Banaskantha :’લમ્પી’ ને કારણે પશુપાલકોની હાલત કફોડી, સ્થાનિકોએ તંત્ર પર આંકડા છુપાવવાનો કર્યો આક્ષેપ

બનાસકાંઠા જિલ્લાના થરાદ, વાવ, દિયોદર, સુઈગામ અને ધાનેરા તાલુકામાં (Dhanera Taluka)  લમ્પીની એન્ટ્રી થતાં પશુપાલકોની મુશ્કેલી વધી છે.

Banaskantha :લમ્પી ને કારણે પશુપાલકોની હાલત કફોડી, સ્થાનિકોએ તંત્ર પર આંકડા છુપાવવાનો કર્યો આક્ષેપ
Lumy virus case increase in banaskantha
| Edited By: | Updated on: Jul 24, 2022 | 9:35 AM

બનાસકાંઠામાં (Banaskantha) લમ્પી વાયરસનો પગપેસારો થતા પશુપાલકો (Cattle)  ચિંતિત બન્યા છે. બીજી તરફ તંત્ર દોડતું થયું છે અને અસરગ્રસ્ત વિસ્તારમાં પશુઓનો સર્વે કરી બીમાર પશુઓની સારવાર શરૂ કરી છે. તંત્રનો દાવો છે કે, અત્યાર સુધીમાં બનાસકાંઠામાં તાલુકામાં 223 પશુઓ લમ્પી વાયરસનો (lumpy virus)  શિકાર બન્યા છે. જિલ્લાના થરાદ, વાવ, દિયોદર, સુઈગામ અને ધાનેરા તાલુકામાં (Dhanera Taluka)  લમ્પીની એન્ટ્રી થતાં પશુપાલકોની મુશ્કેલી વધી છે. ધાનેરાના મગરાવા ગામે DDO સહિત વેટરનરી ડોક્ટરોની ટીમે મુલાકાત લીધી હતી.

બીજી તરફ સ્થાનિકો દાવો કરી રહ્યા છે કે, માત્ર ધાનેરાના (Dhanera taluka) મગરવા ગામે જ લમ્પી વાયરસના 300 કેસ નોંધાયા છે.એટલે કે તંત્ર ખોટો આંકડો દર્શાવી રહ્યું છે. આ તરફ દિયોદર તાલુકાના રૈયા ગામના એક પશુપાલકે દાવો કર્યો છે કે, તેમના એક સાથે પાંચ પશુઓમાં લમ્પી વાયરસ (Lumpy virus) નોંધાયો હતો. જેમાંથી બે ગાયોના મોત થયા છે. પશુઓના મોતથી ડેરીમાં જતું દૂધ ઘટી ગયુ છે.

પશુપાલકોએ સરકાર પાસે સહાયની કરી માંગ

રાજ્યભરમાં જે પશુપાલકો ગાયનું દૂધ વેચીને ગુજરાન ચલાવતા હતા એ ગાય પર હવે લમ્પી વાયરસનો કહેર વર્તાઈ રહ્યો છે.પશુપાલકોની સ્થિતિ એવી છેકે આંખો સામે જ ગાય મરી રહી છે જેની સામે પશુપાલકો પણ લાચાર બન્યા છે, ત્યારે સૌથી વધુ ગાયોના મોત થતા દૂધના ઉત્પાદનમાં પણ ઘટાડો નોંધાયો છે. બનાસકાંઠાના પશુપાલકોએ જણાવ્યું કે સરકાર (Gujarat govt) વહેલી તકે રાહત આપે.

Published On - 9:35 am, Sun, 24 July 22