Banaskantha: કરબુણ ગામમાં અસામાજિક તત્વોનો ત્રાસ, શાળામાં દારૂ-મટનની મહેફિલ માણતા તત્વો પર ગ્રામજનો ત્રાટક્યા

|

Jul 11, 2021 | 6:27 PM

માંસાહાર તેમજ દારૂની મહેફીલ માણતા અસામાજિક તત્વો સામે કડક કાર્યવાહી કરવામાં નહીં આવે તો શાળામાંથી બાળકોને ઉઠાડી લેવાની ગ્રામજનોએ ચીમકી ઉચ્ચારી છે.

Banaskantha: સરહદી વિસ્તારના કારબૂણ (karbun) ગામની પ્રાથમિક શાળા (school)માં અસામાજિક તત્વો આતંક મચાવતા હોવાની ઘટના સામે આવી છે. મોડીરાત્રે ગ્રામજનો શાળાએ પહોંચતા જ અસામાજિક તત્ત્વો માંસાહાર તેમજ દારૂની બોટલ ઓરડામાં જ મૂકીને નાસી ગયા હતા. આ ઘટનાને પગલે થરાદ પોલીસ ઘટના સ્થળે પહોંચી તપાસ હાથધરી છે.

 

 

થરાદ તાલુકાના કરબુણ ગામમાં શ્રી ગુરુકૃપા પ્રાથમિક શાળામાં અસામાજિક તત્વોના ત્રાસની ઘટના બની છે. મોડી રાત્રે શાળાના ઓરડામાં કેટલાક અસામાજીક તત્વો દારૂ અને માંસાહારની મહેફિલ માણતા હોવાની માહિતી મળતા જ ગ્રામજનો શાળામાં દોડી આવ્યા હતા. જો કે ગ્રામજનો શાળામાં પહોંચતા જ અસામાજિક તત્વો દારૂની બોટલ તેમજ માંસાહાર મૂકી નાસી ગયા હતા.

 

ગ્રામજનોની ફરીયાદના આધારે શાળાના સંચાલકો સહિત થરાદ પોલીસ ઘટના સ્થળે આવી પહોંચી હતી. જ્યાં શાળામાં તપાસ કરતા શાળાના ઓરડામાં ખાટલા પર માંસ અને દારૂની બોટલ, ગ્લાસ સહિતની ચીજવસ્તુઓ પોલીસે કબ્જે કરી હતી.

 

શાળાના આચાર્ય અને ગ્રામજનોએ અજાણ્યા શખ્સો સામે પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે. તેમજ સરસ્વતીના ધામમાં માંસાહાર તેમજ દારૂની મહેફીલ માણતા અસામાજિક તત્વો સામે કડક કાર્યવાહી કરવામાં નહીં આવે તો શાળામાંથી બાળકોને ઉઠાડી લેવાની ગ્રામજનોએ ચીમકી ઉચ્ચારી છે.

 

આ પણ વાંચો: Vadodara : દૂધના ભાવવધારાનો કોંગ્રેસ દ્વારા વિરોધ, 20 કોંગીજનોની અટકાયત

આ પણ વાંચો: Chhotaudepur : જિલ્લામાં વરસાદી માહોલ, ઓરસંગ નદી બે કાંઠે વહેતી થઇ

Next Video