BANASKANTHA : કિસાન સૂર્યોદય યોજનામાં ચાર પાવર સ્ટેશન પરથી ખેડૂતોને દિવસે વીજળી આપવાની શરૂઆત, ખેડૂતોમાં આનંદ

|

Aug 06, 2021 | 9:57 AM

ખેડૂતોને દિવસે વીજળી મળતાં અનેક સમસ્યાઓ દૂર થઈ છે અને કિસાન સૂર્યોદય યોજનાથી ખેડૂતોને અનેક લાભ થવાની શક્યતા પણ સેવાઈ છે.

BANASKANTHA : કિસાન સુર્યોદય યોજના (Kisan Suryodaya Yojana) અંતર્ગત રાજ્યના વધુ 1400 ગામોના ખેડૂતોને હવે દિવસે વીજળી મળશે. બનાસકાંઠા જિલ્લામાં કિસાન સૂર્યોદય યોજનાનો પ્રારંભ થયો છે. બનાસકાંઠા જિલ્લામાં ચાર પાવર સ્ટેશન પરથી ખેડૂતોને દિવસે વીજળી આપવાની શરૂઆત કરવામાં આવી છે. જેને લઈ ખેડૂતોમાં ખુશી છે. ખેડૂતોનું કહેવું છે કે પાકના પિયત માટે રાત્રે ઉજાગરા કરવા પડતાં હતા અને જંતુ-જનાવરનો ભય પણ રહેતો.ત્યારે હવે ખેડૂતોને દિવસે વીજળી મળતાં અનેક સમસ્યાઓ દૂર થઈ છે અને કિસાન સૂર્યોદય યોજનાથી ખેડૂતોને અનેક લાભ થવાની શક્યતા પણ સેવાઈ છે.

ગઈકાલે 5 ઓગષ્ટે કચ્છની મુલાકાતે આવેલા મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ PM મોદીના ડ્રીમ પ્રોજેક્ટ સ્મૃતિવનની મુલાકાત કરી હતી. ત્યારબાદ પત્રકારો સાથેની વાતચીતમાં તેમણે કહ્યું કે કિસાન સુર્યોદય યોજના અંતર્ગત કચ્છના 45 ગામો સહિત રાજ્યના 1400 ગામોમાં દિવસે વીજળી આપવામાં આવશે. સાથે જ 2022 સુધીમાં રાજ્યના તમામ ગામોમાં દિવસે વીજળી મળતી થઇ જશે તેવો નિર્ધાર પણ વ્યક્ત કર્યો.

આ પણ વાંચો : KUTCH : કચ્છના 45 સહીત રાજ્યના વધુ 1400 ગામોનો કિસાન સૂર્યોદય યોજનામાં સમાવેશ

Next Video