
Cyclone Biparjoy : બિપરજોય વાવાઝોડાએ (Cyclone Biparjoy) બાદ ગુજરાતમાં ઘણો વિનાશ વેર્યો હતો. ગુજરાતમાં ઠેર ઠેર વૃક્ષો તેમજ વીજપોલ ધરાશાયી થવાની ઘટનાઓ બની હતી. વાવાઝોડાના કારણે ગુજરાતમાં વીજ કંપનીઓને ઘણું નુકશાન પહોંચ્યું છે. જેમાં સૌથી વધુ નુકશાન PGVCLને પહોંચ્યું છે. ત્યારે હવે વાવાઝોડાથી અસરગ્રસ્ત થયેલ વીજ પુરવઠાને સત્વરે પુનઃ સ્થાપિત કરવા માટે જીવના જોખમે વીજ કર્મચારીઓ સતત કામગીરી કરી રહ્યા છે.
“બિપોરજોય” વાવાઝોડાથી અસરગ્રસ્ત થયેલ વીજ પુરવઠાને સત્વરે પુનઃ સ્થાપિત કરવા માટે જીવના જોખમે ફરજ બજાવતા યુજીવીસીએલના કર્મનિષ્ઠ અને કટિબદ્ધ કર્મચારીઓ…. pic.twitter.com/QX7Dr4UjRH
— UGVCL (@UGVCL_official) June 17, 2023
ગુજરાતમાં વાવાઝોડાના પગલે ભારે વરસાદ પડ્યો હતો. વાવાઝોડું પસાર થયા બાદ બનાસકાંઠામાં તેની સૌથી વધુ અસર વર્તાઈ હતી અને ધોધમાર વરસાદ પડ્યો હતો. ખાસ કરીને રાજસ્થાન બોર્ડરે આવેલા બનાસકાંઠાના ગામડાઓમાં ભારે વરસાદના કારણે તારાજી સર્જાઈ હતી.
વાવાઝોડાના કારણે અનેક વિસ્તારોમાં વીજપોલ ધરાશાયી થયા હતા. જેના કારણે લગભગ છેલ્લા 4થી 5 દિવસથી વીજ પુરવઠો ખોરવાયો છે. હજુ અમુક એવા વિસ્તારો છે જ્યાં હજુ પણ પાણી ઓસર્યા નથી. વીજ કર્મચારીઓને કામગીરી માટે મુશ્કેલી પડી રહી છે.
UGVCL teams restoring the border feeders at Suigam Subdivison after #CycloneBiporjoy pic.twitter.com/w4jYAAkQfw
— Arun Mahesh Babu (@ArunMaheshIAS) June 18, 2023
વીજ કર્મચારીઓની આ સાહસભરી કામગીરીની સોશિયલ મીડિયામાં સરાહના થઈ રહી છે. લોકો તેમની કામગીરીને બિરદાવી રહ્યા છે. તો બનાસકાંઠામાં આવેલું નડાબેટનું રણ જે ભારે વરસાદના કારણે દરિયામાં ફેરવાયું છે, ત્યાં પણ UGVCLને મોટું નુકશાન પહોંચ્યું છે.
આ રણમાં જ જલોયા ફિડર આવેલું છે, જેની વીજ લાઈનના અનેક વીજ પોલ આ રણમાં ભરાયેલા પાણીમાં ધરાશાયી થયા છે, ત્યારે UGVCLના કર્મચારીઓ જીવના જોખમે વીજ પુરવઠો પુનઃ કાર્યરત કરવા રાત-દિવસ સતત કામગીરી કરી રહ્યા છે.
ગુજરાતમાં દક્ષિણ ગુજરાત વીજ કંપનીને તાઉતે વાવાઝોડા બાદ ફરી મોટું નુકસાન થયું છે. ગુજરાતમાં બિપરજોય વાવાઝોડાના કારણે કુલ 23,340 વીજપોલ ધરાશાયી થયા છે. જેમાં સૌથી વધારે જામનગર સર્કલમાં 21,115 વીજપોલને નુકસાન થયું છે. તો 4582 ટીસીને નુકશાન પહોંચ્યું છે.
તેમજ કુલ 3889 ફિડર હાલમાં બંધ હોવાથી અનેક ગામોમાં વીજ પુરવઠો ખોરવાયો હતો. વીજપૂરવઠો ખોરવાતા લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો છે. અમુક વિસ્તારોમાં પાણી ભરાયેલા હોવાથી હજુ વીજ પુરવઠો કાર્યરત થયો નથી ત્યારે વીજ કર્મચારીઓ ઝડપથી વીજ પુરવઠો કાર્યરત કરવા કામગીરી કરી રહ્યા છે.