Gujarat Weather : બનાસકાંઠાના વાવમાં મોડીરાત્રે ફરી કમોસમી વરસાદ ખાબક્યો, ધરતીપુત્રો ચિંતિત

|

Mar 22, 2023 | 11:13 AM

બનાસકાંઠાના સરહદી વિસ્તારના વાવમાં ગઈકાલે મોડીરાત્રે ફરી કમોસમી વરસાદ વરસ્યો હતો. વીજળીના કડાકા ભડકા સાથે ધોધમાર વરસાદ વરસ્યો હતો. મોડીરાત્રે તોફાની પવન સાથે કમોસમી વરસાદનું ઝાપટુ આવતા ખેડૂતોમાં સતત ચિતાનો માહોલ જોવા મળી રહ્યો છે. હવામાનની આગાહી મુજબ ફરી વારસાદ ખાબક્યો હતો.

Gujarat Weather : બનાસકાંઠાના વાવમાં મોડીરાત્રે ફરી કમોસમી વરસાદ ખાબક્યો, ધરતીપુત્રો ચિંતિત

Follow us on

રાજ્યભરમાં છેલ્લા કેટલાક દિવસથી કમોસમી વરસાદ ખાબક્યો છે. બનાસકાંઠાના સરહદી વિસ્તારના વાવમાં ગઈકાલે મોડીરાત્રે ફરી કમોસમી વરસાદ વરસ્યો હતો. વીજળીના કડાકા ભડકા સાથે ધોધમાર વરસાદ વરસ્યો હતો. મોડીરાત્રે તોફાની પવન સાથે કમોસમી વરસાદનું ઝાપટુ આવતા ખેડૂતોમાં સતત ચિતાનો માહોલ જોવા મળી રહ્યો છે. હવામાનની આગાહી મુજબ ફરી વારસાદ ખાબક્યો હતો.

ગુજરાતમાં ઠેર ઠેર માવઠું અને તેની સાથે કરા પડતા ઊભો પાક નષ્ટ થઈ ગયો

ગુજરાતમાં જાણે શિયાળા પછી તુરંત ચોમાસું બેસી ગયું ગયું હોય તેવો માહોલ છે. વેર્સ્ટન ડિસ્ટબર્ન્સના પગલે માવઠાના દિવસો જ વધતા જ જાય છે. ગુજરાતમાં ઠેર ઠેર માવઠું અને તેની સાથે કરા પડતા ઊભો પાક નષ્ટ થઈ ગયો છે. તેમાં વળી પાછી હવામાન વિભાગના ડાયરેક્ટર મનોરમા મોહંતીએ આગાહી કરી છે કે ગુજરાતમાં આગામી 3-4 દિવસ સુધી વરસાદની સંભાવના છે. આવતીકાલથી રાજ્યમાં હળવો વરસાદ પડશે. અમદાવાદ અને ગાંધીનગરમાં પણ વરસાદની સંભાવના છે. 24 માર્ચે ઓછા વરસાદની શક્યતા છે. આગામી 4 દિવસ સુધી ગરમીની કોઈ શક્યતા નથી.

આ પણ વાંચો : Banaskantha : ધાનેરામાં પોલીસની ટીમ પર થયો હુમલો, 4 લોકો સામે નોંધી ફરિયાદ, 2ની અટકાયત

ટ્રમ્પના કેન્ડલ લાઇટ ડિનરમાં Ivanka Trump નો ગ્લેમરસ લુક આવ્યો સામે, જુઓ ફોટા
Astrological advice : કયા દિવસે દારૂ પીવો સારો છે? જાણી લો
IPLનો સૌથી મોંઘો કેપ્ટન, એક મેચની કમાણી 1.92 કરોડ રૂપિયા
જો નાગા સાધુ તમારા ઘરે ભિક્ષા માંગવા આવે તો શું કરવું?
ભોજપુરી એક્ટ્રેસ મોનાલિસાની આ તસવીરો જોઈને ચાહકો થયા ઘાયલ
અમદાવાદના Coldplay કોન્સર્ટની લાઇવ સ્ટ્રીમ ક્યાં જોઈ શકશો, જાણો

રાજ્યના અન્ય વિસ્તારમા કમોસમી વરસાદ

ગઈ કાલે મોડી રાત્રે અમરેલી જિલ્લાના રાજુલાના ગ્રામ્ય વિસ્તારોમાં ભર ઉનાળે ચોમાસા જેવો માહોલ સર્જાયો હતો. ભારે કમોસમી વરસાદને કારણે સ્થાનિક નદીઓમાં પૂર જેવી સ્થિતિનું નિર્માણ થયું હતું. જેમાં રાજુલના વાવેરા, વણોટ, ઘાડલા સહિતના ઉપરવાસના ગામડાઓમાં ધોધમાર વરસાદ ખાબક્યો હતો. જેમાં ભારે વરસાદને કારણે ઘાણો નદીમાં પૂર આવ્યું હતુ. તો બીજી તરફ કમોસમી વરસાદને કારણે ખેડૂતોના પાકને નુકસાન જવાની ભીતિ છે. જેને લઇ ધરતીપુત્રો ચિંતિત બન્યાં છે. આ તરફ અમરેલી જિલ્લાના બગસરા અને આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં પણ કમોસમી વરસાદ વરસ્યો હતો. સતત વરસી રહેલા વરસાદને કારણે ખેડૂતોને તૈયાર પાકને નુકસાન જવાની ભીતિ છે. તો સતત વરસી રહેલા કમોસમી વરસાદને કારણે ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે.

નુકસાનીનું વળતર આપવા માંગ કરી છે

તેમજ ગાઢ ધુમ્મસ અને કમોસમી વરસાદના કારણે પાકમાં રોગચાળો આવ્યો અને હવે ભારે પવનને કારણે અને વાદળ છાયા વાતાવરણને કારણે ભેજ અને વરસાદને કારણે અનેક પાકોને નુકસાન થયું છે. ખેડૂતોએ તાત્કાલિક સર્વે કરી નુકસાનીનું વળતર આપવા માંગ કરી છે

Next Article