Banaskantha: બટાટાનું વાવેતર ખૂબ જ ઘટ્યું, રાયડો, જીરું અને ઘઉં જેવા પાકોમાં વધારો થયો

|

Jan 15, 2023 | 11:50 PM

બનાસકાંઠા જિલ્લામાં શિયાળાની સિઝનમાં વિવિધ પાકોનું બહોળા પ્રમાણમાં વાવેતર થાય છે, એમાં રાયડો, ઘઉં, જીરુ, સહિત બટાકાનું સૌથી વધુ વાવેતર થાય છે, પરંતુ હકીકત એ છે કે આ વર્ષે બટાટાનું વાવેતર ખૂબ જ ઘટ્યું છે.ગયા વર્ષે બનાસકાંઠા જિલ્લામાં વિસ્તારમાં 58,902 હેક્ટર જમીનમાં બટાટાનું વાવેતર થયું હતું

Banaskantha: બટાટાનું વાવેતર ખૂબ જ ઘટ્યું, રાયડો, જીરું અને ઘઉં જેવા પાકોમાં વધારો થયો
Banaskantha Deesa Potato

Follow us on

બનાસકાંઠા જિલ્લામાં શિયાળાની સિઝનમાં વિવિધ પાકોનું બહોળા પ્રમાણમાં વાવેતર થાય છે, એમાં રાયડો, ઘઉં, જીરુ, સહિત બટાકાનું સૌથી વધુ વાવેતર થાય છે, પરંતુ હકીકત એ છે કે આ વર્ષે બટાટાનું વાવેતર ખૂબ જ ઘટ્યું છે.ગયા વર્ષે બનાસકાંઠા જિલ્લામાં વિસ્તારમાં 58,902 હેક્ટર જમીનમાં બટાટાનું વાવેતર થયું હતું.જેની સરખામણીમાં આ વખતે 53,547 હેક્ટર વિસ્તારમાં જ બટાકાનું વાવેતર થયુ છે.. જેમાં ખાસ કરીને બટાકા નગરી તરીકે ઓળખાતા ડીસા પંથકમાં પણ ગત વર્ષની સરખામણીએ 1342 હેક્ટર વિસ્તારમાં બટાટાનું વાવેતર ઘટ્યું છે.

બટાકા સિવાય રાયડો, જીરું અને ઘઉં જેવા પાકોમાં વધારો

શરૂઆતમાં બટાકાના બિયારણના ઉંચા ભાવો અને ખાતરની અછત ઉપરથી વધતી જતી મોંઘવારી વચ્ચે બટાટાના ભાવમાં સતત ચઢાવ ઉતાર જોવા મળ્યો અને બસ આ જ કારણોસર ખેડૂતો બટાકા કરતા અન્ય પાકો તરફ વળ્યા છે.એટલે જ આ વખતે બટાકા સિવાય રાયડો, જીરું અને ઘઉં જેવા પાકોમાં વધારો થયો છે.

ઘટીને 53,548 હેક્ટર વિસ્તારમાં બટાકાનું વાવેતર થયુ

આ તો થઈ ખેડૂતોની વાત પરંતુ ડીસા બટાકા સંશોધન વિભાગના આંકડાઓ કહે છે કે બનાસકાંઠામાં 2017-18માં 78,132 હેક્ટરમાં બટાટાનું વાવેતર થયું હતુ..ત્યારબાદ તે ઘટીને 2018-19માં 68134 હેક્ટરમાં 2019-20માં તે ઘટીને 62349 હેક્ટર થયું..ત્યારબાદ 2020-21માં 58903 હેકટર, 2021-22માં 58902 હેક્ટર અને ચાલુ વર્ષે 2022-23 તે ઘટીને 53,548 હેક્ટર વિસ્તારમાં બટાકાનું વાવેતર થયુ છે.

આ એક કામ કરીને જલદી અમીર બની શકો છો તમે ! પ્રેમાનંદ મહારાજે જણાવી ટ્રિક
આજનું રાશિફળ તારીખ : 21-01-2025
Trump in Diamond : સુરતના વેપારીએ ડોનાલ્ડ ટ્રમ્પના ચહેરાવાળો હીરો બનાવ્યો, જુઓ Video
ટીમ ઈન્ડિયાના બે સ્ટાર ક્રિકેટર ટીમની બહાર, નહીં રમે આ મેચ
ટ્રમ્પના કેન્ડલ લાઇટ ડિનરમાં Ivanka Trump નો ગ્લેમરસ લુક આવ્યો સામે, જુઓ ફોટા
Astrological advice : કયા દિવસે દારૂ પીવો સારો છે? જાણી લો

બનાસકાંઠા જિલ્લામાં બટાટાના વાવેતરમાં 25 ટકા જેટલો ઘટાડો નોંધાયો

આમ જોઈએ તો છેલ્લા 6 વર્ષની અંદર બનાસકાંઠા જિલ્લામાં બટાટાના વાવેતરમાં 25 ટકા જેટલો ઘટાડો નોંધાયો થયો છે. બટાકાની ખેતી મોંઘી થઈ છે અને તેની સામે બટાકાના ભાવ પણ પૂરતા મળતા નથી.આ સિવાય પણ ખેતી વૈજ્ઞાનિકો બટાકાની ખેતી ઓછી થવાના કેટલાક કારણો આપે છે.

આમ ઘણા બધા કારણો છે જે ખેડૂતોને બટાકાની ખેતી કરતાં રોકી રહ્યા છે અથવા કહો કે બીજા પાકોની ખેતી તરફ વાળી રહ્યા છે..ત્યારે બટાકાના જો યોગ્ય ભાવની ખાતરી મળે તો આ ખેડૂતો પણ પાછા બટાકા તરફ વળી શકે.

Next Article