AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Banaskantha: અંબાજીના વિકાસ માટે જીલ્લા કલેકટરને મુખ્યમંત્રીના હસ્તે શ્રેષ્ઠ યાત્રાધામ પ્રવાસન વિકાસનો એવોર્ડ એનાયત

પ્રસિદ્ધ યાત્રાધામ અંબાજીને પ્રવાસન સ્થળ તરીકે વિકસાવવા અંબાજી ગબ્બર પર્વત ખાતે શરૂ કરવામાં આવેલ શ્રી 51 શક્તિપીઠ પરિક્રમા મહોત્સવનું આયોજન, કોરોના કાળમાં આપેલ સેવાઓ અને યાત્રાધામ અંબાજીના વિકાસમાં મહત્ત્વનું યોગદાન આપવા બદલ સન્માનિત કરાયા છે.

Banaskantha: અંબાજીના વિકાસ માટે જીલ્લા કલેકટરને મુખ્યમંત્રીના હસ્તે શ્રેષ્ઠ યાત્રાધામ પ્રવાસન વિકાસનો એવોર્ડ એનાયત
District Collector awarded for development of Ambaji
Kuldeep Parmar
| Edited By: | Updated on: May 03, 2022 | 3:38 PM
Share

અમદાવાદ (Ahmedabad) સાયન્સ સિટી ખાતે યોજાયેલા એશિયા બિગેસ્ટ એવોર્ડ-૨૦૨૨ના સમારોહમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલ (Chief Minister Bhupendra Patel) ના હસ્તે શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટના ચેરમેન કમ બનાસકાંઠા કલેક્ટર આનંદ પટેલને અંબાજીના વિકાસ માટે શ્રેષ્ઠ યાત્રાધામ પ્રવાસન વિકાસનો એવોર્ડ એનાયત કરવામાં આવ્યો હતો. પ્રસિદ્ધ યાત્રાધામ અંબાજીને પ્રવાસન સ્થળ તરીકે વિકસાવવા અંબાજી ગબ્બર પર્વત ખાતે શરૂ કરવામાં આવેલ શ્રી 51 શક્તિપીઠ પરિક્રમા મહોત્સવનું આયોજન, કોરોના કાળમાં આપેલ સેવાઓ અને યાત્રાધામ અંબાજીના વિકાસમાં મહત્ત્વનું યોગદાન આપવા બદલ શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટના ચેરમેન કમ બનાસકાંઠા કલેક્ટર આનંદ પટેલને આ એવોર્ડ એનાયત કરવામાં આવ્યો છે. અત્રે ઉલ્લેખનીય છે કે યાત્રાધામ અંબાજી ગુજરાતનુ સૌથી મોટું શક્તિપીઠ છે. જ્યાં વર્ષે કરોડો માઇભક્તો મા અંબાના દર્શન કરી ધન્યતા અનુભવે છે. શ્રેષ્ઠ યાત્રાધામ પ્રવાસન વિકાસનો એવોર્ડ મળવો એ શકિતપીઠ અંબાજી અને બનાસકાંઠા જિલ્લા માટે ગૌરવની વાત છે.

કોરોના મહામારી જેવા કપરા સમયમાં પણ અંબાજી દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા ભાવિક ભક્તો માં અંબાના દર્શન કરી શકે તે માટે ઓનલાઇન વ્યવસ્થા કરવામાં આવી છે. જ્યારે કોરોના મહામારી હળવી થતાં જ મંદિર ભક્તો માટે સરકાર ની ગાઈડલાઈન મુજબ ખોલવામાં આવ્યું. છેલ્લા બે વર્ષથી જે પ્રકારે કોરોનાનો કહેર રહ્યો તેમ છતાં અંબાજી દેવસ્થાન ટ્રસ્ટના સુચારૂ આયોજન થી અંબાજી નો વિકાસ અવિરત ચાલુ રહ્યું. અંબાજીના વિકાસના કામો હોય કે પછી અંબાજીમાં યોજાતા ધાર્મિક કાર્યક્રમો યથાવત રહ્યા. જેને લઇને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અંબાજી દેવસ્થાન ટ્રસ્ટના ચેરમેન અને બનાસકાંઠા ના કલેકટર આનંદ પટેલને એવોર્ડ એનાયત કર્યો છે.

