Banaskantha : પાલનપુરમા આજથી અર્બુદા રજત જયંતિ મહોત્સવ પ્રારંભ, CM ભુપેન્દ્ર પટેલ પણ મહોત્સવમાં આપશે હાજરી

|

Feb 01, 2023 | 8:56 AM

ફેબ્રુઆરીની 1 થી 5 તારીખ સુધી પાલનપુરમાં અર્બુદા મહોત્સવનું આયોજન કરાયુ છે. જેમાં તારીખ 3, 4 અને 5ના રોજ 108 સહસ્ત્ર કુંડી યજ્ઞ કરવામાં આવશે. આ યજ્ઞમાં 10 લાખથી વધુ શ્રદ્ધાળુઓ દર્શનાર્થે આવશે.

Banaskantha : પાલનપુરમા આજથી અર્બુદા રજત જયંતિ મહોત્સવ પ્રારંભ, CM ભુપેન્દ્ર પટેલ પણ મહોત્સવમાં આપશે હાજરી
Arbuda Rajat Jayanti

Follow us on

બનાસકાંઠાના પાલનપુરમાં અર્બુદા રજત જયંતિ મહોત્સવની તડામાર તૈયારી ચાલી રહી છે. અર્બુદા માતાજીની પ્રસાદી ચૌધરી સમાજની બહેનો દ્વારા બનાવવામાં આવશે. બુધવારે પણ પાંચ હજાર મહિલાઓ પાંચ લાખ લાડુ બનાવવામાં આવશે. ફેબ્રુઆરીની 1 થી 5 તારીખ સુધી પાલનપુરમાં અર્બુદા મહોત્સવનું આયોજન કરાયુ છે. જેમાં તારીખ 3, 4 અને 5ના રોજ 108 સહસ્ત્ર કુંડી યજ્ઞ કરવામાં આવશે. આ યજ્ઞમાં 10 લાખથી વધુ શ્રદ્ધાળુઓ દર્શનાર્થે આવશે. અર્બુદા રજત જયંતિ મહોત્સવમા 4 ફેબ્રુઆરીએ CM ભુપેન્દ્ર પટેલ પણ હાજરી આપશે.

આ પણ વાંચો : Video: બનાસકાંઠાના નારીસંરક્ષણ કેન્દ્રમાંથી ત્રણ વર્ષની બાળકી સાથે મહિલા થઈ ગુમ, પરિવારજનોએ સંચાલકો સામે ઉઠાવ્યા સવાલ

પ્રમુખ સ્વામી શતાબ્દિ મહોત્સવ

પ્રમુખ સ્વામી મહારાજના જન્મ શતાબ્દિ મહોત્સવમાં વિશ્વના ઘણા ભાગોમાં તેમના ભક્તો અને અનુયાયીઓ હાજર રહ્યાં હતા.  એક મહિના સુધી યોજાયેલા શતાબ્દી મહોત્સવ 15 ડિસેમ્બર, 2022 થી 15 જાન્યુઆરી 2023 સુધી ગુજરાતના અમદાવાદ ખાતે  યોજાયો હતો. આમાં, બોચાસણ નિવાસી અક્ષર પુરૂષોતમ સ્વામિનારાયણ સંસ્થા (બીએપીએસ) ના લાખો અનુયાયીઓ જુદા જુદા દેશોથી શહેરમાં આવ્યાં હતાં.

'હું શાહરૂખ ખાન નથી, મારી પાસે એટલા પૈસા નથી', સૈફ અલી ખાને આવું કેમ કહ્યું ?
પાણીમાં જહાજ કેવી રીતે લગાવે છે બ્રેક ?
લગ્ઝરી કાર બાદ અભિનેત્રીએ 6.24 કરોડનું આલીશાન ઘર ખરીદ્યું, જુઓ ફોટો
LIC ની ખાસ યોજના: તમને દર મહિને મળશે 17000 રૂપિયા, જાણો કઈ રીતે
BSNLનો માત્ર 58 રૂપિયાનો શાનદાર પ્લાન, દરરોજ 2GB ડેટા મળશે
Papaya : આ લોકોએ ભૂલથી પણ પપૈયું ન ખાવું જોઈએ, થઈ શકે છે નુકસાન

વડાપ્રધાન મોદી 14 ડિસેમ્બરે ગુજરાતમાં આવ્યા હતા, પ્રમુખ સ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવના કાર્યક્રમનું કર્યું હતું ઉદ્દઘાટન

14 ડિસેમ્બરે પીએમ મોદી અમદાવાદમાં આવ્યાં હતા અને પ્રમુખ સ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવનું તેમના હસ્તે ઉદ્દઘાટન કરવામાં આવ્યું હતુ. 14 ડિસેમ્બરે સાંજે પાંચ કલાકે મહોત્સવનું પીએમ મોદી ઉદ્દઘાટન કર્યું હતુ. BAPSના વડા મહંત સ્વામીની ઉપસ્થિતિમાં આ મહોત્સવનો પ્રારંભ થયો હતો. અમદાવાદના ઓગણજમાં 15મી ડિસેમ્બરથી મહોત્સવનો પ્રારંભ થયો હતો. 30 દિવસ સુધી ચાલનારા આ મહોત્સવમાં દેશ-વિદેશના લાખો લોકો હાજરી આપી હતી.

સ્પર્શ મહોત્સવ

અમદાવાદમાં ગુજરાત યુનિવર્સિટી જીએમડીસી ગ્રાઉન્ડ ખાતે સ્પર્શ મહોત્સવનું આયોજન થયું હતું. આ મહોત્સવ 15 જાન્યુઆરી 2023 થી 26 જાન્યુઆરી 2023 સુધી યોજાયો હતોય.જેમાં પૂજ્યપાદ આચાર્ય રત્નસુંદરસૂરીશ્વર મ.સા. સહિત 1000 થી અધિક પૂજ્ય સાધુ-સાધ્વીજી ભગવંતોનો સ્પર્શ નગરીમાં પ્રવેશ થયો હતો. જેમાં સ્પર્શ મહોત્સવ સમિતિના સંયોજક કુમારપાલ વિ. શાહ સહિત 250થી વધુ જૈન સમાજના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. જેમાં બે લાખથી વધુ લોકોએ પ્રથમ દિવસે મુલાકાત લીધી હતી.

Published On - 8:50 am, Wed, 1 February 23

Next Article