Banaskantha : અંબાજીમાં આ વરસે ભાદરવી પૂનમનો મેળો નહીં યોજાય : સૂત્ર

|

Sep 08, 2021 | 12:19 PM

સૂત્રો દ્વારા એવું જાણવા મળી રહ્યું છે કે, દર્શનાર્થીઓ માટે મંદિર ખુલ્લું રાખવાની વિચારણા કરવામાં આવી રહી છે. હાલમાં પ્રતિ દિવસ 40 હજાર કરતા વધુ દર્શનાર્થીઓ મંદિરની મુલાકાત લઇ રહ્યાં છે.

યાત્રાધામ અંબાજીમાં આ વર્ષે પણ ભાદરવી પૂનમનો મેળો નહીં યોજાય તેવું સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે. ભાદરવી પૂનમના મેળાને હવે ગણતરીના જ દિવસો બાકી રહ્યાં છે. તેવામાં આ વર્ષે કોરોના મહામારીના કારણે મેળો યોજાય કે ના યોજાય પરંતુ તેના અસમંજસ વચ્ચે યાત્રિકોએ વહેલી પદયાત્રા શરૂ કરી દીધી છે.

સૂત્રો દ્વારા એવું જાણવા મળી રહ્યું છે કે, દર્શનાર્થીઓ માટે મંદિર ખુલ્લું રાખવાની વિચારણા કરવામાં આવી રહી છે. હાલમાં પ્રતિ દિવસ 40 હજાર કરતા વધુ દર્શનાર્થીઓ મંદિરની મુલાકાત લઇ રહ્યાં છે. મેળામાં લાખોની સંખ્યા એકત્ર થશે તો શક્ય છે કે કોરોનાના આંકમાં વધારો થઇ શકે છે. કારણ કે હજુ કોરોના ગયો નથી તેમજ કોરોનાની ત્રીજી લહેરની પણ નિષ્ણાંતો દ્વારા શક્યતા સેવવામાં આવી રહી છે.

હાલમાં સરકારની SOPના આધારે મંદિર દ્વારા ભક્તો માટે દર્શન કરવાની વ્યવસ્થા કરવામાં આવી છે. રાજ્ય સરકાર ટૂંક સમયમાં મેળાને લઈને નિર્ણય જાહેર કરશે. લોકોની આસ્થા જળવાય એ પ્રમાણે સરકાર દ્વારા નિર્ણય લેવામાં આવશે. સંભવિત કોરોનાની ત્રીજી લહેરને ધ્યાનમાં રાખી આ અંગે મહત્વનો નિર્ણય લેવાશે.

નોંધનીય છેકે ભાદરવી પૂનમના મેળામાં દર વરસે 10 લાખથી વધુની સંખ્યામાં શ્રદ્ધાળુંઓ ઉમટે છે. જેથી કોરોનાનું સંક્રમણ ફેલાવવાનો ભારે ભય રહેલો છે. જેથી સરકાર ભાદરવી પૂનમનો મેળો યોજવાને લઇને કોઇ જોખમ ઉઠાવવા માંગતી નથી. જેથી ભાદરવી પૂનમનો મેળો ન યોજાય તેવી પૂરેપૂરી શકયતાઓ સેવાઇ રહી છે.

Next Video