PM Modi એ આબુ રોડ પર રાત્રે 10 વાગ્યા પછી માઈક પર બોલવાની ના પાડી, લોકોને કહ્યું મારો આત્મા..

પીએમ મોદીએ ( PM Modi) રાજસ્થાન-ગુજરાત બોર્ડર પર આબુ રોડ પર હતા. તેઓ અહીં એક કાર્યક્રમમાં લોકોને મળ્યા હતા, પરંતુ કાર્યક્રમને સંબોધવાની ના પાડી હતી. પીએમ મોદીએ લોકોને કહ્યું- મારો આત્મા મને રાત્રે 10 વાગ્યે માઈકનો ઉપયોગ કરીને નિયમનું ઉલ્લંઘન કરવા દેતો નથી.

PM Modi એ આબુ રોડ પર રાત્રે 10 વાગ્યા પછી માઈક પર બોલવાની ના પાડી, લોકોને કહ્યું મારો આત્મા..
PM Modi At Abu Road
| Edited By: | Updated on: Sep 30, 2022 | 11:41 PM

વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો(PM Modi) કાફલો તેમની ગુજરાત મુલાકાતના બીજા દિવસે એમ્બ્યુલન્સને રસ્તો આપવા માટે હાઈવે પર રોકાઈ ગયો હતો. વડાપ્રધાન નવી વંદે ભારત ટ્રેનને લીલી ઝંડી આપવા માટે અમદાવાદથી ગાંધીનગર જઈ રહ્યા હતા. તે જ સમયે, હાઇવે પર એમ્બ્યુલન્સ જોઈને પીએમના કાફલાને રોકી દેવામાં આવ્યો હતો. જો કે પીએમ મોદીએ એક જ દિવસમાં બે ઉદાહરણ પૂરા પાડયા છે. જેમાં રાત્રે તેઓ રાજસ્થાન-ગુજરાત બોર્ડર પર આબુ રોડ પર હતા. તેઓ અહીં એક કાર્યક્રમમાં લોકોને મળ્યા હતા, પરંતુ કાર્યક્રમને સંબોધવાની ના પાડી હતી. પીએમ મોદીએ લોકોને કહ્યું- મારો આત્મા મને રાત્રે 10 વાગ્યે માઈકનો ઉપયોગ કરીને નિયમનું ઉલ્લંઘન કરવા દેતો નથી. તમે લોકોએ અહીં એટલો પ્રેમ આપ્યો છે કે હું ફરીથી અહીં આવીશ અને આ પ્રેમને વ્યાજ સાથે પરત આપીશ

વડાપ્રધાન નરેન્દ્ર મોદી બે દિવસીય ગુજરાતની મુલાકાતે હતા. તેમણે શુક્રવારે સવારે ગાંધીનગર સ્ટેશન પર ગાંધીનગર-મુંબઈ સેન્ટ્રલ વંદે ભારત એક્સપ્રેસને લીલી ઝંડી બતાવી હતી. દેશની આ ત્રીજી વંદે ભારત ટ્રેન છે. વડાપ્રધાને ગાંધીનગરથી કાલુપુર સુધી નવી ટ્રેનમાં મુસાફરી પણ કરી હતી. ટ્રેનમાં તેમની સાથે રેલવે કર્મચારીઓ, મહિલા સાહસિકો અને ઘણા યુવકો પણ હાજર હતા. તસવીરોમાં જુઓ વડાપ્રધાન મોદી ગાંધીનગરમાં નવા વંદે ભારતને લીલી ઝંડી આપ્યા બાદ ટ્રેનમાં સવારી કરી રહ્યા છે.

મોદીએ કહ્યું- સીએમ રહીને આધુનિક ટ્રાન્સપોર્ટનું સપનું જોયું હતું

વંદે ભારત ટ્રેનની સવારી બાદ મોદીએ કહ્યું કે 21મી સદીમાં ભારતના તમામ શહેરો નવી સ્પીડ મેળવવા જઈ રહ્યા છે. પરંતુ ત્યારે કેન્દ્રમાં બીજી સરકાર હતી. ત્યારે હું મારું સ્વપ્ન પૂર્ણ કરી શક્યો નહીં. પછી જ્યારે તમે મને દિલ્હી મોકલ્યો ત્યારે મેં એ સપનું પૂર્ણ કર્યું. પીએમએ વધુમાં કહ્યું કે છેલ્લા 8 વર્ષમાં સૌથી વધુ રોકાણ રેલવેમાં થઈ રહ્યું છે.

Published On - 11:36 pm, Fri, 30 September 22