Banaskantha: ડિગ્રી વગરના ડોક્ટરોની વ્હારે આવ્યા દિયોદરના ધારાસભ્ય, કાર્યવાહી ન કરવા કરી વિચિત્ર માંગ

|

Jun 09, 2021 | 8:29 PM

Banaskantha: તાજેતરમાં નકલી ડોક્ટરોનો જાણે રાફડો ફાટયો હોય તેમ રાજ્યના અલગ અલગ વિસ્તારોમાંથી મોટાપાયે નકલી ડોક્ટરો (Bogus Doctors) ઝડપાયાના આહેવાલો સામે આવ્યા હતા.

Banaskantha: તાજેતરમાં નકલી ડોક્ટરોનો જાણે રાફડો ફાટયો હોય તેમ રાજ્યના અલગ અલગ વિસ્તારોમાંથી મોટાપાયે નકલી ડોક્ટરો (Bogus Doctors) ઝડપાયાના આહેવાલો સામે આવ્યા હતા. ભોળી પ્રજાનો ભોળપણનો લાભ લઈ તેના રૂપિયા તો ખંખેરતા જ હતા, પરંતુ સાથે સાથે તેના સ્વાસ્થ્ય સાથે ચેડા પણ કરતાં હતા.

 

કોઈ પણ જાતની માન્ય ડિગ્રી વગર લોકોના ઈલાજ કરી રહેલા આવા ડોક્ટરો હાલ જેલના સળિયા પાછળ છે અને દિયોદર ધારાસભ્ય શિવાભાઈ ભૂરિયા, નાયબ મુખ્યમંત્રીને તેની સામે આડેધડ કાર્યવાહી ન કરવાની અપીલ કરતો પત્ર લખીને વિચિત્ર માંગણી કરી છે.

 

 

દિયોદર ધારાસભ્ય શિવાભાઈ ભૂરિયા (MLA Shivabhai bhuriya)એ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલને પત્ર લખ્યો છે કે કોરોના મહામારી દરમિયાન ગ્રામીણ વિસ્તારોમાં પ્રેક્ટિસ કરતા આ નકલી ડોક્ટરોએ સાચી મદદ કરી છે. ગ્રામીણ વિસ્તારમાં મેડીકલ પ્રેક્ટિસ કરતાં તબીબો સામે આડેધડ કાર્યવાહી નહીં કરવાની માંગ કરી રહ્યા છે. જેને લઈને તેઓ હાલ ચર્ચાનો વિષય બન્યા છે.

 

રાજ્યભરમાં જાણે નકલી ડોક્ટરોનો રાફડો ફાટયો હોય તેમ છાશવારે જોલા છાપ તબીબો એક પછી એક પકડાતાં હતા. કોરોના જેવી મહામારીમાં તકનો લાભ લઈને આવા નકલી તબીબો પૈસા તો બનાવતા હતા, પરંતુ સાથે સાથે લોકોના સ્વાસ્થ્ય સાથે રમત પણ રમતા હતા અને આવા લોકો માટે થઈને એક ધારાસભ્ય તેની સામે કાર્યવાહી ન કરવાની માંગ કરે છે તે ચર્ચાનો વિષય બની ગયો છે.

 

આ પણ વાંચો: Junagadh: માત્ર 6 મહિનામાં આંબલગઢ ગામે મેઘલ નદી પર પુલ ખખડધજ, પોલ છુપાવવા પુલ પર માટી નાંખી

Next Video