બનાસકાંઠામાં વહેલી સવારથી વરસાદ, ડીસામાં બે કલાકમાં 4 ઇંચ વરસાદ ખાબક્યો
બનાસકાંઠાના ડીસા સહિતના વિસ્તારોમાં મેઘમહેર શરૂ થતા અનેક નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાયા છે. ડીસામાં ધોધમાર વરસાદ પડતાં સવારે 6 થી 8 બે કલાકમાં 4 ઇંચ વરસાદ ખાબક્યો છે.
ગુજરાતમાં(Gujarat)સતત મેઘમહેર વરસી રહી છે. જેમાં બનાસકાંઠામાં(Banaskantha)વહેલી સવારથી જ વરસાદની શરૂઆત થઈ છે. બનાસકાંઠાના ડીસા સહિતના વિસ્તારોમાં મેઘમહેર શરૂ થતા અનેક નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાયા છે. ડીસામાં ધોધમાર વરસાદ પડતાં સવારે 6 થી 8 બે કલાકમાં 4 ઇંચ વરસાદ ખાબક્યો છે. આ ઉપરાંત ગઈકાલે રાત્રેથી જીલ્લાના તમામ તાલુકાઓમાં ધીમીધારે વરસાદ પડી રહ્યો છે.
ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં 14 તાલુકાઓમાં 1 ઇંચથી 6 ઇંચ સુધી વરસાદ પડ્યો છે. જેમાં સૌથી વધુ બનાસકાંઠાના દાંતીવાડામાં 6 ઈંચ વરસાદ ખાબક્યો હતો. જ્યારે સુરેન્દ્રનગરના ધાંગધ્રામાં 2.5 ઇંચ, ધાનેરામાં 2 ઈંચ વરસાદ પડ્યો છે. જ્યારે રાજયમાં અત્યાર સુધી કુલ 82.40 ટકા વરસાદ વરસ્યો છે.
ગુજરાતમાંહજુ પણ આ મહિનો પૂર્ણ થાય તે પૂર્વે વધુ વરસાદની(Rain)આગાહી કરવામાં આવી છે. તેમજ અત્યાર સુધી રાજ્યના મોસમનો કુલ 82.40 ટકા જેટલો વરસાદ નોંધાયો છે. તેમજ ઓગસ્ટ મહિના અંત સુધી રાજ્યમાં વરસાદની 49 ટકા જેટલી ઘટ હતી. જે આ 25 દિવસમાં ઘટીને હવે માત્ર 19 ટકા જેટલી જ રહી છે.
આ ઉપરાંત જો આપણે રાજ્યના પડેલા 81. 34 ટકા વરસાદની ઝોન વાઇસ સ્થિતિ જોઇએ તો સૌરાષ્ટ્રમાં સૌથી વધારે 97.70 , ઉત્તર ગુજરાતમાં 65.12 ટકા, મધ્ય ગુજરાત 73. 28 ટકા અને દક્ષિણ ગુજરાતમાં 81. 34 ટકા વરસાદ નોંધાયો છે. જેના પગલે ખેડૂતોએ પણ વાવણી શરૂ કરી છે.
આ પણ વાંચો : ધોરાજીના કોંગ્રેસના ધારાસભ્ય લલિત વસોયાનો ડાયરામાં બેફામ પૈસા ઉડાવતા હોવાનો વિડીયો વાયરલ
આ પણ વાંચો : 1 ઓક્ટોબરથી નકામી થશે આ 3 બેંકની ચેકબુક, તાત્કાલિક બદલો નહીંતર તમારા વ્યવહાર અટકી જશે
પાણીની ટાંકી તોડવા માટે ટાંકી ઉપર ચડ્યું JCB, જુઓ વીડિયો
અમદાવાદના નામાંકિત દાસ ખમણને AMCએ માર્યું સીલ
ડીસાના રામપુરમા 20 વર્ષથી પાકો રસ્તો જ નથી, નેતાઓ સામે રોષે ભરાયા લોકો
સનાતન ધર્મ અને ભારતીય સંસ્કૃતિ સૂર્ય-ચંદ્ર જેટલી અમર અને અમિટ છે
