બનાસકાંઠામાં થરાદના ભોરલ નજીક કેનાલમાં ગાબડું, ખેડૂતોને નુકસાન

|

Nov 08, 2021 | 5:51 PM

કેનાલમાં ગાબડું પડતા લાખો લીટર પાણીનો વેડફાટ થયો છે. તેમજ કેનાલનું પાણી આસપાસના ખેતરોમાં ભરાઈ જતા ખેડૂતોને મોટા પ્રમાણમાં નુકસાન ભોગવવુ પડ્યું છે.

ગુજરાતના(Gujarat)બનાસકાંઠામાં(Banaskantha)થરાદના ભોરલ પાસે  કેનાલમાં(Canal)મોટુ ગાબડું પડ્યું છે. જેમાં કેનાલમાં ગાબડું પડતા લાખો લીટર પાણીનો વેડફાટ થયો છે. તેમજ કેનાલનું પાણી આસપાસના ખેતરોમાં ભરાઈ જતા ખેડૂતોને મોટા પ્રમાણમાં નુકસાન ભોગવવુ પડ્યું છે.

બનાસકાંઠાના ડીસામાં ખેડૂતોને નડી રહી છે મોંધવારી

બનાસકાંઠાના ડીસા અને તેની આજુબાજુનો પંથક બટાકા વાવેતર માટે વિખ્યાત છે. દર વર્ષે 50 થી 60 હજાર હેકટર જમીનમાં બટાકાનું વાવેતર થાય છે. આ વર્ષે પણ ખેડૂતો ઠંડીનો ચમકારો વધતાં જ બટાકાના વાવેતર માં જોડાયા છે. બટાકાનું વાવેતર કરી રહેલા ખેડૂતોને મોંઘવારીનો પ્રશ્ન નડી રહ્યો છે. ખાતર બિયારણ તેમજ ડીઝલના ભાવમાં થયેલા તોતિંગ વધારાના કારણે ખેડૂતોને બટાકાનું વાવેતર કરવું મુશ્કેલ બન્યું છે.

તેમ છતાં ખેડૂતો બટાકાનું વાવેતર કરી રહ્યા છે. ખેડૂતો ભગવાનને પ્રાર્થના કરી રહ્યા છે કે આ વર્ષે બટાકાના ભાવ કરેલા ખર્ચની સામે વધે. જેથી તેઓને નુકસાન વેઠવું પડે. બટાકા પકવતા ખેડૂતો પોતાના ખેતરમાં સારા ભાવ મળવાની આશાએ બટાકાનું વાવેતર કરી રહ્યા છે.

આ પણ વાંચો : કોરોના-દિવાળીમાં સતત બંદોબસ્તમાં વ્યસ્ત રહેતી પોલીસને રાજકોટ પોલીસ કમિશનરે દેખાડ્યું ફિલ્મ સૂર્યવંશી

આ પણ વાંચો : AHMEDABAD : ઘાટલોડિયામાં ડબલ મર્ડર કેસમાં ઝારખંડથી બે આરોપીઓની અટકાયત

Published On - 5:48 pm, Mon, 8 November 21

Next Video