અનોખું સન્માન: ગ્રામ પંચાયત ચૂંટણીમાં હારેલા 21 વર્ષીય યુવાનને ગામલોકોએ આપ્યા 10 લાખ રૂપિયા, જાણો વધુ

|

Dec 25, 2021 | 1:26 PM

સરહદી વિસ્તારમાં હારેલા ઉમેદવાર અલ્પેશ ચૌધરીનું દસ લાખ આપીને કરવામાં આવેલું અનોખું સન્માન સમગ્ર ઉત્તર ગુજરાતમાં ચર્ચાનું કારણ બન્યું છે. ચાલો જાણીએ વિગત.

અનોખું સન્માન: ગ્રામ પંચાયત ચૂંટણીમાં હારેલા 21 વર્ષીય યુવાનને ગામલોકોએ આપ્યા 10 લાખ રૂપિયા, જાણો વધુ
Alpesh Chaudhary, the losing candidate in Madhavpur Gram Panchayat elections

Follow us on

Banaskantha: તાજેતરમાં યોજાયેલી ગ્રામપંચાયત ચૂંટણીમાં અવનવી બાબતો સામે આવી છે. બનાસકાંઠા જિલ્લાના સરહદી વિસ્તારમાં ગ્રામ પંચાયતની ચૂંટણીમાં હારેલા ઉમેદવારનું અનોખું સન્માન કરાયું છે. પાકિસ્તાન સરહદે આવેલા માધવપુર ગામે 21 વર્ષિય યુવક અલ્પેશ ચૌધરી પીઢ અનુભવી ઉમેદવાર સામે હારી જતાં ગ્રામજનોએ ભેગા મળી એક કલાકમાં દસ લાખ રૂપિયા રોકડ એકઠા કરી હારેલા યુવાનને પ્રોત્સાહન રૂપે આપ્યા હતા. ગામ માટે તેને કરેલી હિંમત તેમજ પ્રોત્સાહનના ભાગરૂપે ગામે 10 લાખ રૂપિયાની રકમ યુવાનને ભેટ આપી હતી.

સુઇગામ તાલુકાના મસાલી માધપુરા ગ્રામ પંચાયતની ચૂંટણીમાં હારેલા ઉમેદવારનું અનોખી રીતે સન્માનિત કરાયું છે. મસાલી માધપુરા ગામમાં ગ્રામ પંચાયતની ચૂંટણીમાં પીઢ અનુભવી અને ભાજપ અગ્રણી મંગીરામભાઈ રાવલ સામે અલ્પેશ ચૌધરી નામના 21 વર્ષિય યુવકે ઉમેદવારી નોંધાવી હતી. આ ચૂંટણીમાં મંગીરામભાઈ ને 755 મત મળ્યા હતા, જ્યારે અલ્પેશ અલ્પેશ ચૌધરી 699 મત મળતા તેઓ 56 વોટ થી હારી ગયા હતા.

તેમ છતાં પણ ગ્રામજનોએ તેને સન્માનિત કર્યો હતો. 21 વર્ષીય યુવક હારી જતાં નાસીપાસ ના થાય અને આર્થિક રીતે પણ તે તૂટી ન જાય તે માટે ચૌધરી સમાજના આગેવાનો ભેગા થયા હતા. એક કલાકની અંદર ચૂંટણીમાં થયેલા ખર્ચ એટલે કે દસ લાખ રૂપિયા ભેગા કરી ઉમેદવારને પ્રોત્સાહન રૂપે આપ્યા હતા. ઉલ્લેખનીય છે કે એક તરફ લોકો હારેલા ઉમેદવારની કોસતા હોય છે.

વિશ્વના સૌથી ચમત્કારિક મંત્ર વિશે જાણી ચોંકી જશો, દેવરહા બાબાએ જણાવ્યો, જુઓ Video
IPL ઓક્શનમાં બિઝનેસ વુમન નીતા અંબાણીએ ખેંચ્યું લોકોનું ધ્યાન, જુઓ Video
શિયાળામાં મગફળી સાથે ગોળનું સેવન કરવાથી જાણો શું થાય છે ?
પગમાં કાળો દોરો કેમ ન બાંધવો જોઈએ? જ્યોતિષે આપ્યુ આ કારણ
Avocado Benifits : એવોકાડોમાં ક્યું વિટામીન હોય છે, એવોકાડો ખાવાના ફાયદા શું છે?
મહાયુતિ સરકારના ફેવરિટ છે આ સેક્ટર, આ શેર પર છે રોકાણકારોની નજર

ત્યારે બીજી તરફ આ ગામમાં અંદર હારેલા ઉમેદવાર પણ હતાશ ન થાય તે માટે ગ્રામજનોએ તેનું અનોખી રીતે સન્માન કરતાં અન્ય ગ્રામજનો માટે પણ આ ઘટના દાખલા રૂપ સાબિત થઈ છે. સરહદી વિસ્તારમાં હારેલા ઉમેદવાર અલ્પેશ ચૌધરીનું આ અનોખું સન્માન સમગ્ર ઉત્તર ગુજરાતમાં ચર્ચાનું કારણ બન્યું છે.

સોશિયલ મીડિયામાં પણ આ મુદ્દો ભારે ચર્ચાસ્પદ બન્યો છે. ગ્રામપંચાયત ચૂંટણીમાં હારેલા ઉમેદવાર અલ્પેશ ચૌધરીએ જણાવ્યું હતું હું ગામ લોકોનો આભાર માનું છું. 21 વર્ષનો યુવાન હતાશ ન થાય તે માટે ગામ અને સમાજના આગેવાનો સાથે મળી કરેલી મદદ મને વધુ મજબૂત કર્યો છે. આગામી સમયમાં ગામના વિકાસ અને પ્રશ્નો માટે હું કાર્યરત રહીશ.

 

આ પણ વાંચો: અમદાવાદમાં બે દિવસમાં જ હવાનું પ્રદૂષણનું સ્તર બમણું, અત્યંત ખરાબ પરિસ્થિતિ: વહેલી સવારે વિઝિબિલિટી ઘટી

આ પણ વાંચો: Vadodara: કેન્ટોન લેબોરેટરીઝ કંપનીમાં બોઈલર ફાટ્યુ, 1 કર્મચારીનું મોત અને 10 થી વધુને ઈજા

Published On - 11:54 am, Fri, 24 December 21

Next Article