બનાસકાંઠા જિલ્લામાં (Banaskantha) મેઘરાજા સિઝનના પહેલા જ વરસાદમાં મનમૂકીને વરસ્યા.દિયોદર, ડીસા, લાખણી, પાલનપુર, અમીરગઢ સહિતના વિસ્તારો ભારે વરસાદથી પાણી-પાણી થઈ ગયા હતા. ડીસામાં(Deesa) ગુજરાતના સૌથી લાંબા એલિવેટેડ બ્રિજ પર એક ફૂટ પાણી ભરાતા વાહન વ્યવહાર બંધ કરાયો હતો. તો ડીસામાં વરસાદથી આખોલ ચાર રસ્તા પાસેની 50 દુકાનોમાં પાણી ભરાઈ ગયા હતા.કરિયાણા, ઓટો પાર્ટ્સ, બેટરી અને ઇલેક્ટ્રોનિક દુકાનોમાં (Shops) પાણી ઘૂસતા નુકસાન પહોંચ્યું છે. તો પાલનપુરમાં રસ્તા અને અમીરગઢમાં રેલવે અંડરબ્રિજમાં 3 ફૂટ પાણી ભરાતા વાહન ચાલકોને હાલાકીનો સામનો કરવો પડ્યો.
બનાસકાંઠાના ભીલડીમાં પણ ધોધમાર વરસાદથી પાણી ભરાઇ ગયા હતા.સ્કૂલમાં અને માર્કેટયાર્ડમાં પાણી ભરાઇ ગયા હતા.જેના કારણે ભારે હાલાકીનો સામનો કરવાનો વારો આવ્યો હતો.તો કાંકરેજમાં પણ કંઇક આવી જ સ્થિતિ હતી.. કાંકરેજમાં અંડરબ્રિજમાં પાણી ભરાઇ જતા.. વાહનચાલકોને ભારે હાલાકીનો સામનો કરવાનો વારો આવ્યો હતો.
Published On - 9:16 am, Sun, 3 July 22