દાંતીવાડા કૃષિ યુનિવર્સિટી ખાતે ક્રોપ્સ ઇન ધ એરા ઓફ ક્લાઇમેટ ચેન્જ વિષય પર તાલીમનો શુભારંભ થયો

|

Jan 18, 2022 | 4:52 PM

ભારતીય કૃષિ અનુસંધાન પરિષદ પુરસ્કૃત “કન્ઝર્વેશન એન્ડ યુટીલાઇઝેશન ઓફ પોટેન્શિયલ ક્રોપ્સ ઇન ધ એરા ઓફ ક્લાઇમેટ ચેન્જ” વિષય પર 18 જાન્યુઆરી 2022 થી 07 ફેબ્રુઆરી-2022 દરમિયાન 21 દિવસીય વિન્ટર સ્કુલ તાલીમ યોજવામાં આવી છે.

દાંતીવાડા કૃષિ યુનિવર્સિટી ખાતે ક્રોપ્સ ઇન ધ એરા ઓફ ક્લાઇમેટ ચેન્જ વિષય પર તાલીમનો શુભારંભ થયો
Dantiwada Agricultural University Training Camp inaugural

Follow us on

ગુજરાતમાં (Gujarat) સરદાર કૃષિનગર દાંતીવાડા કૃષિ યુનિવર્સિટી (Dantiwada Agricultural University) ખાતે ચિ. પ. કૃષિ મહાવિદ્યાલયના જનીન વિદ્યા અને પાક સંવર્ધન વિભાગ દ્વારા ભારતીય કૃષિ અનુસંધાન પરિષદ પુરસ્કૃત “કન્ઝર્વેશન એન્ડ યુટીલાઇઝેશન ઓફ પોટેન્શિયલ ક્રોપ્સ ઇન ધ એરા ઓફ ક્લાઇમેટ ચેન્જ” વિષય પર 18 જાન્યુઆરી 2022 થી 07 ફેબ્રુઆરી-2022 દરમિયાન 21 દિવસીય વિન્ટર સ્કુલ તાલીમ(Training)યોજવામાં આવી છે. આ તાલીમમાં ભાગ લેવા માટે ભારતના વિવિધ રાજ્યો જમ્મુ-કાશ્મીર, મહારાષ્ટ્ર, રાજસ્થાન, છત્તીસગઢ તેમજ ગુજરાતમાંથી કુલ 30 તાલીમાર્થીઓએ રાજ્યની કૃષિ મહાવિદ્યાલય અને કૃષિ સંશોધન કેન્દ્રોમાંથી ભાગ લીધો છે.આ તાલીમ દરમ્યાન બેંગ્લોર, મણીપુર, દિલ્હી, જમ્મુ-કાશ્મીર તેમજ સરદાર કૃષિનગરના વિવિધ મહાવિધ્યાલય તેમજ કૃષિ સંશોધન કેન્દ્રોમાંથી વિવિધ પાકોના વૈજ્ઞાનિકોના વ્યાખ્યાનોનું આયોજન કરવામાં આવ્યું છે.

પાકોની જાતો વિકસાવવા  માર્ગદર્શન આપવામાં આવશે

જેમાં બદલાતા વાતાવરણની પરિસ્થિતિમાં ભવિષ્યના ક્ષમતાવાન પાકો જેવા કે રાજગરો, કિનોવા, કારિંગડા, કંકોડા, રાઇસબીન, વિંગ્ડબીન, ફાબાબીન અને સિમારુબામાં સંવર્ધન, તેનું આહારમાં મહત્વ, જનીનીક શુધ્ધતા તેમજ જે તે પાકોની જાતો વિકસાવવા સંશોધન આધારિત વિષયો ઉપર માર્ગદર્શન આપવામાં આવશે.

21  દિવસીય તાલીમનું ટૂંકમાં વર્ણન કરવામાં આવ્યું

જે અન્વયે મંગળવારે દાંતીવાડા કૃષિ યુનિવર્સિટીના કુલપતિ ડૉ.આર.એમ.ચૌહાણના અધ્યક્ષસ્થાને સરદાર સ્મૃતિ કેન્દ્ર ખાતે સદર તાલીમનો શુભારંભ કરવામાં આવ્યો હતો. આ કાર્યકમમાં સંશોધન નિયામક ડૉ.બી.એસ.દેવરા, વિસ્તરણ શિક્ષણ નિયામક ડૉ.પી.ટી.પટેલ, વિધ્યાર્થી કલ્યાણ પ્રવૃતિના નિયામક  ડૉ.કે.પી.ઠાકર અને ડૉ.એસ.ડી.સોલંકી- આચાર્ય ચિ. પ. કૃષિ મહાવિદ્યાલય અને કોર્ષ ડાયરેક્ટર ઉપસ્થિત રહ્યા હતા. ડૉ.એસ.ડી.સોલંકીએ કાર્યકમમાં ઉપસ્થિત રહેલ સર્વેનું સાબ્દિક સ્વાગત કરી આવકાર્યા હતા. કોર્સ કો-ઓર્ડીનેટર ડૉ.એન.બી.પટેલ દ્વારા 21  દિવસીય તાલીમનું ટૂંકમાં વર્ણન કરવામાં આવ્યું હતું.

IPL 2024માં સુનિલ નારાયણની બેટિંગનો જાદુ, જુઓ ક્યારે શું કર્યું
રસોડાના ફ્લોર પર પડેલા સિલિન્ડરના ડાઘ આ રીતે કરો સાફ
SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો

આ કાર્યક્રમમાં કુલપતિ ડૉ.આર.એમ.ચૌહાણે દ્વારા પ્રાસંગિક પ્રવચનમાં જણાવ્યું કે ક્ષમતાવાન પાકો જેવા અગત્યના મુદ્દા પર નવીન સંશોધનની કામગીરીમાં આ તાલીમ દરમિયાન મેળવેલ જ્ઞાન ખુબ મદદરૂપ થશે. આ તાલીમ મેળવી તાલીમાર્થીઓ તેમના વિસ્તારના ખેડૂતોને માર્ગદર્શન કરી ખેડૂતોમાં જાગૃતતા લાવવા માટે કામ કરશે.

આ પણ  વાંચો :Surat: બપોર સુધી કોરોનાના કેસો એક હજારને પાર, 1.63 લાખ બાળકોનું વેક્સિનેશન પૂર્ણ

આ પણ વાંચો : Ahmedabad: કોરોનાના કેસ વધતા શહેરમાં આઈસોલેશન સેન્ટર ઉભા કરવાની માગ વધી

 

Next Article