બનાસ ડેરીએ દૂધના પ્રતિકિલો ફેટના ભાવમાં કર્યો વધારો, પશુપાલકો ખુશખુશાલ

બનાસડેરીએ (Banas Dairy )એ દૂધના ભાવમાં પ્રતિકિલોએ 20 રૂપિયાનો વધારો કરતાં પશુપાલકો ખુશખુશાલ જોવા મળ્યા હતા. ડેરીએ ગત મહિને પણ ભાવમાં  10 રૂપિયાનો વધારો કર્યો હતો. 

બનાસ ડેરીએ દૂધના પ્રતિકિલો ફેટના ભાવમાં કર્યો વધારો, પશુપાલકો ખુશખુશાલ
Banas Dairy raises milk fat prices,
| Edited By: | Updated on: Jun 06, 2022 | 8:04 AM

બનાસડેરી (Banas Dairy)દ્વારા પશુપાલકોને દૂધના યોગ્ય ભાવ મળી રહે તે માટે પ્રતિકિલો ફેટના ભાવમાં વધારો (Price Hike)કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. અને તે મુજબ દૂધના પ્રતિકિલો ફેટના ભાવમાં 20 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો હતો. બનાસડેરીએ એ દૂધના ભાવમાં પ્રતિકિલોએ 20 રૂપિયાનો વધારો કરતાં પશુપાલકો ખુશખુશાલ જોવા મળ્યા હતા. ડેરીએ ગત મહિને પણ ભાવમાં  10 રૂપિયાનો વધારો કર્યો હતો.

છેલ્લા 3 મહિનામાં પ્રતિફેટે થયો 50 રૂપિયાના વધારો

ગત રોજ જાહેર કરેલા  ભાવ વધારા અગાઉ પણ બનાસડેરીએ પશુપાલકો માટે  ગત મહિને ભાવ વધારો કર્યો હતો. છેલ્લા 3 મહિનામાં દૂધના પ્રતિફેટ ભાવમાં આશરે 50 રૂપિયા જેવો વધારો થઈ ચૂક્યો છે જેનો લાભ 4 લાખ જેટલા ખેડૂતોને મળી રહ્યો છે. ઉલ્લેખનીય છે કે બનાસડેરીએ ગયા મહિને જ દૂધના ભાવમાં પ્રતિકિલો ફેટે રૂપિયા 10નો વધારો કર્યો હતો. આ ભાવ વધારાનો અમલ આજે તારીખ 6 જૂનથી શરૂ કરી દેવામાં આવ્યો છે.

અંગે બનાસ ડેરીના ચેરમેન શંકર ચૌધરીએ જણાવ્યું હતું કે ડેરીના પ્રયત્નો એવા છે જેથી પશુપાલકોને સારું આર્થિક વળતર મળી રહે. ખેત પેદાશોના અને ઘાસચારાના ભાવ વધ્યા છે ત્યારે આ ભાવવધારાથી પશુપાલકો આનંદિત જોવા મળ્યા હતા.  ખેડૂતોએ જણાવ્યું હતું કે આ ભાવવધારાથી થતા ફાયદાના પરિણામે તેઓ  પશુઓના નિભાવ માટેના ખર્ચમાં સરળતાથી વધારો  કરી શકે છે .