શક્તિ ભક્તિ અને આસ્થાના કેન્દ્ર સમાં શક્તિપીઠ અંબાજીમાં(Ambaji) ભાદરવી પૂનમના મહા મેળાનું(Bhadarvi Poonam Melo) આજે ચોથો દિવસ છે ત્યારે ગુજરાત ભરમાંથી આવતા શ્રદ્ધાળુઓએ(Devotees) માં અંબાના ભંડારને છલકાવ્યો છે. આની સાથે સાથે પ્રસાદ થકી પણ અંબાજી મંદિરમાં દાનની આવકમાં વધારો થયો છે. જેમાં અંબાજી પૂનમના ભાદરવી ના મહા મેળા નો આજે ચોથો દિવસ છે ત્યારે શક્તિપીઠ અંબાજીમાં પદયાત્રીઓનો સમૂહ છે શ્રદ્ધાળુઓ પણ લાખો ની સંખ્યામાં આવી રહ્યા છે અને માં અંબાના ભંડારને છલકાવી રહ્યા છે છેલ્લા ત્રણ દિવસમાં એક કરોડ કરતાં પણ વધુ રોકડ માં અંબાના ભંડારમાં આવી છે લાખો લોકોએ રોકડ સ્વરૂપે માતાજીને દાનની સરવાણી વહાવી છે ત્યારે છેલ્લા ચાર દિવસમાં 11 લાખ કરતા વધુ લોકોએ દર્શન કર્યા છે અને અઢી કરોડ જેટલા રૂપિયાના પ્રસાદના પેકેટનું વિતરણ થયું છે ત્યારે હજુ પણ ભાદરવી મહા મેળામાં લાખો પદયાત્રીકો આવશે અને માં અંબા ના ભંડારને છલકાવશે.
અંબાજી ધામમાં ભાદરવી પૂનમના મેળાની શરૂઆત થઈ ચૂકી છે. ગુજરાત સહિત દેશભરમાંથી મા અંબાના દર્શનાર્થે શ્રદ્ધાળુઓની ભીડ ઉમટી પડે છે. તો અંબાજી માતાને 1 કિમી લાંબી ધ્વજા અર્પણ કરાઈ છે. દાહોદના લીમખેડાનો સંઘ 1 કિલોમીટર લાંબી ધ્વજા સાથે અંબાજી પહોંચ્યો હતો. અને 1152 ગજની ધ્વજા માતાજીને અર્પણ કરી હતી. 300 લોકોના આ સંઘે જય અંબેના નાદ સાથે પદયાત્રા કરીને માતાજીના દરબાર સુધી યાત્રા ખેડી હતી. અને માતાજીના દર્શન કરી ધન્યતા અનુભવી હતી.
અંબાજી મંદિર ખાતે દર વર્ષે યોજાતા ભાદરવી પૂનમના મેળામાં લાખો શ્રદ્ધાળુઓ દર્શનાર્થે આવી રહ્યા છે ત્યારે વહિવટી તંત્ર દ્વારા સુચારુ રીતે તમામ વ્યવસ્થા જળવાઈ રહે તે માટેનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં મેળામાં આવતા શ્રદ્ધાળુઓ માટે અલગ અલગ 28 સમિતિઓ સુચારુ વ્યવસ્થા કરશે. જેમાં વહિવટીતંત્ર દ્વારા કરવામાં આવેલ વ્યવસ્થા પર નજર કરીએ તો 5 વિશાળ ડોમ જ્યાં આરામની વ્યવસ્થા, 3 જગ્યાએ ભોજનની વ્યવસ્થા, દિવ્યાંગ અને સિનિયર સિટિઝન માટે વિશિષ્ઠ વ્યવસ્થા, સ્વચ્છતા માટે 700થી વધુ સફાઈકર્મીઓ, સીસીટીવીથી સર્વેલન્સ થકી સુરક્ષાની ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે. અંબાજી ખાતે કરવામાં આવેલ સુવિધાઓ જોઈને દર્શનાર્થીઓ પ્રશંસા કરી રહ્યા છે. દૂબઈથી માં અંબાના દર્શનાર્થે આવેલ અસ્મિતાબેન સોની મંદિરે દર્શન કર્યા બાદ જણાવે છે કે ટ્રસ્ટ દ્વારા સારી વ્યવસ્થા કરવામાં આવી છે.
Published On - 4:15 pm, Thu, 8 September 22