ગુજરાતનું સુપ્રસિદ્‌ધ યાત્રાધામ અંબાજીમાં વર્ષે કરોડો રૂપિયાની આવક દાન દક્ષિણામાં ભેટ પેટે આવે છે. જેની સામે કરોડો રૂપિયાનો ખર્ચ પણ કરે છે.આ ખર્ચ માત્ર મંદિરના વિકાસમાં જ નહીં પણ અંબાજી આવતા યાત્રિકોની સુખ સુવિધા માટે કરાય છે. તદ્‌ઉપરાંત અંબાજી મંદિર ટ્રસ્ટ શહેરના વિકાસ માટે પણ પોતાનો ફાળો આપે છે. જયારે અંબાજી શહેરના રોડ રસ્તા વીજ બીલો તેમજ પંચાયત સંચાલીત માધ્યમિક શાળાના મકાન માટે પણ મંદિર ટ્રસ્ટ કરોડો રૂપિયાની સહાય કરી છે.અંબાજી મંદિરમાં વર્ષે લાખો શ્રદ્ધાળુઓ આવતા હોય છે.તેમના દ્વારા કરાતી દાન દક્ષિણાની આવકમાંથી આ બધી સુવિધાઓ પુરી પાડે છે. જિલ્લામાં કે રાજ્યમાં કોઈ મોટી હોનારતો દરમિયાન પણ મંદિર ટ્રસ્ટ મુખ્યમંત્રી અને વડાપ્રધાનના રાહત ફંડમાં પણ પોતાનું યોગદાન આપતું રહ્યું છે.

વડોદરા જિલ્લા કલેક્ટર કચેરીને બોંબથી ઉડાવી દેવાની ધમકી
વડોદરા જિલ્લા કલેક્ટર કચેરીને બોંબથી ઉડાવી દેવાની ધમકી
આ 5 રાશિના જાતકો માટે આજનો દિવસ છે અત્યંત ભાગ્યશાળી, જુઓ Video
આ 5 રાશિના જાતકો માટે આજનો દિવસ છે અત્યંત ભાગ્યશાળી, જુઓ Video
નર્મદા પરિક્રમાવાસીઓની સલામતી માટે તંત્ર દોડ્યું થયું
નર્મદા પરિક્રમાવાસીઓની સલામતી માટે તંત્ર દોડ્યું થયું
સુરત સહીત અમદાવાદમાં પણ પ્રતિબંધિત ગોગો પેપર સામે મોટી કાર્યવાહી
સુરત સહીત અમદાવાદમાં પણ પ્રતિબંધિત ગોગો પેપર સામે મોટી કાર્યવાહી
ગાંધીનગરની અનેક સ્કૂલને પણ બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી
ગાંધીનગરની અનેક સ્કૂલને પણ બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી
રાધનપુરમાં શોપિંગ સેન્ટરમાં આગ ભભુકી ઉઠી, આગ લાગવાનું કારણ અકબંધ
રાધનપુરમાં શોપિંગ સેન્ટરમાં આગ ભભુકી ઉઠી, આગ લાગવાનું કારણ અકબંધ
કામદારોને લઇ જતો ટેમ્પો પલટી જતા 30 લોકો ઈજાગ્રસ્ત
કામદારોને લઇ જતો ટેમ્પો પલટી જતા 30 લોકો ઈજાગ્રસ્ત
આ રાશિના જાતકોના કરિયરમાં ઉતાર-ચઢાવ આવી શકે છે, ઉતાવળમાં નિર્ણય ન લેવા
આ રાશિના જાતકોના કરિયરમાં ઉતાર-ચઢાવ આવી શકે છે, ઉતાવળમાં નિર્ણય ન લેવા
નફાની લાલચે લાખોનું સાયબર ફ્રોડ! 30 લાખનું રોકાણ કરાવી છેતરપિંડી કરી
નફાની લાલચે લાખોનું સાયબર ફ્રોડ! 30 લાખનું રોકાણ કરાવી છેતરપિંડી કરી
પોરબંદર મરીન પોલીસે ગેરકાયદેસર LED લાઇટ મારફતે માછીમારી પર કાર્યવાહી
પોરબંદર મરીન પોલીસે ગેરકાયદેસર LED લાઇટ મારફતે માછીમારી પર કાર્યવાહી
g clip-path="url(#clip0_868_265)">