Banaskantha: અંબાજીમાં ગાજવીજ સાથે ધોધમાર વરસાદ, હાઇવે પર પાણી ભરાતા વાહનચાલકો પરેશાન

બનાસકાંઠાના(Banaskantha)પવિત્ર યાત્રાધામ અંબાજીમાં(Ambaji)પણ ગાજવીજ સાથે ધોધમાર વરસાદ પડ્યો છે. જેના લીધે કેટલાક વિસ્તારોમાં વરસાદી પાણી ભરાયા છે. જ્યારે હાઇવે પર પાણી ભરાતા વાહનચાલકો પરેશાન થયા છે.

Banaskantha: અંબાજીમાં ગાજવીજ સાથે ધોધમાર વરસાદ, હાઇવે પર પાણી ભરાતા વાહનચાલકો પરેશાન
Ambaji Rain
| Edited By: | Updated on: Jul 05, 2022 | 10:54 PM

ગુજરાતના (Gujarat) વરસાદી માહોલ જામ્યો છે. જેમાં બનાસકાંઠાના(Banaskantha)પવિત્ર યાત્રાધામ અંબાજીમાં(Ambaji)પણ ગાજવીજ સાથે ધોધમાર વરસાદ પડ્યો છે. જેના લીધે કેટલાક વિસ્તારોમાં વરસાદી પાણી ભરાયા છે. જ્યારે હાઇવે પર પાણી ભરાતા વાહનચાલકો પરેશાન થયા છે. જેમાં કેટલાક વિસ્તારોમાં ઝાડ પડવાનો બનાવ બન્યો છે. જ્યારે કેટલાક વિસ્તારો વીજપોલ ધરાશાઇ થતાં વીજળી ગુલ થઈ હતી. આ ઉપરાંત બનાસકાંઠાના પાલનપુરમાં પણ ભારે પવન સાથે વરસાદ પડયો છે. જ્યારે કોલેજ રોડ પર જાહેર માર્ગ પર વીજ પોલ ધરાશાયી થયો છે. જ્યારે વીજપોલ રોડ વચ્ચે ધરાશાયી થતા વાહન વ્યવહારને મુશ્કેલી પડી છે.

બનાસકાંઠાના દિયોદર, લાખણી, થરાદ તાલુકામાં વરસાદ પણ નોંધાયો છે. જ્યારે ભારે પવન સાથે વરસાદ પડતા અનેક વિસ્તારોમાં વિજળી ગુલ થઈ છે. તેમજ લાખણીના સેકરા, મટુ, મોરાલ, કુડા સહિતના ગામોમાં વરસાદ પડ્યો છે. આ ઉપરાંત દિયોદરના જાલોઢા, માનપુરા, નવાપુરા, સોની સહિતના ગામોમાં વરસાદ પડ્યો છે. તેમજ લાખણી તાલુકાના મોટાભાગના વિસ્તારોમાં વીજળી ગુલ થઈ છે. આ ઉપરાંત થરાદના જેતડા, મેઘપુરા, રાહ સહિતના ગામોમાં વરસાદ પડ્યો છે. જેમાં વરસાદ સાથે આવેલ ભારે પવનના કારણે નુકસાન થયુ હોવાની શક્યતા છે.

ગુજરાતના 105થી વધુ તાલુકામાં નોંધપાત્ર વરસાદ  પડ્યો છે. દેવભૂમિ દ્વારકા  ના કલ્યાણપુરમાં સૌથી વધુ 6 ઈંચ જ્યારે પોરબંદર ના રાણાવાવ અને જૂનાગઢ શહેરમાં 4 ઈંચ વરસાદ ખાબક્યો છે. સૌરાષ્ટ્રમાં કેટલેક સ્થળે સાંબેલાધાર વરસાદ પડ્યો છે. જૂનાગઢના વંથલીમાં એક કલાકમાં આશરે 6 ઇંચ વરસાદથી જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે. અમરેલી, રાજકોટ, જામનગર, ગીર સોમનાથ સહિતના પંથકમાં ભારે વરસાદ પડ્યો છે. જૂનાગઢ જિલ્લાના કેશોદના પ્રાસલી ગામે ધોધમાર વરસાદ પડ્યો છે. 3 ઈંચ જેટલો વરસાદ પડતાં બળોદરી નદીમાં આવ્યું ઘોડાપૂર આવ્યું હતું. નદીમાં પૂર આવતાં મીની ટ્રેક્ટર પાણીના ધસમસતા પ્રવાહમાં તણાયું હતું. પાણીના વહેણમાં પુલ પરથી ખેડૂતોને જીવના જોખમે પસાર થવાનો વારો આવ્યો હતો. મીની ટ્રેક્ટર પાણીમાં તણાતા ખેડૂતે પાણીમાં કૂદકો માર્યો હતો અને તે તરીને બહાર આવી જતાં તેનો બચાવ થયો હતો.

ગુજરાતમાં અત્યાર સુધીમાં સારો એવો વરસાદ નોંધાયો છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યના અનેક તાલુકાઓમાં વરસાદ નોંધાયો છે. દક્ષિણ ગુજરાતના તાલુકાઓમાં ધોધમાર વરસાદ વરસ્યો છે. છેલ્લા 24 કલાકમાં સૌથી વધુ ઉમરગામમાં સાડા છ ઇંચ વરસાદ નોંધાયો છે. પારડીમાં સાડા પાંચ, પલસાણામાં સાડા ચાર ઇંચ વરસાદ ખાબક્યો છે. વાપીમાં પણ સાડા ચાર ઇંચ વરસાદ ખાબક્યો છે. સુરત શહેર અને ચોર્યાસીમાં ચાર-ચાર ઇંચ વરસાદ નોંધાયો છે. દેવભૂમિદ્વારકાના ખંભાળિયામાં સાડા ત્રણ ઇંચ વરસાદ નોંધાયો છે. મધ્ય ગુજરાતમાં પણ કેટલાક સ્થળો પર વરસાદ પડ્યો છે.

Published On - 10:52 pm, Tue, 5 July 22