Banaskantha : આર્મી સહિત વિવિધ ફોર્સમાં જોડાવા માંગતા યુવાનો માટે નિઃશુલ્ક નિવાસી તાલીમ વર્ગ યોજાશે

આ નિવાસી તાલીમ વર્ગમાં આ પ્રમાણેની લાયકાત/ શારીરિક માપદંડ ધરાવતા ઉમેદવારોને પ્રિ-સ્ક્રુટીની પ્રક્રિયા સંપન્ન કરી તાલીમ વર્ગ માટે જીલ્લા રોજગાર કચેરી દ્વારા પસંદગી કરવામાં આવશે.

Banaskantha : આર્મી સહિત વિવિધ ફોર્સમાં જોડાવા માંગતા યુવાનો માટે નિઃશુલ્ક નિવાસી તાલીમ વર્ગ યોજાશે
Banasknatha Army Pre Recruitment Training Camp (File Image)
| Edited By: | Updated on: Jan 03, 2022 | 6:06 PM

દેશની સુરક્ષા માટે લશ્કર(Army)  સહિત વિવિધ ફોર્સમાં જોડાવા માગતા યુવાનો(Youth)  માટે બનાસકાંઠા(Banaskantha)  જિલ્લા રોજગાર વિનિમય કચેરી, પાલનપુર દ્વારા લશ્કરી, અર્ધલશ્કરી, પોલીસ ફોર્સ તથા સિક્યુરીટી ગાર્ડમાં જોડાવા ઇચ્છતા બનાસકાંઠા જિલ્લાના ફક્ત પુરૂષ ઉમેદવાર માટે ભરતી પૂર્વેનો (Pre Recruitment)  એક માસનો વિનામૂલ્યે નિવાસી તાલીમ વર્ગ આગામી દિવસોમાં શરૂ કરવામાં આવનાર છે.

આ નિવાસી તાલીમ વર્ગમાં આ પ્રમાણેની લાયકાત/ શારીરિક માપદંડ ધરાવતા ઉમેદવારોને પ્રિ-સ્ક્રુટીની પ્રક્રિયા સંપન્ન કરી તાલીમ વર્ગ માટે જીલ્લા રોજગાર કચેરી દ્વારા પસંદગી કરવામાં આવશે.

વિવિધ ફોર્સમાં જોડાવવા માટે ઇચ્છુક ઉમેદવારો માટે પસંદગી માટેની જરૂરી લાયકાત નીચે મુજબ છે. ઉંમર-૧૭. ૧/૨ થી ૨૧ વર્ષ, શૈક્ષણિક લાયકાત-૧૦ પાસ/ ૧૨ પાસ કે તેથી વધુ, ઉંચાઇ-૧૬૮ સે. મી. થી વધારે, છાતી- ૭૭-૮૨ સે. મી, વજન- ૫૦ કિ.ગ્રામ હોવુ જરૂરી છે.

આ તાલીમ વર્ગમાં જોડાવા માગતા બનાસકાંઠા જિલ્લાના તમામ પુરૂષ ઉમેદવારોએ તેમની શૈક્ષણિક લાયકાતના પ્રમાણપત્રોની નકલ, રોજગાર કચેરીના નામ નોંધણી કાર્ડની નકલ, પાસપોર્ટ સાઇઝના ફોટોગ્રાફ, બેંક પાસબુકની નકલ, આધાર કાર્ડની નકલ સાથે દિન-૧૫ માં નિઃશુલ્ક નિવાસી તાલીમ વર્ગનું ફોર્મ જિલ્લા રોજગાર કચેરી, જિલ્લા સેવા સદન-૨, જોરાવર પેલેસ, પાલનપુર ખાતેથી મેળવી તથા ભરીને પરત રોજગાર અધિકારી કચેરીમાં ફોર્મ જમા કરાવવાનું રહેશે.

આ પણ વાંચો : આપ નેતા ઇસુદાન ગઢવીની પ્રોહિબિશન એક્ટ હેઠળ ધરપકડ કરાઇ, ગણતરીની મિનિટોમાં મળ્યા જામીન

આ પણ વાંચો :  Ahmedabad : કોરોનાના કેસને લઈ સિવિલમાં મહત્વની બેઠક, નર્સિંગ સ્ટાફ તેમજ મેડિકલ ઓફિસરને છ દિવસની તાલીમ અપાશે