સોમ-મંગળવારે બેન્ક હડતાળ, ઇયર એન્ડમાં ચાર દિવસ બેન્કો બંધ રહેશે, વેપાર-ધંધાના ક્લોઝિંગ અને 20,000 કરોડના વ્યવહારો અટવાશે

|

Mar 24, 2022 | 11:03 AM

બેન્ક કર્મચારીઓના યુનિયને 28, 29 માર્ચે હડતાળની જાહેરાત કરી છે. આ પહેલાં શનિ, રવિની રજા આવશે અને ત્યાર બાદ સોમવાર અને મંગળવારે હડતાળના કારણે નાણાકીય વર્સષના અંતમાં ળંગ ચાર દિવસ બેન્કના કામકાજ બંધ રહેશે.

સોમ-મંગળવારે બેન્ક હડતાળ, ઇયર એન્ડમાં ચાર દિવસ બેન્કો બંધ રહેશે, વેપાર-ધંધાના ક્લોઝિંગ અને 20,000 કરોડના વ્યવહારો અટવાશે
symbolic photo

Follow us on

મહાગુજરાત બેંક એમ્પ્લોઇઝ એસોસિએશન (MGBEA) ના સભ્યોએ સરકારની જાહેર ક્ષેત્રની બેંકો (Bank) ની કથિત વિરોધી નીતિઓના વિરોધમાં દેશવ્યાપી હડતાળ (strike) ની જાહેરાત કરી હતી. બેંક કર્મચારીઓ (Employees) ના યુનિયને 28, 29 માર્ચે હડતાળની જાહેરાત કરી છે. આ પહેલાં શનિ, રવિની રજા આવશે અને ત્યાર બાદ સોમવાર અને મંગળવારે હડતાળના કારણે ચાર દિવસ સળંગ બેન્કના કામકાજ બંધ રહેશે. MGBEAના અંદાજ પ્રમાણે બેંકો બંધ થવાથી બે દિવસના સમયગાળામાં રૂ. 20,000 કરોડના વ્યવહારોને અસર થશે. નાણાકીય વર્ષ (Financial year) ના અંત 31 માર્ચ પહેલા બેંકો હડતાળના નિર્ણયથી વેપાર (Trade) અને ઉદ્યોગ (industry) સંસ્થાઓ નારાજ છે.

આ હડતાળમાં રાજ્યની 3665 નેશનલાઇઝ બેંકના 40 હજાર કર્મચારીઓ જોડાશે. કલેરિકલ કર્મચારીઓના યુનિયન ઓલ ઇન્ડિયા બેંક એમ્પ્લોઇઝ એસોસિએશને 28 -29 માર્ચના રોજ રાષ્ટ્રવ્યાપી બેન્ક હડતાળનું એલાન કર્યું છે.

યુનિયનની મુખ્ય માગણી છે કે, બેંકોનું ખાનગીકરણ બંધ કરવું, એનપીએમાં ગયેલી કંપનીઓની હેરકટ પોલિસી બંધ કરી તમામ રકમની રિકવરી, બેંક ડિપોઝિટ પર ઇન્ટરેસ્ટ રેટમાં વધારો કરવો, ગ્રાહકોને વધારાના ચાર્જ કરવાનું બંધ કરવું, નવી પેન્શન સ્કીમ બંધ કરવી, મુદત બાકી ધિરાણોની વસૂલી કરવી. અત્યાર સુધીમાં રૂ. 5.44 લાખ કરોડની એનપીએ થઈ છે.

શિયાળામાં સ્ટાર ફ્રુટ ખાવાથી થાય છે અઢળક લાભ
આજનું રાશિફળ તારીખ : 23-11-2024
યુદ્ધના ભણકારા વચ્ચે કિમ જોંગે મોકલ્યા સૈનિક, બદલામાં પુતિને આપી ખાસ 70 ભેટ, જુઓ
23 નવેમ્બર, કાલ ભૈરવ જયંતીના દિવસે કરો આ બે કામ, જીવનની નકારાત્મકતા થશે દૂર, ઈચ્છાઓ થશે પૂરી
અદિતિ મિસ્ત્રીની બહેન દિવ્યા મિસ્ત્રી પણ ખુબ હોટ છે, જુઓ ફોટો
Winter Tips : ધાબળામાં આવતી વાસ થશે છૂમંતર, અપનાવો આ ટિપ્સ

MGBEA ના જનરલ સેક્રેટરી જનક રાવલે એક મીડિયાને જણાવ્યું હતું કે, “જાહેર ક્ષેત્રની બેંકોના ખાનગીકરણ માટે સરકારની બિડ સામે અમારો વિરોધ ચાલુ રહેશે. પબ્લિક બેંકિંગ સિસ્ટમને મજબુત બનાવવાના પ્રયાસો કરવાને બદલે સરકાર જાહેર નાણાને ખાનગી હાથમાં મૂકી રહી છે. અમારા એસોસિએશન દ્વારા કરાયેલી અન્ય માંગણીઓમાં કોન્ટ્રાક્ટ કામદારોને કાયમી કરવા સામેલ છે.”

આ પણ વાંચોઃ કચ્છ : હવે BSF ના DG બોર્ડરની સમિક્ષા કરશે, ગુજરાતના 3 દિવસીય પ્રવાસનો કચ્છથી પ્રારંભ

આ પણ વાંચોઃ  Vadodara : ટ્રાન્સપોર્ટ ઓફિસમાંથી ગેરકાયદે 19 હજાર લીટર બાયોડીઝલનો જથ્થો ઝડપાયો

Next Article