Banaskatha: કાંકરેજમાં કિશોરી સાથે દુષ્કર્મની ફરિયાદ, પોલીસે આરોપીની શોધખોળ હાથ ધરી

તબીબે કિશોરીને પેટમાં દુખાવા બાબતે જણાવ્યું હતું કે કિશોરીને ચાર માસનો ગર્ભ છે કિશોરીના પરિવારજનોએ કિશોરી ને સમગ્ર ઘટના બાબતે પૂછતા કિશોરીએ પોતાની સાથે બનેલ ઘટનાની હકીકત કહેતા કહ્યુ હતું કે છેલ્લાં ચાર મહિનાથી જ્યારે ઘરે એકલી હોય ત્યારે એક શખ્સ ધમકી આપીને તેની સાથે આચરતો હતો

Banaskatha:  કાંકરેજમાં કિશોરી સાથે દુષ્કર્મની ફરિયાદ, પોલીસે આરોપીની શોધખોળ હાથ ધરી
Banaskantha Rape Complaint
| Edited By: | Updated on: May 12, 2023 | 8:09 AM

બનાસકાંઠા(Banaskantha) જિલ્લાના કાંકરેજ તાલુકામા 15 વર્ષની કિશોરી પર એક શખ્સે ડરાવી ધમકાવી વારંવાર દુષ્કર્મ (Rape) આચર્યું કિશોરી બની ગર્ભવતી ભોગ બનનાર કિશોરીના પિતાએ એક શખ્સ વિરુદ્ધ નોંધાવી શિહોરી પોલીસ મથકે પોલીસ ફરીયાદ પોલીસે આરોપીની શોધખોળ હાથ ધરી છે. જેમાં સમગ્ર ઘટનાની વિગત મુજબ બનાસકાંઠા જિલ્લાના કાંકરેજ તાલુકાના તાલુકા મથક શિહોરી પંથકની એક કિશોરી સાથે એક શખ્સે વારંવાર દુષ્કર્મ આચર્યું હતું અને કિશોરી ગર્ભવતી બની છે .

કિશોરીને એક હોસ્પિટલમાં લઈ ગયા હતા ત્યારે ચોંકાવનારી હકીકત સામે આવી

આ સમગ્ર ઘટનાની વાત કરવામાં આવે તો કાંકરેજ તાલુકાના તાલુકા મથક શિહોરી પંથકમાં એક કિશોરીને પેટમાં દુખાવો ઉપડતા તેના પરિવારજનો સારવાર અર્થે કિશોરીને એક હોસ્પિટલમાં લઈ ગયા હતા ત્યારે ચોંકાવનારી હકીકત સામે આવી હતી.

કિશોરીના પિતાની ફરીયાદના આધારે ગુનો નોંધી આરોપીની શોધખોળ

જેમાં તબીબે કિશોરીને પેટમાં દુખાવા બાબતે જણાવ્યું હતું કે કિશોરીને ચાર માસનો ગર્ભ છે કિશોરીના પરિવારજનોએ કિશોરી ને સમગ્ર ઘટના બાબતે પૂછતા કિશોરીએ પોતાની સાથે બનેલ ઘટનાની હકીકત કહેતા કહ્યુ હતું કે છેલ્લાં ચાર મહિનાથી જ્યારે ઘરે એકલી હોય ત્યારે એક શખ્સ ધમકી આપીને તેની સાથે આચરતો હતો દુષ્કર્મ ચાર મહિનાથી પીડિત કિશોરીની પિતાએ એક શખ્સ વિરુદ્ધ નોંધાવી છે દુષ્કર્મ અને પૉસ્કો એક્ટ મુજબ પોલીસ ફરીયાદ પોલીસે પીડિત કિશોરીના પિતાની ફરીયાદના આધારે ગુનો નોંધી આરોપીની શોધખોળ હાથ ધરી છે.

જેમાં આરોપી વિરુદ્ધ IPC કલમ 376(2)(N), 376(3), 506(2) તેમજ પોસ્કો એક્ટ 4,6 મુજબ પોલીસ ફરીયાદ નોંધાઈ છે. જેમાં આરોપીનું નામ ડાભી અગરસિગ ઉર્ફ ટીપું સોમભા રહે. શિહોરી છે. તેમજ આરોપી ફરાર છે અને પોલીસ શોધખોળ કરી રહી છે.

ગુજરાતના તમામ સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો…