Ambaji Temple: અંબાજી ગબ્બર વિસ્તાર પર હરીયાળી ખીલી ઉઠી, મંદિર દ્વારા શેર કરાયા આકાશી દ્રશ્યો, જુઓ Video

|

Jul 09, 2023 | 11:18 AM

Ambaji Gabbar Gokh Video: ઉત્તર ગુજરાતના ડુંગરાળ વિસ્તાર રમણીય દ્રશ્યો સર્જાયા છે. શક્તિપીઠ અંબાજી અને તેની આસપાસનો વિસ્તાર ખીલી ઉઠ્યો છે. નાના અંબાજીથી લઈને મોટા અંબાજી સુધીના વિસ્તારના દ્રશ્યો હાલમાં ખૂબ જ સુંદર જોવા મળી રહ્યા છે.

Ambaji Temple: અંબાજી ગબ્બર વિસ્તાર પર હરીયાળી ખીલી ઉઠી, મંદિર દ્વારા શેર કરાયા આકાશી દ્રશ્યો, જુઓ Video
Ambaji Gabbar Gokh Video

Follow us on

બનાસકાંઠા સહિત ઉત્તર ગુજરાતમાં વરસાદી માહોલ સર્જાયો છે. ઉત્તર ગુજરાતમાં ધોધમાર વરસાદ અનેક વિસ્તારોમાં વરસી રહ્યો છે. આ દરમિયાન ઉત્તર ગુજરાતના ડુંગરાળ વિસ્તાર રમણીય દ્રશ્યો સર્જાયા છે. શક્તિપીઠ અંબાજી અને તેની આસપાસનો વિસ્તાર ખીલી ઉઠ્યો છે. નાના અંબાજીથી લઈને મોટા અંબાજી સુધીના વિસ્તારના દ્રશ્યો હાલમાં ખૂબ જ સુંદર જોવા મળી રહ્યા છે. આ દરમિયાન પ્રસિદ્ધ યાત્રાધામ અંબાજી મંદિર દ્વારા ગબ્બર ગોખના વિસ્તારનો સુંદર વિડીયો સોશિયલ મીડિયા પર શેર કર્યો છે.

સોશિયલ મીડિયા પર અંબાજી મંદિર દ્વારા ખૂબ જ સુંદર વિડીયો શેર કરવામાં આવતા હોય છે. મંદિર અને તેની આસપાસના માહોલના અવાર નવાર વિડીયો શેર કરવામાં આવતા હોય છે અને જે ભક્તોને ખૂબ જ પસંદ આવતા હોય છે. આવી જ રીતે એક સુંદર વિડીયો હાલમાં ગબ્બર ગોખનો શેર કરવામાં આવ્યો છે.

Jio લાવ્યું 31 દિવસનો સસ્તો પ્લાન ! રોજ મળશે 1.5GB ડેટા, કિંમત માત્ર આટલી
Money Plant Vastu Tips : મની પ્લાન્ટ પાસે ભૂલથી પણ આ વસ્તુ ન રાખો, નહીતર આવશે ગરીબી !
Iskcon Temple : ઇસ્કોન મંદિરનો રંગ હંમેશા સફેદ કેમ હોય છે?
Mahakumbh 2025: મહિલા નાગા સંન્યાસીની ક્યાં રહે છે અને શું ખાય છે? જાણો તેમની રહસ્યમય દુનિયા વિશે
'પ્રીતિ ઝિન્ટાના કારણે મારું ઘર તૂટ્યુ !' તેને નહીં માફ કરુ, કોણ છે આ મહિલા જેણે આવું કહ્યું
ભારતની એ જેલ, જ્યાં કેદીઓ સામેથી માંગે છે મોત!, ત્યાં જાય છે તે ક્યારેય પાછા નથી આવતા

 

ગબ્બર ગોખની આસપાસના રમણીય દ્રશ્યો

અંબાજી મંદિરના દર્શને ખૂબ જ મોટી સંખ્યામાં ભક્તોની ભીડ ઉભરાતી હોય છે. અહીં શક્તિપીઠના દર્શન કરીને ભક્તો ગબ્બર ગોખના દર્શન અચૂક કરતા હોય છે. ગબ્બર ગોખના દર્શને કરવા દરમિયાન અરવલ્લીની ગીરીમાળાઓની સુંદરતા નિહાળવાનો અદ્ભૂત લહાવો મળતો હોય છે. ગબ્બર અને તેની આસપાસનો વિસ્તાર ચોમાસામાં હરિયાળો બની ઉઠ્યો છે. પ્રકૃતિ સુંદર ખીલી ઉઠી છે. દાંતા તાલુકાનો આ ડુંગરાળ પ્રદેશ મન મોહી લેનારો છે. અંબાજી મંદિર દ્વારા ગબ્બર ગોખ વિસ્તારનો આ સુંદર નજારો આકાશી દ્રશ્યો દર્શાવતો વિડીયો શેર કર્યો છે.

 

 

સુંદર વિડીયો સોશિયલ મીડિયા પર શેર કરતા ભક્તો અને પ્રકૃતિ પ્રેમીઓને ખૂબ જ પસંદ આવી રહ્યો છે. ગબ્બર અને તેની આસપાસનો વિસ્તાર મન મોહી લેનારો જોવા મળી રહ્યો છે. આસપાસના વિસ્તારમાં છેલ્લા કેટલાક દિવસથી વરસાદી માહોલ જામ્યો હોવાને લઈ પ્રકૃતિ અહીં ખીલી ઉઠી છે.

 

વિસ્તારમાં વરસાદી માહોલ

છેલ્લા કેટલાક દિવસથી અંબાજી અને તેની આસપાસના વિસ્તારમાં વરસાદી માહોલ જામ્યો છે. અંબાજી સરહદી વિસ્તારમાં આવેલુ ધાર્મિક સ્થાન છે. અહીં નજીકમાં રાજસ્થાન વિસ્તારમાં પણ વરસાદી માહોલ જામ્યો છે. જૂન માસમાં બિપરજોય વાવાઝોડાની અસરને લઈને પણ અંબાજી અને દાંતા વિસ્તારમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો. વરસાદને લઈ વિસ્તારમાં વનરાજી ખીલી ઉઠી છે અને માહોલ લીલોછમ બની ઉઠ્યો છે.

 

આ પણ વાંચોઃ  Dharoi Dam Update: ધરોઈ ડેમમાં રવિવારે ફરી આવકમાં વધારો નોંધાયો, જાણો કયા જળાશયમાં નોંધાઈ નવી આવક 

ગુજરાત ના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

 

 

 

Published On - 11:16 am, Sun, 9 July 23

Next Article