવ્યો

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને સાડા પાંચ કરોડના ખર્ચે ઈકોલોજી પાર્ક તૈયાર કર્યો છે. એક તબક્કે અહીં 3 લાખ ટન કચરો ભેગો થયો હતો અને લોકો અહિયાંથી પસાર થવાનું પણ પસંદ પણ નહોતા કરતાં. પરંતુ જે રીતે અમદાવાદ શહેર વિકાસ પામી રહ્યું છે તે જોતાં
બોપલ લેન્ડ ફીલ સાઈટ પર શહેરી વન ઊભું કરવાના ઉદ્દેશ સાથે મ્યુનિ. દ્વારા ઈકોલોજી પાર્ક તૈયાર કરવા નિર્ણય કર્યો હતો. કોર્પોરેશને છ માસમાં આ સ્થળની કાયાપલટ કરી છે.

અમદાવાદ કોર્પોરેશનાના  સૂત્રોના જણાવ્યા મુજબ સ્માર્ટ સિટીના ભાગરૂપે સમગ્ર પ્રોજેક્ટ હાથ ધરાયો હતો. પીરાણાની જેમ આ સાઈટ ઉપર પણ કચરાના ડુંગરો  જોવા મળતા હતા. તેમજ  બોપલ વિસ્તારમાં શહેરના અન્ય વિસ્તારોની સરખામણીએ પ્રદુષણ વધી રહ્યું હતું ત્યારે હવે ઈકોલોજી પાર્ક તૈયાર થવાના કારણે વાયુપ્રદુષણ પર રોક લાગશે. વર્ષ 2020માં યોજના ઘડાઈ હતી. જેમાં  2020માં બોપલ કોર્પોરેશનની  હદમાં ભળ્યા પછી 22 હજાર ચોરસમીટરની જગ્યામાં ઇકોલોજી પાર્ક તૈયાર કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો.

આ ઉપરાંત  શહેરમાં વધુ પાંચ સ્થળોએ  અર્બન ફોરેસ્ટ તૈયાર કરવા પ્લાનિંગ કરવામાં આવ્યું છે. જેને કારણે નવા સમાવિષ્ટ વિસ્તારોમાં વાયુ પ્રદુષણનું પ્રમાણ ઘટાડી શકાશે. પીરાણા ખાતે આવેલ ડમ્પ સાઈટ પર બાયોમાઈનીંગ બાદ ખુલ્લા થયેલ વિસ્તારમાં મોટી સંખ્યામાં વૃક્ષો રોપાય તે માટેનો પ્લાન તૈયાર કરવામાં આવ્યો છે.

આ પણ  વાંચો : ગુજરાતમાં બાળકોના રસીકરણ માટે આરોગ્ય વિભાગ સજ્જ, આવું છે સમગ્ર આયોજન

આ પણ વાંચો : RAJKOT : છેલ્લા એક અઠવાડિયામાં ડેન્ગ્યુના 50 કેસ નોંધાયા, કોર્પોરેશને 6 હજાર 907 ઘરમાં કરાવ્યું ફોગિંગ

Published On - 4:22 pm, Tue, 26 October 21