Banaskantha : પોલીસે થરાદના ડુંવા ગામેથી નકલી નોટો સાથે બે આરોપીની ધરપકડ કરી

|

Aug 28, 2021 | 4:57 PM

બનાસકાંઠાના થરાદ તાલુકાના ડુંવા ગામેથી  પોલીસે નકલી નોટોને ચલણમાં ઘૂસાડવાના ષડયંત્રને ઝડપી પાડ્યું છે. તેમજ  બે વ્યક્તિની ધરપકડ કરીને આ  રેકેટ ક્યાંથી અને કેવી રીતે ચલાવવામાં આવે છે તે અંગે તપાસ  શરૂ કરી છે.

બનાસકાંઠા પોલીસની SOG ટીમે થરાદ તાલુકાના ડુંવા ગામેથી 200 રૂપિયાના દરની 940 જેટલી નકલી નોટો સાથે 2 આરોપીને ઝડપી લીધા છે. આ નકલી નોટોની કિંમત 1 લાખ 88 હજાર રૂપિયા છે.SOG પોલીસને ડુંવા ગામે કેટલાક ઇસમો નકલી નોટોનું કૌભાંડ આચરતા હોવાની બાતમી મળી હતી જેને આધારે LCB અને SOG પોલીસની સંયુક્ત ટુકડીએ આરોપીઓને પકડી લીધા હતા .

જેમાં આરોપીઓ પાસે આટલા મોટા પ્રમાણમાં નકલી નોટો ક્યાંથી આવી તે અંગે પોલીસે તપાસ શરૂ કરી છે.

બનાસકાંઠાના થરાદ તાલુકાના ડુંવા ગામેથી  પોલીસે નકલી નોટોને ચલણમાં ઘૂસાડવાના ષડયંત્રને ઝડપી પાડ્યું છે જેમાં દેશમાં નોટબંધી બાદ સરકારે ચલણમાં મુકેલી 200 રૂપિયાની ચલણની નકલી નોટો વ્યવસ્થિત રીતે બજારમાં મૂકવાનું ષડયંત્ર ચાલી રહ્યું છે.

આ ઉપરાંત મળતી માહિતી મુજબ બાંગ્લાદેશમાંથી ભારતમાં નકલી નોટો લાવવામાં આવે છે. જેમાં એટીએસ ફેબ્રુઆરી માસમાં જૂનાગઢમાં એક વિસ્તારમાં દરોડો પાડીને આરોપી તાહિર શેખની ધરપકડ કરી હતી. તેમજ આરોપીની પૂછપરછમાં સામે આવ્યું હતું કે આ કેસનો મુખ્ય ષડયંત્રકાર સુરતનો સુરેશ માવજીભાઇ છે . જે હજુ ફરાર છે.

જ્યારે બાંગ્લાદેશથી નોટ ઘુસાડવાના કેસમાં વધુ ત્રણ આરોપીના નામ પણ સામે આવ્યા હતા. જેની પણ એટીએસ  દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે.

આ  પણ  વાંચો : Gujarat : રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીની 125મી જન્મજયંતિ, એક નજર કવિવરની જીવન ઝરમર પર

આ પણ વાંચો : Viral : લગ્નમાં દુલ્હન અને વરરાજાએ કર્યા Push-Ups, વીડિયો જોઈને તમને પણ આશ્વર્ય થશે !

Published On - 4:53 pm, Sat, 28 August 21

Next Video