Banaskantha: પાણી માટે ફરી થશે જળ આંદોલન, પાલનપુર તાલુકાના વિવિધ ગામમાં ખેડૂત આગેવાનોની ગુપ્ત બેઠક

|

Mar 22, 2022 | 1:12 PM

પાલનપુર તાલુકાનું મલાણા તળાવ ભરવા માટે ખેડૂતોએ માંગ કરી છે. દસ દિવસ અગાઉ પણ 5 હજાર જેટલા ખેડૂતોએ મલાણા તળાવ ભરવા માટે રેલી યોજી હતી. સરકારે ખેડૂતોનું ન સાંભળતા હવે મહિલા પશુપાલકો રોડ પર ઉતરશે.

3000 મહિલાઓ સાથે 25 તારીખે જળ માટે રેલી યોજાશે

બનાસકાંઠા (Banaskantha) પાણી માટે ફરી થશે જળ આંદોલન (Water agitation) ના મંડાણ થાયાં છે. પાલનપુર તાલુકાના વિવિધ ગામમાં ખેડૂત (farmer) આગેવાનોની ગુપ્ત બેઠક મળી છે. 3000 મહિલાઓ (Women) સાથે 25 તારીખે જળ માટે રેલી યોજાશે. પાલનપુર (Palanpur) તાલુકાનું મલાણા તળાવ ભરવા માટે ખેડૂતોએ માંગ કરી છે. દસ દિવસ અગાઉ પણ 5 હજાર જેટલા ખેડૂતોએ મલાણા તળાવ ભરવા માટે રેલી યોજી હતી. સરકારે ખેડૂતોનું ન સાંભળતા હવે મહિલા પશુપાલકો રોડ પર ઉતરશે.

બનાસકાંઠા જિલ્લામાં પાણીનો પ્રશ્ન સૌથી વિકટ બન્યો છે. વાત હોય કે પીવાના પાણી કે પછી સિંચાઈના પાણીના પ્રશ્નો દિન-પ્રતિદિન વિકરાળ સ્વરૂપ ધારણ કરી રહ્યા છે. વિશ્વ જળ દિવસે જિલ્લા કલેક્ટરે પણ લોકોને વરસાદી પાણીનો સંગ્રહ તેમજ સિંચાઈના પાણીના વિવેકપૂર્ણ ઉપયોગ કરી પાણીની બચત કરવા માટે અપીલ કરી છે.

સતત બે દિવસથી ઓછા વરસાદના કારણે બનાસકાંઠા જિલ્લામાં પાણી યક્ષ પ્રશ્ન બન્યો છે. ભુગર્ભ જળ ઉંડા જઈ રહ્યા છે. જ્યારે નદી ડેમ અને તળાવ ખાલીખમ છે. પીવાના પાણીથી લઇ સિંચાઇના પાણી માટે આ વિસ્તારના ખેડૂતો મુશ્કેલી અનુભવી રહ્યા છે. જે મામલે આજે નર્મદાનાં નીરને બનાસકાંઠાના તળાવો ડેમ તેમજ નદીઓથી જોડવા માટે ખેડૂતોએ કોંગ્રેસના ધારાસભ્યો સાથે થોડા દિવસ પહેલાં મૌન રેલી યોજી કલેકટરને આવેદનપત્ર આપ્યુ હતું. જેમાં ખેડૂતોએ માંગ કરી કે સરકાર બનાસકાંઠાના ખેડૂતોને પાણીની સમસ્યાથી બહાર લાવવા માટે પગલાં લેવામાં આવે.

આ પણ વાંચોઃ કચ્છ: વાગડમાં રાપર નજીક ભૂકંપનો આંચકો નોંધાયો, રિક્ટર સ્કેલ પર 3.2 ની તીવ્રતા નોંધાઈ

આ પણ વાંચોઃ દેશના કુલ 128 મહાનુભાવોને રાષ્ટ્રપતિના હસ્તે પદ્મ એવોર્ડથી સન્માન, ગુજરાતના આ મહાનુભાવોનો સમાવેશ

Next Video