BANASKANTHA : બટાકાનો પોષણક્ષમ ભાવ નથી મળી રહ્યો, કિસાન સંઘે મુખ્યપ્રધાનને લખ્યો પત્ર

|

Aug 05, 2021 | 11:02 AM

ગુજરાત કિસાન સંઘે લખેલા પત્રમાં બટાકાનો પૂરતો ભાવ આપવાની રજૂઆત કરવામાં આવી છે, સાથે જ બટાકા માટેની યોગ્ય વેચાણ વ્યવસ્થા ગોઠવવાની પણ માગ કરાઇ છે.

BANASKANTHA : ગુજરાત કિસાન સંઘે બટાકા પકવતા ખેડૂતોને પૂરતો ભાવ ન મળતો હોવાની ફરિયાદ કરી છે.ખેડૂતોને બટાકાનો યોગ્ય ભાવ મળે તે માટે કિસાન સંઘે રાજ્યના મુખ્યપ્રધાન વિજય રૂપાણીને પત્ર લખ્યો છે.પત્રમાં બટાકાનો પૂરતો ભાવ આપવાની રજૂઆત કરવામાં આવી છે, સાથે જ બટાકા માટેની યોગ્ય વેચાણ વ્યવસ્થા ગોઠવવાની પણ માગ કરાઇ છે.કિસાન સંઘે માગ કરી છે કે કોલ્ડ સ્ટોરેજના પાકના આંકડા આધારે રાજ્ય સરકાર બટાકા પકવતા ખેડૂતો માટે આર્થિક સહાય જાહેર કરે.મહત્વપૂર્ણ છે કે કોરોના મહામારીને પગલે બટાકાનું વેચાણ ન થયું હોવાનો પણ પત્રમાં ઉલ્લેખ કરાયો છે.

આ પણ વાંચો : AMRELI : વડીયામાં ખેતી સાથે પીવાના પાણીની પણ અછત, ખેડૂતોમાં ચિંતા

આ પણ વાંચો : SURAT : પોલીસ કબજામાં યુવકનું મોત, પોલીસે માર મારતા યુવકનું મૃત્યુ થયાનો પરિવારજનોનો આક્ષેપ

Next Video