આગામી ચોમાસાની ઋતુને ધ્યાનમાં રાખી પાલનપુરના નગરજનોને ચોમાસાની ઋતુ દરમ્યાન પરેશાની ન થાય તે હેતુથી કરવાની થતી પ્રી-મોન્સુન (Pre Monsoon) કામગીરી તથા મહત્વના સુચનો અંતર્ગત પ્રિમોન્સુન એક્શન પ્લાન અંગે મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી. ચોમાસા દરમિયાન લોકોને હાલાકી ન પડે તે માટે પાલનપુર નરગપાલિકાએ અત્યારથી જ તૈયારી શરૂ કરી છે.
આ પણ વાંચો : Banaskantha : LCB કોન્સ્ટેબલને થપ્પડ મારવાનો વકીલ પર આરોપ, કાર અથડાવવા મુદ્દે થઈ હતી બબાલ
ચોમાસાને ધ્યાનમાં લઈને પ્રિમોન્સૂનની કામગીરી શરૂ કરવામાં આવી છે. શહેરના નદી અને નાળાની સફાઈ કરાવી વરસાદી પાણીનો નિકાલ થાય તેવો પ્લાન અમલમાં મૂક્યો છે. 27 નાળાની સફાઈનું કામ હાથ ધરવામાં આવ્યું છે. JCB મશીન, શ્રમિકો સાથે સફાઈ હાથ ધરવામાં આવી છે.
એટલું જ નહીં વૃક્ષોનું કટિંગ અને ભયજનક હોર્ડિંગ નીચે ઉતારવામાં આવી રહ્યાં છે. ફોગિંગ મશીનથી દવાનો છંટકાવ કરવામાં આવી રહી છે. બારડપુરા, દિલ્હી ગેટ, બ્રિજેશ્વર કોલોની અને મફતપુરા વિસ્તારમાં સફાઈનું કામકાજ હાથ ધર્યું છે. ચોમાસા પહેલા પ્રીમોન્સૂન પ્લાનની કામગીરી પૂરી થાય તેવું શહેરીજનો મત છે.
તો બીજી તરફ લોકોના આક્ષેપ છે કે દર વર્ષે પ્રિમોન્સૂન પ્લાન માત્ર કાગળ પર રહે છે. કોઇ સફાઇ કરવામાં આવતી નથી. નદી નાળામાં ગંદકી અને વૃક્ષો ફસાઈ જવાને કારણે વરસાદી પાણીનો નિકાલ થતો નથી. તો વિપક્ષનો આક્ષેપ છે કે દર વર્ષે લાખોની ગ્રાન્ટ ફાળવી ભ્રષ્ટાચાર કરાય છે. છતા પણ કોઇ પણ પ્રકારની પ્રિમોન્સૂનની કામગીરી થતી નથી. જેના પગલે લોકોને હાલાકીનો સામનો કરવો પડે છે.
તો બીજી તરફ આ અગાઉ ચોમાસમાં અમદાવાદના નગરજનોને ચોમાસાની ઋતુ દરમ્યાન પરેશાની ન થાય તે હેતુથી કરવાની થતી પ્રી-મોન્સુન (Pre Monsoon) કામગીરી તથા મહત્વના સુચનો અંતર્ગત 10 મે ના રોજ પ્રિમોન્સુન એક્શન પ્લાન અંગે મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી. જેમાં મેયર, સ્ટે. કમિટી ચેરમેન, વિવિધ કમિટીના ચેરમેન, મ્યુનિ. કમિશનર સહિતના વિવિધ વિભાગના ડે. મ્યુનિ. કમિશનર તેમજ ઉચ્ચ અધિકારીઓ હાજર હતા. જેમાં મહત્વના સૂચનો કરવામાં આવેલ હતા. જેમાં કેટલાક મહત્તવના પ્લાન બનાવવામાં આવ્યા છે.
ગુજરાતના તમામ સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર
તથા ગુજરાત ના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો…