બનાસકાંઠાના (Banaskantha) વાવ તાલુકાનું ભાટવર ગામ (Bhatvar village) બેટમાં ફેરવાયું છે, વરસાદે (Rain) તો વિરામ લીધો છે, પરંતુ ગામમાં ભરાયેલું પાણી હજું પણ ઓસર્યું નથી. આખા ગામમાં ગોઠણસમા પાણી ભરાયેલા છે, લોકોના ઘરોમાં પણ પાણી ભરાઈ જતા અનાજ સહિત તમામ ઘરવખરી પલળી જતા ભારે નુકસાન પહોંચ્યું છે. જેના પગલે સ્થાનિક લોકો કફોડી સ્થિતિમાં મૂકાયા છે અને સ્થાનિકોને કેવી રીતે રસોઈ બનાવી તેવા પ્રશ્નો ઉભા થયા છે.
ભાટવર ગામ પાસેના ડેડવા તરફ જવાનો રસ્તો બિલકુલ બંધ થઈ ગયો છે, ભાચલી અને માડકા જેવા ગામોના તળાવ (lake) ફાટતા તમામ પાણી ભાટવર ગામમાં આવી એકઠું થયું છે, જેથી આખું ગામ બેટમાં ફેરવાયું છે ભાટવર ગામની આ સમસ્યા દર વર્ષે ઉદ્ભવે છે, જેથી ગ્રામજનો તંત્ર પાસે આ સમસ્યાનો અંત લાવવા માગણી કરી રહ્યાં છે
ભાટવરથી ડેડાવા, ભાચલી અને માડકા જવાના રસ્તાઓ પર કમરસમાં પાણી ભરાતા લોકોને ગામની બહાર કઈ રીતે જવું અને ઘરોમાં પાણી હોવાથી શું રાધવું અને શું જમવું એ મોટો પ્રશ્ન છે. વાવના ભાટવર ગામમાં કમરસમા પાણી ભરાતા લોકોને 2017ના દ્રશ્યો યાદ આવ્યા છે. પાણીનો કોઈ જ નિકાલ ન હોવાથી સ્થાનિકોની હાલત કફોડી બની છે. ગામના 100થી વધુ ઘર પાણીમાં ગરકાવ હોવાથી ગ્રામજનોનું રોજિંદું જીવન ખોરવાઈ ગયું છે અને ઘરમાં બે ટાઈમ જમવાનું કેવી રીતે બનાવવું તે અંગેના પણ પ્રશ્ન ઉભા થયા છે.
ભાટવર ગામના સંરપંચે પોતાની તથા ગ્રામજનોની વ્યથા જણાવતા કહ્યું હતું કે વરસાદ નથી, પરંતુ ગામમાં પૂર જેવી સ્થિતિ છે. ગામની અડધોઅડધ જમીન અને ઘર પાણીમાં છે. ગામથી ડેડવા તરફ જવાનો રસ્તો સાવ બંધ છે.
Published On - 7:51 pm, Sun, 21 August 22