Gujarat : શું સરકારી કર્મચારીઓની પેન્શનની માંગ નહી સંતોષાય ? નાણા પ્રધાન કનુ દેસાઈના નિવેદનથી શિક્ષકોની આશા પર પાણી રેડાયું

|

May 12, 2022 | 8:01 AM

રાજ્યભરના પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષક (Teacher)  સંઘ સહિતનાં કર્મચારીઓ જુની પેન્શન યોજના લાગુ કરવાની માંગ કરી રહ્યા છે.

પેન્શન મામલે (Pension Yojna)  લાખો કર્મચારીઓની માગણી પર ઠંડુ પાણી રેડાયું હોવા જેવો ઘાટ ઘડાયો છે. નાણાપ્રધાન કનુ દેસાઈએ (Kanu desai) બનાસકાંઠામાં જૂની પેન્શન યોજના લાગુ કરવાની વાત પર મહત્વપૂર્ણ નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું કે, 17 વર્ષ પછી આ મામલે વાત કરવાનો કોઈ અર્થ નથી. મહત્વપૂર્ણ છે કે, ઘણાં લાંબા સમયથી જૂની પેન્શન યોજના લાગુ કરવાની કર્મચારીઓ માગ કરી રહ્યા છે. બે દિવસ અગાઉ જૂની પેન્શન યોજના લાગુ કરવાની માગ સાથે ગુજરાતભરમાંથી કર્મચારીઓ ગાંધીનગરની (Gandhinagar)  સત્યાગ્રહ છાવણી ખાતે ઊમટી પડ્યા હતા.

1 એપ્રિલ, 2005 પછી ભરતી થયેલા કર્મચારીઓની જૂની પેન્શન યોજના રદ કરી દેવામાં આવી છે. એને બદલે નવી પેન્શન યોજના લાગુ કરવામાં આવી છે. જેનો કર્મચારીઓ વિરોધ કરી રહ્યા છે. જો કે, હવે આ વિરોધ પ્રદર્શનો એળે જાય તેવી પ્રતિક્રિયા નાણાપ્રધાને આપી છે.

સરકારી કર્મચારીઓએ જુની પેન્શન યોજના રાખવા કરી માંગ

તમને જણાવી દઈએ કે, રાજ્યભરના પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષક(Teacher)  સંઘ સહિતનાં કર્મચારીઓ જુની પેન્શન લાગુ કરવાની માંગ કરી રહ્યા છે. જુની પેન્શન યોજનામાં કર્મચારીને અડધો પગારની સામે નવી પેન્શન યોજનામાં માસિક રૂપિયા 2500થી રૂપિયા 7500નું પેન્શન મળવા પાત્ર હતુ. ઉપરાંત નિવૃત્તિ જીવનમાં આર્થિક રીતે દિવ્યાંગ બનાવતી નવી પેન્શન યોજના રદ કરીને જુની પેન્શન યોજના લાગુ કરવાની માંગણી સાથે રાષ્ટ્રીય ઓલ્ડ પેન્શન પુન:સ્થાપન સંયુક્ત મોરચાની આગેવાનીમાં સત્યાગ્રહ છાવણી ખાતે મેદાનમાં ઉતર્યા હતા.

Next Video