Banaskantha : લાખણીના લવાણા ગામે વ્યાજખોર સામે નોંધાઇ ફરિયાદ, વ્યાજના પૈસા વસૂલવા બળજબરી પૂર્વક 60 હજારનું બાઇક પડાવી લીધુ

|

Feb 19, 2023 | 11:49 AM

બનાસકાંઠાના લવાણા ગામના વ્યાજખોર સામે ફરિયાદ નોંધાઈ છે. લવાણા ગામના ગેરેજ માલિકે નવ માસ પહેલા રુ. 60 હજારના એક મહિનાનું 12,500 મુજબ ઉંચા વ્યાજ સાથે રુ. 1.85 લાખ પરત કર્યા હતા. આમ છતા પઠાણી ઉઘરાણી કરવામાં આવતી હતી.

Banaskantha : લાખણીના લવાણા ગામે વ્યાજખોર સામે નોંધાઇ ફરિયાદ, વ્યાજના પૈસા વસૂલવા બળજબરી પૂર્વક 60 હજારનું બાઇક પડાવી લીધુ
Banaskantha Lawana village of Lakhni filed a complaint against the usurer forcibly seized a bike worth 60 thousand to collect interest money

Follow us on

ગુજરાતમાં પોલીસે વ્યાજ ખોરોના ત્રાસની મળેલી ફરિયાદના આધારે કાર્યવાહી શરૂ કરી છે. જેમાં ગૃહ વિભાગની સુચના બાદ દરેક જિલ્લામાં લોકોની ફરિયાદ લેવા માટે લોક દરબારનું આયોજન કરવામાં આવી રહ્યું છે. બનાસકાંઠાના લવાણા ગામના વ્યાજખોર સામે ફરિયાદ નોંધાઈ છે. લવાણા ગામના ગેરેજ માલિકે નવ માસ પહેલા રુ.60 હજારના એક મહિનાનું 12,500 મુજબ ઉંચા વ્યાજ સાથે રુ. 1.85 લાખ પરત કર્યા હતા. છતા 70,000 રુપિયા બાકી હોવાનું કહીને વ્યાજખોર પઠાણી ઉઘરાણી કરતો હતો.

આ પણ વાંચો : Banaskantha : કાંકરેજ તાલુકાના ખીમાણા ગામમાં બનાસ બેંકના કેશિયરે મેનેજરના ત્રાસથી આપઘાત કર્યાની ફરિયાદ, સુસાઇડ નોટના આધારે તપાસ શરૂ કરાઇ

બે દિવસ પહેલા વ્યાજખોરે પઠાણી ઉઘરાણી કરી વ્યાજના પૈસા વસૂલવા ગેરેજ પર આવી બળજબરી પૂર્વક રૂ.60 હજારનું બાઇક પડાવી લીધુ હતું. પીડિતે લાખણીના લવાણા ગામના કિરણ રાજપૂત નામનાં વ્યાજખોર વિરુદ્ધ દિયોદર પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે. જેના પગલે દિયોદર પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

Neeraj Chopra Marriage : ઓલિમ્પિક ચેમ્પિયને આ છોકરી સાથે લીધા 7 ફેરા
અજય દેવગનની કો-સ્ટારે આ 7 બિકીની ફોટાથી મચાવી ધમાલ
Pitra Dosh Mantra : પિતૃદોષ દૂર કરવા માટે કયા મંત્રનો જાપ કરવો જોઈએ?
Jio લાવ્યું 31 દિવસનો સસ્તો પ્લાન ! રોજ મળશે 1.5GB ડેટા, કિંમત માત્ર આટલી
Money Plant Vastu Tips : મની પ્લાન્ટ પાસે ભૂલથી પણ આ વસ્તુ ન રાખો, નહીતર આવશે ગરીબી !
Iskcon Temple : ઇસ્કોન મંદિરનો રંગ હંમેશા સફેદ કેમ હોય છે?

પોલીસ અધિકારીઓની તપાસના આદેશ આપ્યા

આ અગાઉ પણ બનાસકાંઠાના વડગામમાં પોલીસે વધુ બે વ્યાજખોરોને ઝડપ્યા હતા. પરેશ સોની અને દિલીપ સોની નામના વ્યાજખોરો વિરુદ્ધ ફરિયાદ મળતા પોલીસે કાર્યવાહી હાથ ધરી હતી. પોલીસને બંન્ને વ્યાજખોરો વિરુદ્ધ 39 જેટલી ફરિયાદ મળી ચૂકી હતી. પોલીસે વ્યાજખોરોના ઘરે સર્ચ કરી 100 કોરા ચેક, 48 પ્રોમિસરી નોટ, 11 નોટરી કરાર, 2 લાખ રોકડા જપ્ત કર્યા હતા. આ સાથે પોલીસે સહી-અંગુઠા કરેલી કોરી પ્રોમિસરી નોટ તથા 10 લોકોની કોરા કાગળ પર સહીઓ પણ કબજે કરી હતી. હાલ તો પોલીસે બંન્ને વ્યાજખોરો વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

થોડા દિવસ અગાઉ મહીસાગર જિલ્લા પોલીસના લોક દરબારમાં 12 વ્યાજખોરો સામે અરજીઓ મળતા ગુનો નોંધવામાં આવ્યો હતો. કડાણાના વ્યાજખોર કિરીટ પરમારે એક શિક્ષકને 80 હજાર રૂપિયા આપ્યા હતા. જેની સામે 2.15 લાખ રૂપિયાની રકમ પડાવી હતી. આ ઉપરાંત વધુ રૂપિયાની માગણી કરતા પોલીસે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી હતી. કિરીટ પુવારના ઘરેથી મળેલા દસ્તાવેજોની પણ તપાસ શરૂ કરાઈ હતી. જેમાં કોઈ અન્ય લોકો પાસેથી વ્યાજ પડાવ્યું કે કેમ તે અંગે પણ તપાસ કરવામાં આવી હતી.

Published On - 11:06 am, Sun, 19 February 23

Next Article