Banaskantha: ઉત્તર ગુજરાતના કોંગ્રેસના દિગ્ગજ નેતા અને ડીસાના પૂર્વ ધારાસભ્ય ગોવા રબારી આજે કરશે કેસરિયા, સી.આર. પાટીલ ખેસ પહેરાવી કરશે સ્વાગત

|

Jun 19, 2023 | 6:15 AM

Banaskantha: ડીસાના પૂર્વ ધારાસભ્ય અને ઉત્તર ગુજરાતના કોંગ્રેસના દિગ્ગજ નેતા ગોવા રબારી આજે વિધિવત રીતે ભાજપમાં સામેલ થઈ જશે. ભાજપ પ્રદેશ પ્રમુખ સી. આર. પાટીલ ખેસ પહેરાવી તેમનુ સ્વાગત કરશે.

Banaskantha: ઉત્તર ગુજરાતના કોંગ્રેસના દિગ્ગજ નેતા અને ડીસાના પૂર્વ ધારાસભ્ય ગોવા રબારી આજે કરશે કેસરિયા, સી.આર. પાટીલ ખેસ પહેરાવી કરશે સ્વાગત

Follow us on

Banaskantha: 2024ની લોકસભા ચૂંટણી પહેલા કોંગ્રેસને વધુ એક મોટો ઝટકો લાગ્યો છે. ડીસાના પૂર્વ ધારાસભ્ય અને ઉત્તર ગુજરાતના કોંગ્રેસના દિગ્ગજ નેતા ગોવા રબારી આજે કેસરિયા કરશે. કોંગ્રેસમાંથી રાજીનામું આપ્યા બાદ હવે ગોવા રબારી આજે ભાજપમાં જોડાશે. ડીસા માર્કેટ યાર્ડમાં ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલના હસ્તે કેસરિયો ખેસ ધારણ કરી ગોવા રબારી ભાજપમાં વિધિવત રીતે સામેલ થશે. ગોવા રબારીની સાથે થરાદ પાલિકાના પૂર્વ ઉપપ્રમુખ સહિત 4 કોર્પોરેટરો તેમજ અન્ય કાર્યકરો પણ ભાજપમાં જોડાશે. ડીસા શહેર પ્રમુખ તેમજ તાલુકા પ્રમુખે પણ કોંગ્રેસમાંથી રાજીનામા આપી દીધા છે. ત્યારે લોકસભાની ચૂંટણી પહેલા જ એકસાથે 5 નેતાઓએ પક્ષ સાથે છેડો ફાડતાં કોંગ્રેસને મોટો ફટકો પડ્યો છે.

મહત્વનું છે કે ગોવા રબારીની છેલ્લા ઘણા સમયથી ભાજપમાં જોડાવાની અટકળો ચાલી રહી હતી. જે બાદ તેમણે શનિવારે કોંગ્રેસના પ્રાથમિક સભ્ય પદ સહિત તમામ હોદ્દાઓ પરથી રાજીનામું આપી દીધું હતું. રાજીનામાના પત્રમાં ગોવા રબારીએ જણાવ્યું હતું કે તેઓ છેલ્લા 35થી વધુ વર્ષથી કોંગ્રેસ સાથે જોડાયેલા હતા, પરંતુ છેલ્લા કેટલાક સમયથી ગુજરાતમાં કોંગ્રેસની હાલત કથળતી જતી હોવાથી વિસ્તારના લોકોના કામ સંતોષપૂર્વક રીતે થઈ શકતા નથી. તેથી કોંગ્રેસના પ્રાથમિક સભ્ય પદેથી તેમજ કોંગ્રેસમાં મારા વિવિધ હોદ્દા પરથી રાજીનામું આપું છું.

આ પણ વાંચો : Ahmedabad: શક્તિસિંહ ગોહિલે કોંગ્રેસમાં જુથબંધી અંગે કહી મોટી વાત, 18મીએ સંભાળશે પ્રમુખપદ

આ 5 લોકોના ઘરે ક્યારેય ન કરવુ જોઈએ ભોજન
શ્રાદ્ધમાં આ સરળ ટીપ્સની મદદથી બનાવો દૂધપાક
આજનું રાશિફળ તારીખ : 20-09-2024
કોણ છે એ છોકરી જેના કારણે કોહલી-ગંભીર સાથે જોવા મળ્યા?
લગ્ન પહેલા પુરુષોએ આ મેડિકલ ટેસ્ટ જરૂર કરાવવા જોઈએ, જુઓ List
Phoneમાં ઝડપથી થઈ જશે ચાર્જિંગ? ફોલો કરી લો બસ આ ટ્રિક

ગુજરાતમાંથી કોંગ્રેસ છોડી પક્ષપલટો કરનારા નેતાઓને ઉદ્દેશીને તેમની પદયાત્રા દરમિયાન શક્તિસિંહે જણાવ્યુ કે  ED, CBIના ડરથી કોંગ્રેસના નેતાઓ કોંગ્રેસ છોડી રહ્યા છે. મજબૂરી અને સત્તાના દુરુપયોગને કારણે કોંગ્રેસ છોડી. હવે અનેક લોકો ઘર વાપસી કરશે અને નવા લોકો પણ જોડાશે. વધુમાં તેમણે ઉમેર્યુ કે જ્ઞાતિવાદ, જૂથબંધી કે ભેદભાવમાં પડ્યા વગર સૌના સાથથી ગુજરાતના સર્વાંગી વિકાસ માટે કામ કરીશુ.

જૂથબંધી વિશે શું કહ્યુ શક્તિસિંહે ?

ગુજરાત કોંગ્રેસમાં જૂથબંધી સૌથી મોટો પ્રશ્ન રહેતો હોય છે ત્યારે શક્તિસિંહ એ મીડિયા સમક્ષ કહ્યુ હતુ કે, હું જૂથબંધીમાં નથી માનતો અને જૂથબંધીના રાજકારણનો માણસ નથી, મારા માટે પક્ષ મોટો છે. નાખુશ થનાર મિત્રોને વાતચીત કરવા કહી રહ્યો છું, પરિવારના મુખીયા ની જવાબદારી મળી છે ત્યારે પક્ષના તમામ કાર્યકરોમાં કોઈ જૂથ નહીં પરંતુ તમામને એક તાતણે બાંધી આગળ વધીશું. દરેક કાર્યકરો કોઈને કોઈ સાથે તો સંકળાયેલા હોય જ છે. પરંતુ તમામ સાથે મળી ટીમ કોંગ્રેસ તરુકે કામ કરતા થાય એવું કરીશું. ભાજપ જેવી સરમુખત્યારશાહી કોંગ્રેસમાં નથી. કોંગ્રેસમાં વૈમનસ્યની સ્થિતિ ક્યારેય નથી રહી અને રહેશે પણ નહીં. શક્તિસિંહે જૂથવાદને લઈ કરેલ આ સ્પષ્ટતાને કાર્યકરો આવકારી રહ્યા છે.

બનાસકાંઠા સહિત ગુજરાત ના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો   

 

 

 

 

Next Article